આમા કેવી રીતે ભણશે ગુજરાત: શિક્ષક દારૂના નશામાં આપી રહ્યો છે વિદ્યાર્થીઓને શિક્ષણ

દારૂબંધીના કડક અમલનાં દાવા વચ્ચે ફરી એક વાર દારૂબંધીનાં દાવાની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે. છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના કઠમાંડવા ગામની પ્રાથમિક શાળાનો શિક્ષક દારૂના નશામાં ધુત થઈને શાળામાં ચાલુ પરીક્ષાએ વર્ગ ખંડમાં આરામ ફરમાવાતો વિડીયો વાયરલ થયો છે.

Kuldip Barot - | Updated: Oct 14, 2019, 09:34 PM IST
આમા કેવી રીતે ભણશે ગુજરાત: શિક્ષક દારૂના નશામાં આપી રહ્યો છે વિદ્યાર્થીઓને શિક્ષણ

જમીલ પઠાણ/છોટાઉદેપુર: દારૂબંધીના કડક અમલનાં દાવા વચ્ચે ફરી એક વાર દારૂબંધીનાં દાવાની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે. છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના કઠમાંડવા ગામની પ્રાથમિક શાળાનો શિક્ષક દારૂના નશામાં ધુત થઈને શાળામાં ચાલુ પરીક્ષાએ વર્ગ ખંડમાં આરામ ફરમાવાતો વિડીયો વાયરલ થયો છે.

એસ.ટી વિભાગ બાદ હવે શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામેં આવી છે. છોટાઉદેપુર જીલ્લાના બોડેલીમાં તાલુકાના કઠમાંડવા ગામની પ્રાથમિક શાળાનો એક દારૂના નશામાં ધુત થઈને શાળાનાં વર્ગ ખંડમાં આરામ ફરમાવતો વિડીયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક તરફ શાળાના વિદ્યાર્થીઓ હાલમાં પરીક્ષા ચાલતી હોઈ પરીક્ષા આપી રહ્યા છે તો બીજી તરફ નશામાં ધુત શિક્ષક વર્ગખંડમાં આરામ ફરમાવી રહ્યો છે.

અમદાવાદ: કોંગ્રેસના નેતા કિશનસિંહ તોમર પર જ તેની પુત્રીએ કરી મારામારીની ફરિયાદ

શાળાના અન્ય શિક્ષક અને ગ્રામજનો દ્વારા શિક્ષકને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ શિક્ષક નશામાં એટલો ધૂત છે કે, તે ઉઠી શકતો પણ નથી, ત્યારે વિડીયો વાયરલ થતાજ ઝી ચોવીસ કલાકની ટીમે શાળાની મુલાકાત લીધી હતી. ત્યારે શાળામાં હાજર આ શિક્ષક ખુદ દારૂનો બંધાણી હોવાનું જણાવી રહ્યો છે. શાળાનો શિક્ષક રાવજી વસાવા આમ તો ઘરેથી દારુપીને શાળામાં આવતો હોવાનું જણાવે છે, પરંતુ શાળાના વર્ગખંડની બહાર પડેલ દારૂની પોટલીઓ શિક્ષક શાળામાં પણ દારૂનું સેવન કરતો હોવાનું પ્રસ્થાપિત કરે છે.

પેટા ચૂંટણી માટે કોંગ્રેસ લગાવશે એડીચોટીનું જોર, બાયડમાં 108 ઠાકોરો કોંગ્રેસમાં જોડાયા

ત્યારે બીજી તરફ આ શિક્ષક જ્યારે દારૂના નશામાં હોય છે ત્યારે જુદા જુદા બહાના હેઠળ શાળાની વિદ્યાર્થીનીઓની સાથે પણ અણછાજતું વર્તન કરતો હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા શાળાની મુલાકાતે દોડી આવેલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસ કરી હતી અને શાળાનો આ શિક્ષક દારૂના નશામાં હોવાનો ખુલાસો કર્યો છે. અને દારૂ પીને શાળામાં આવતા આ શિક્ષક સામે તપાસ કરી કાર્યવાહી કરવાનું જણાવી રહ્યા છે.

જુઓ LIVE TV :