નિખત ઝરીને બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કર્યો કમાલ, થાઈ બોક્સરને હરાવી જીત્યો ગોલ્ડ મેડલ
Nikhat Zareen Becomes World Champion: ભારતની મહિલા બોક્સર નિખત ઝરીને બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપની 54 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે થાઈલેન્ડની બોક્સરને ફાઇનલમાં પરાજય આપ્યો છે.
Trending Photos
ઇસ્તામ્બુલઃ ભારતીય બોક્સર નિખત ઝરીને મહિલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જીત મેળવી ઈતિહાસ રચી દીધો છે. તેણે થાઈલેન્ડની બોક્સર જુટામાસ જિતપોંગને એકતરફી 5-0થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. આ રીતે તે વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ છે.
આ પહેલા તેણે સેમીફાઇનલમાં બ્રાઝિલની કૈરોલીન ડી અલ્મેડાને 5-0થી હરાવ્યા હતા. પૂર્વ જૂનિયર વિશ્વ ચેમ્પિયન ઝરીન મુકાબલા દરમિયાન સંયમિત બની રહી અને પોતાની વિરોધી પર સંપૂર્ણ રીતે દબદબો બનાવ્યો હતો. નિખત બે અન્ય ભારતીયોએ આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. મનીષા મૌન અને પરવીને ક્રમશઃ 57 કિલોગ્રામ અને 63 કિલોગ્રામ વર્ગમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે.
આ પણ વાંચોઃ Boxer Died in Live Match: Live મેચ દરમિયાન બોક્સરને અચાનક આવ્યો હાર્ટ એટેક અને રિંગમાં થયુ મોત
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પાંચમી ભારતીય
નિખત ઝરીન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતની પાંચમી મહિલા બોક્સર બની ગઈ છે. તેની પહેલા એમસી મેરીકોમ, સરિતા દેવી, જેની આરએલ અને લેખા સીએસીએ પણ આ સિદ્ધિ મેળવી છે. આ મુકાબલામાં નિખતે પહેલા ધીમી શરૂઆત કરી હતી. તે સતત થાઈલેન્ડની ખેલાડીથી દૂર રહી. પરંતુ બીજા રાઉન્ડમાં તે થાઈ ખેલાડી જિતપોંગ જુતામસ સામે ટકરાય ગઈ હતી. બીજા રાઉન્ડમાં થાઈલેન્ડની ખેલાડીએ વાપસી કરી અને આ રાઉન્ડમાં તેને વધુ પોઈન્ટ મળ્યા હતા.
ત્રીજા રાઉન્ડમાં નિખતે ચતુરાઈની સાથે પોઈન્ટ મેળવ્યા હતા. જ્યાં જિતપોંગ જુતામસે પંચ લગાવી પોઈન્ટ મેળવવાનો પ્રયાસ કર્યો. પરંતુ નિખત વારંવાર બચતી રહી હતી. આ દરમિયાન તેણે ચાલાકીથી પોઈન્ટ પણ હાસિલ કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે