કોરોનાથી બચવા માટે હોમિયોપેથીને મળી મોટી સફળતા, મહિનામાં ફક્ત 6 દિવસ ખાવાની રહેશે દવા

આખી દુનિયામાં અત્યારે કોરોના વાયરસ (Coronavirus) સામે લડવા માટે વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. ભારત પણ તેમાં સામેલ એક દેશ છે, પરંતુ તેની સાથે જ હવે ભારતમાં હોમિયોપેથીનો પણ આ લડાઇમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

કોરોનાથી બચવા માટે હોમિયોપેથીને મળી મોટી સફળતા, મહિનામાં ફક્ત 6 દિવસ ખાવાની રહેશે દવા

નવી દિલ્હી: આખી દુનિયામાં અત્યારે કોરોના વાયરસ (Coronavirus) સામે લડવા માટે વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે. ભારત પણ તેમાં સામેલ એક દેશ છે, પરંતુ તેની સાથે જ હવે ભારતમાં હોમિયોપેથીનો પણ આ લડાઇમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હોમિયોપેથીની મદદથી લોકોમાં રોગપ્રતિકારક ક્ષમતા પેદા કરવાની સાથે જ તેને મજબૂત પણ કરવામાં આવી રહ્યું છે, જેથી ના ફક્ત કોરોના પોઝિટિવ દર્દીઓને સાજા કરવામાં આવી રહ્યા છે પરંતુ નવા કેસ પણ સામે આવી રહ્યા છે. 

ડો. જવાહર શાહ ગત 40 વર્ષોથી પણ વધુ સમયથી મુંબઇમાં હોમિયોપેથીની પ્રેકટિસ કરી રહ્યા છે. ડો શાહે દુનિયાભરમાં ફેલાયેલા લગભગ 100 હોમિયોપેથી ડોક્ટર્સના સાથે મળીને એક ખાસ સેટ ઓફ મેડિસિન અથવા દવા (CK1 અને CK2) ડેવલોપ કરી છે. દવા માનવ શરીરની ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે જેથી કોઇ બિમારી તમારી આસપાસ ન આવી શકે.  

દવાની આ કિટ 22000 પોલીસવાળાને, 4000 ફાયર બ્રિગેડના મેંબર્સને, ધારાવીમાં રહેનાર 200 લોકોને ભેગા કરીને અત્યારે કુલ 1 લાખથી વધુ લોકોને આપી ચૂક્યા છે. આ દવા psycho neuro endocrine પર અસર કરે છે. આ દવાને આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા ઇંસ્ટ્રક્શનના આધારે જ ડેવલોપ કરવામાં આવી છે. 

આયુષ મંત્રાલય દ્વારા પ્રમાણિત આર્સેનિક એલગમ અને કેમ્ફર M1 દવા સામેલ કરવામાં આવી છે, જેની ડિમાન્ડ આજકાલ વિદેશોમાં પણ છે. આ દવાની સૌથી મોટી ખાસ વાત એ છે કે આ મહિનામાં એકવાર લેવી પડે છે, જેનો કોર્સ 6 દિવસનો છે. પહેલાં CK1 દવાને સતત ત્રણ દિવસ લેવી પડે છે. આ દિવસમાં ત્રણ વાર લેવાની હોય છે. ત્યારબાદ CK2 નો ઉપયોગ પણ સતત 3 દિવસ કરવાનો હોય છે. તેને પણ દિવસમાં ત્રણવાર લેવાની હોય છે. આ પ્રકારે એક મહિનામાં આ દવાનો કોર્સ 6 દિવસનો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news