સ્વાવલંબનની અનોખી કહાની: ગોરાઓને દમણની મહિલાઓના પાપડની લિજ્જત દાઢે વળગી

તાજેતરમાં આ મહિલાઓને 1200 કિલો વિવિધ પ્રકારના પાપડ બનાવીને લંડન મોકલવાનો ઓર્ડર મળતા જ મહિલાઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહિલાઓ દિવસ-રાત કરીને પોતાનો ઓર્ડર પૂર્ણ કરવામાં લાગી ગઇ છે.

સ્વાવલંબનની અનોખી કહાની: ગોરાઓને દમણની મહિલાઓના પાપડની લિજ્જત દાઢે વળગી

નિલેશ જોશી, દમણ: ગુજરાતી થાળી પાપડ વિના પૂર્ણ થતી નથી. દમણની મહિલાઓ દ્વારા બનાવતા પાપડનો સ્વાદ હવે સાત સમુન્દર પાર ઇંગ્લેન્ડ સુધી પહોંચ્યો છે. દમણના દમણવાડા ગ્રામપંચાતની મહિલાઓ દ્વારા સખી મંડળી બનાવી શરુ કરાયેલ પાપડ ઉદ્યોગ થકી મહિલાઓ પગભર બની છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે ગ્રામીણ મહિલાઓ પણ સ્વનિર્ભર બની રોજગારી મેળવે અને આત્મનિર્ભર બને. ત્યારે એક નાનકડા પ્રયાસથી શરૂ કરાયેલ આ પાપડ ઉદ્યોગનો સ્વાદ લંડનવાસીઓને પણ મોહી રહ્યો છે.

પાપડ બનાવતી આ મહિલાઓ દમણના દમણ વાડા ગ્રામપંચાયતની છે. એક સમયે આ મહિલાઓ ઘરકામ અને અન્ય ખેતીકામ કરતી હતી. પરંતુ બદલતા સમયની સાથે તાલ મિલાવતી આ મહિલા હવે આત્મનિર્ભર બની છે. જી હાલ પાપડ બનાવી આ મહિલાઓ હવે આત્મનિર્ભર બની છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓની સશક્તિકરણ થાય તે માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે, ત્યારે પાડોશી સંઘપ્રદેશ દમણમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મહિલા મિશન અંતર્ગત મહિલાઓ પગભર બની રહી છે. 

દમણમાં સખીમંડળ દ્વારા પાપડ બનાવીને રોજગારી નો નવો આયમ ઉજાગર કર્યો છે ,જે મહિલાઓ અગાઉ ખેતીવાડી અને અન્ય મજુરી કામ કરી કરતી હતી તે મહિલાઓ હવે પાપડનો ગૃહ ઉદ્યોગ અપનાવી સ્વાવલંબી બની છે. દમણના દમણવાડા ગ્રામ પંચાયતની ૪૦થી વધારે મહિલાઓ સખીમંડળ રચીને પાપડ બનાવવાની શરૂઆત કરી હતી. અલગ-અલગ પ્રકારના પાપડ બનાવીને આ મહિલાઓ પોતાનું ઉત્પાદ દમણની વિવિધ હોટલોમાં વેચાણ કરતી હતી. 

જોકે હવે આ પાપડનો સ્વાદ સાત સમુંદર પાર દમણના લંંડન સુધી પહોંચી ગયો છે. આ મહિલાઓને લંડન અને લેસ્ટરથી પણ પાપડ અને અથાણાનો ઓર્ડર મળી રહ્યો છે. તાજેતરમાં આ મહિલાઓને 1200 કિલો વિવિધ પ્રકારના પાપડ બનાવીને લંડન મોકલવાનો ઓર્ડર મળતા જ મહિલાઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહિલાઓ દિવસ-રાત કરીને પોતાનો ઓર્ડર પૂર્ણ કરવામાં લાગી ગઇ છે. સામાન્ય રીતે આ મહિલાઓ ઘરે ઘરકામ કરી અને ખેત મજૂરી અથવા તો આજુબાજુની નાની કંપનીઓમાં મજૂરી કામ કરતી હતી. પરંતુ હવે દમણ જિલ્લા પંચાયત તરફથી આ મહિલાઓને આર્થિક મદદ મળી છે.

દમણના દમણ વાડા ગ્રામપંચાયતમાં કોઈ મોટા ઉદ્યોગ નથી. જેથી આ મહિલાઓને કંપનીઓમાં મજૂરી કામ માટે જવું પડતું હતું. તો કોઈ મહિલાઓ ખેતીમાં દિવસે મજૂરી કામ કરતી હતી. ત્યારે પ્રધાનમંત્રીની યોજના અંતર્ગત આ મહિલાઓને પાપડ બનાવવાનું મશીન અને અન્ય સામગ્રીઓ મળતા આ મહિલાઓ હવે બપોરમાં એકત્ર થઇને પાપડ બનાવવાની કામગીરી કરે છે. મહિલાઓ પોતે હવે પગભર બની છે. અને હવે આ પાપડ ફક્ત દમણની હોટલ પુરતા નથી રહ્યા આની યુકેના લંડન માં પણ ખૂબ માગ રહી છે. 

અંદાજે એક વખતમાં 1200 કિલો પાપડનો ઓડર જેની કિંમત આદાજે 3.5 લાખ થી 4 લાખની કિંમતના વર્ષના 3 વખતના ઓડર મળ્યા છે. જે વર્ષ દરમ્યાન અંદાજે 12 લાખના ખાલી પાપડ અને આ સિવાય કરીના આચાર અને બીજી કઈક કેટલી માંગ લંડનથી આવતા અહીની મહિલાઓ ખૂબ ખુશ છે. દમણના જિલ્લા પંચાયત દ્વારા દલવાડાના ગ્રામ પંચાયતમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલા પાપડ ઉદ્યોગ હવે બાકીના પણ ગ્રામ પંચાયતમાં થાય તેવા પ્રયાસ કરી રહ્યું છે. અહીંની મહિલાઓ મહિલાઓ પણ પાપડ ઉદ્યોગ થકી બદલાવ થયો હોવાની પણ વાત કરી રહી છે.

આજે દેશમાં મહિલાઓ ઘરકામ સુધી સીમિત રહી નથી. ત્યારે દમણ ની મહિલાઓ પણ પાપડ જેવા અન્ય ગૃહ ઉદ્યોગ થકી જીવનમાં બદલાવ લાવી રહી છે. જેમાં પ્રધાન મંત્રીની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત આ મહિલાઓ પોતે પગભર બની છે અને સ્વાવલંબનની રાહમાં આગળ વધી રહી છે. ત્યારે દમણની અન્ય ગ્રામ પંચાયતમાં પણ આ પ્રકારે મહિલાઓ ગૃહ ઉદ્યોગ થકી પોતાના જીવન માં બદલાવ લાવે તે ખુબ જરૂરી છે. દમણ વાડા ગ્રામ પંચાયતનો આ પાયલોટ પ્રોજેક્ટ હવે અન્ય ગ્રામ પંચાયતમાં પણ લાગુ કરવામાં આવે તે ખુબ જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news