લૉકડાઉનનો લાભ ઉઠાવી બિલ્ડરે પાલિકાના પ્લોટમાંથી કરી માટીની ચોરી
વડોદરા શહેરના હરણી રોડ પર આવેલ સેવન સ્કાય સ્કીમના બિલ્ડરે માટી ચોરીનું કૌભાંડ કર્યું છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરાઃ કોરોના વાયરલને કારણે ચાલી રહેલાં લૉકડાઉનમાં વડોદરા શહેરમાં રેતી ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. હરણી રોડ પર આવેલ સેવન સ્કાય સ્કીમના બિલ્ડરે માટી ચોરીનું કૌભાંડ કર્યું છે. તેણે મહાનગર પાલિકાના પ્લોટમાંથી માટીની ચોરી કરી છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી. હવે પાલિકાએ આ માટી ચોરીની કામગીરી અટકાવી છે. બિલ્ડરને આ મામલે નોટિસ પણ ફટકારવામાં આવી છે.
ક્રિકેટર ઇરફાન પઠાણે સાદાઈથી ઘરે પરિવાર સાથે કરી ઈદની ઉજવણી
અધિકારીઓની મીલીભગતની આશંકા
હરણી રોડ પર મહાનગર પાલિકાનો પ્લોટ આવેલો છે. ત્યાંથી લૉકડાઉન દરમિયાન સ્ટાય એવન સ્કીમના બિલ્ડરે માટી ચોરી કરી છે. લૉકડાઉનનો લાભ બિલ્ડરે ઉઠાવી ત્યાંથી માટી ભરીને રવાના કરી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોની નજર પડતા તેણે ફરિયાદ નોંધાવી હતી. હવે પાલિકાએ આ બિલ્ડરને નોટિસ ફટકારી છે. તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે. 40 જેટલા ડમ્પર માટીની ચોરી કરી છે. તો હાલ આ ઘટનામાં અધિકારીઓના મીલીભગતની પણ આશંકા સેવાઈ રહી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે