શિક્ષક

હવે શિક્ષકોને શાળાના પુસ્તકો વિદ્યાર્થી પાસે પહોંચાડવાનું પણ ભાડુ જોઇએ છે !

શાળાઓ ના પાઠ્યપુસ્તકો તાલુકા કક્ષાની જગ્યાએ મોકલવાની જગ્યાએ શાળાઓમાં પહોંચાડવાની માગણી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિભાગના સચિવ વિનોદ રાવને પત્ર લખીને માગણી કરતાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવતા પાઠ્યપુસ્તકો તાલુકા કક્ષા પહોંચાડ્યા બાદ શાળાએ પહોંચાડવામાં ઘણી મુશ્કેલી પડે છે. આચાર્ય અને શિક્ષકોને ભાડું ભોગવવું પડે છે સરકારમાંથી તે રકમ છેલ્લા બે વર્ષથી શિક્ષકો મળી નથી.

Apr 16, 2021, 06:50 PM IST

આ વિદ્યાર્થીને શું ભણાવશે? શિક્ષકે જ આચાર્યને છરાના ઘા મારી હત્યા કરી, પત્ની અને પુત્રી પણ ઘાયલ

જિલ્લાના નસવાડીમાં શિક્ષક દ્વારા શાળાના પ્રિન્સિપાલની કરપીણ હત્યા કરી દેવામાં આવતા સનસની મચી ગઇ છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની રામદેવનગર સોસાયટીમાં રહેતા લિંડા મોડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠિયાની હત્યાથી ચકચાર મચી ગઈ છે. પ્રાથમિત તપાસમાં કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક પીઠિયાએ જ ગળા, છાતી અને માથાના ભાગે ઘા મારીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. હુમલાખોર ભરત પીઠિયાએ આચાર્ય, તેમની પત્ની અને દીકરી ઉપર હુમલો કર્યો હતો. જેમાં પત્ની અને દીકરી ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ સ્થળ પર દોડી ગઇ છે અને વધુ તપાસ હાથ ધરી છે. 

Dec 4, 2020, 05:44 PM IST

સરકારની મનાઇ હોવા છતા શિક્ષકે શાળા શરૂ કરી, તેમ છતા પણ લોકો અને તંત્ર કરી રહ્યા છે વાહવાહી !

કોરોના મહામારીના સમયમાં શાળાઓ બંધ હોવાથી સરકારના આદેશ અનુસાર શાળાઓ દ્વારા વિધાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પરંતુ પાલનપુરના પારપડા ગામમાં શાળા ખોલી દેવાઇ છે.

Sep 14, 2020, 05:35 PM IST

રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2020ની જાહેરાત, આ વર્ષે 44 શિક્ષકોને મળશે સન્માન

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તો આ વર્ષે આ એવોર્ડ મેળવનારા શિક્ષકોની યાદી રાજ્ય સરકારે જાહેર કરી દીધી છે.
 

Aug 13, 2020, 04:34 PM IST

જેતપુરમાં લોકડાઉનનાં કારણે આર્થિક સંકડામણથી કંટાળી શિક્ષકે ઝેરી દવા પીધી

જેતપુરમાં રહેતા અને જુનાગઢની ખાનગી સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અતુલ મગનભાઇ ઠુંમરે પોતાની વાડીએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું છે. જેતપુરનાં જીંથુડી હનુમાન મંદિર નજીક આવેલી પોતાની વાડીએ જ ઝેરી દવા પી લીધી હતી. ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી છે. બાદમાં વાડીએથી મૃતદેહ મળી આવતા જેતપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે પરિવારજનોનાં નિવેદન નોંધીને વધારે તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, લોકડાઉનના કારણે આર્થિક સંકડામણથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે. 

Jul 31, 2020, 04:40 PM IST

શિક્ષકે વિદ્યાર્થીનીને શાળાએ બોલાવીને કર્યું શિક્ષણને લજવતું કૃત્ય કર્યું...

નડિયાદ શહેરમાં બની એક એવી ઘટના જેના કારણે શિક્ષણ જગતને લાગ્યું છે લાંછન. જી હા એક ગુરુએ સગીર વયની વિધાર્થિની સાથે કરી નાખે એવું કામ જેના કારણે સમગ્ર સમાજ શરમજનક સ્થિતીમાં મુકાયો છે. નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ઊભેલો આ આરોપી છે મનીષ પાઉલભાઈ પરમાર સામાન્ય આરોપી નહીં પરંતુ એક શિક્ષક છે.

Jul 15, 2020, 12:05 AM IST

શિક્ષકો પોતાની જગ્યાએ ડમી મુકીને રજા પર, વાંચીને તમારૂ મગજ ચકરાઇ જશે

જીલ્લામાં શિક્ષણ વિભાગમાં વધુ એક કાંડ સામે આવ્યું છે, પોતાની આવેજીમાં ખાનગી વ્યક્તિને ભણાવવા મોકલતા શાળાના મુખ્ય શિક્ષકના આ કાંડનો પર્દાફાશ થતાં જિલ્લા વિકાસ અધિકારીએ આ કાંડમાં સંડોવાયેલ મુખ્ય શિક્ષક સહિત તાલુકા શિક્ષણાધિકારી, બીઆરસી અને સીઆરસીને સસ્પેન્ડ કરતાં શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જીલ્લામાં શિક્ષણ ની કથળેલી સ્થિતિ વચ્ચે વધુ એક બોગસ શિક્ષક નો કાંડ સામે આવ્યું છે, છોટાઉદેપુર જીલ્લામાં શિક્ષણ ની કથળેલી સ્થિતિ માટે જિલ્લાના પ્રાથમિક શિક્ષકો કેટલા સંવેદનશીલ છે, તેનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

Mar 7, 2020, 12:09 AM IST

દાહોદ: સરકારી શાળાનો શિક્ષક બન્યો બુટલેગર, લાખોનો દારૂ અને બિયરનો જથ્થો મળ્યો

દાહોદ જિલ્લામાં શિક્ષક જ બુટલેગર બન્યો છે. શિક્ષક દ્વારા જ દારૂ અને બિયરની હેરાફેરીની ઘટના સામે આવતા પોલીસ ચોંકી ઉઠી છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. દાહોદનાં ફતેપુરા તાલુકાનાં મોટાનટવા ગામમાં પ્રાથમિક શાળાનાં શિક્ષકે પોતાનાં ઘર અને ખેતરમાં બે લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો છે. હોળીનાં તહેરાવ નિમિત્તે દારૂ અને બીયરનો જથ્થો શિક્ષકે ઘરમાં અને ખેતરમાં દાટી રાખ્યો હતો. સુખસર પોલીસ દ્વારા વિદ્યાના ઉપાસકનું આ હિન કૃત્ય જોઇને ચોંકી ઉઠી હતી.

Mar 2, 2020, 09:36 PM IST
Mehsana Strict action against teachers PT40S

મહેસાણા: ફતેહપુરાનાં ગુલ્લીબાજ શિક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહી...

મહેસાણા: ફતેહપુરાનાં ગુલ્લીબાજ શિક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાનાં તમામ શિક્ષકો પર સંજ્ઞાન સાધવામાં આવ્યું છે.

Mar 1, 2020, 11:20 PM IST

ગાંધીનગરમાં આંદોલનનો સિલસિલો યથાવત, ટાટના ઉમેદવારો મેદાને ઉતર્યા

સરકાર સામે અલગ અલગ પ્રકારનાં આંદોલનો સિલસિલો ગાંધીનગરમાં યથાવત જોવા મળી રહ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટેના ટાટના ઉમેદવારો પોતાની માંગો સાથે સત્યાગ્રહ છાવણીમાં ધરણા યોજી રહ્યા છે. સત્યાગ્રહ છાવણી ખાતે પોતાની માંગો માટે વિધ્નહર્તા હવન પણ કરશે. 

Jan 21, 2020, 12:58 PM IST
New responsibility assign to teachers PT2M59S

ગુજરાતના શિક્ષકો પર નવીજવાબદારીનો ભાર

ગુજરાતનાં શિક્ષકોની માથે એક પછી એક જવાબદારીઓ થોપવાનાં કારણે શિક્ષકોમાં પહેલાથી જ રોષ છે ત્યારે વધારે એક પરિપત્રએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. સંયુક્ત શિક્ષણ નિયામકે પરિપત્ર કરીને શિક્ષકોને એક વિચિત્ર જવાબદારી સોંપી છે. હવે લગ્ન પ્રસંગમાં ભોજનનો બગાડ અટકાવવાનું કામ શિક્ષકોને સોંપવામાં આવ્યું છે.

Jan 19, 2020, 12:05 PM IST

ગુજરાત: શિક્ષણનો બગાડ ભલે થાય પરંતુ ભોજનનો બગાડ ન થવો જોઇએ !

ગુજરાતનાં શિક્ષકોની માથે એક પછી એક જવાબદારીઓ થોપવાનાં કારણે શિક્ષકોમાં પહેલાથી જ રોષ છે ત્યારે વધારે એક પરિપત્રએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. સંયુક્ત શિક્ષણ નિયામકે પરિપત્ર કરીને શિક્ષકોને એક વિચિત્ર જવાબદારી સોંપી છે. હવે લગ્ન પ્રસંગમાં ભોજનનો બગાડ અટકાવવાનું કામ શિક્ષકોને સોંપવામાં આવ્યું છે. સામાજીક સંમેલન, લગ્ન, જન્મ દિવસની ઉજવણીમાં ભોજનનો બગાડ ન થાય તેનું ધ્યાન શીક્ષકોએ રાખવા તે પ્રકારનાં પરિપત્રથી હોબાળો થઇ ગયો છે. 

Jan 19, 2020, 12:33 AM IST

અમરેલી: પ્રાથમિક શાળાનાં આ શિક્ષકના કારણે સરકારી શાળામાં એડમિશન માટે પડાપડી

એક કહેવત છે શિક્ષક કોઈ દિવસ સાધારણ નથી હોતો. આ કહેવતને સાર્થક કરી છે જાફરાબાળના મિતિયાળા ગામે આવેલ એક પ્રાથમિક સ્કૂલના શિક્ષકે. અહીંના એક શિક્ષકે વિદ્યાર્થીઓને અવનવા ગીત, ડાન્સ તેમજ અવનવી પ્રવૃત્તિથી બાળકોને ભણતર આપે છે. આ શિક્ષકની અવનવી ભણાવવાની રીતથી ખાનગી સ્કૂલમાં ભણતા બાળકો પણ ખાનગી સ્કૂલ છોડી અહીં અભ્યાસ કરવા પરત આવ્યા છે. સ્કૂલના વિદ્યાર્થીઓ પણ શિક્ષકના અવનવા ડાન્સ, બાળગીતથી પ્રભાવિત થયા છે અને બાળકો નિયમિત સ્કૂલે આવવા લાગ્યા છે.

Jan 17, 2020, 07:03 PM IST
Teacher Drunk In Banaskantha Primary School PT5M32S

બનાસકાંઠાની પ્રથામિક શાળામાં શિક્ષક દારૂ પીતા ઝડપાયો

બનાસકાંઠાની પ્રથામિક શાળામાં શિક્ષક દારૂ પીતા ઝડપાયો હતો. ત્યારે પ્રાથમિક શાળાના શિક્ષક ખોડાભાઇ સહિત અન્ય બે લોકો મહેફિલ માણતા ઝડપાયા હતા.

Jan 13, 2020, 04:00 PM IST
Three days special camp for teachers PT4M35S

આજથી ત્રણ દિવસ શિક્ષકો માટે ખાસ કેમ્પ

અમદાવાદમાં આજથી શિક્ષકો માટે રાજ્ય કક્ષાનો જીલ્લા ફેરબદલી કેમ્પ યોજાયો છે. રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે કેમ્પ યોજાયો છે. આજથી 3 જાન્યુઆરી સુધી રાજ્ય કક્ષાનો જીલ્લા ફેરબદલી કેમ્પ સાણંદ ખાતે યોજાશે. 25 જેટલા વિષયના 1000થી વધુ શિક્ષકો ઉપસ્થિત રહી સ્થળ પસંદગી કરશે.

Jan 1, 2020, 02:20 PM IST
The teachers movement against the government. PT51S

બનાસકાંઠાના શિક્ષકોએ પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી..

બનાસકાંઠાના શિક્ષકોએ પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી હતી. વિવિધ કામગીરીમાંથી બાકાત રાખવા અને જુની પેન્શન પ્રથા ચાલુ કરવાની માંગ સાથે શિક્ષકો એક દિવસ માટે ધરણા પર ઉતર્યા હતા.

Dec 21, 2019, 08:35 PM IST
Local People Caught Teacher Comes Drunk To Primary School In Panchmahal PT4M44S

દારૂડિયો શિક્ષક: ઘોઘંબામાં દારૂ પીને પ્રથામિક શાળામાં પ્રવેશતા શિક્ષકને લોકોએ ઝડપી પાડ્યો

ઘોઘંબાના રાયણના મુવાડા પ્રાથમિક શાળાનો શિક્ષક પીધેલી હાલતમાં ઝડપાયો છે. ગ્રામજનો દ્વારા અનેકવાર શિક્ષક સામે કાર્યવાહીની માંગ કરાઈ હતી. શાળાના આચાર્ય દ્વારા અનેકવાર શિક્ષકને શાળામાં દારૂ પીને ન આવવા જણાવ્યું હતું.

Dec 16, 2019, 06:50 PM IST

શિક્ષકોના નવા નવા ફતવા આવે છે પરંતુ શિક્ષણમાં સુધારો કરતી નથી સરકાર

રાજ્યમાં ચાલતી સ્વનિર્ભર શાળાઓમાં કાર્યરત શિક્ષકોની પણ હાજરી ઓનલાઈન પુરાવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ સ્વનિર્ભર શાળાઓને પત્રના મારફતે સ્કૂલમાં કાર્યરત એવા તમામ શિક્ષકોની માહિતી આગામી 10 દિવસમાં મોકલી આપવા જણાવ્યું છે પરંતુ સ્વનિર્ભર સ્કુલના શિક્ષકોની પણ હાજરી ઓનલાઈન ભરવા અંગે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Dec 9, 2019, 04:28 PM IST

OMG ટીચરે હવસ સંતોષવા 15 વર્ષના વિદ્યાર્થીને દત્તક લઈ લીધો, અને પછી...

અમેરિકા (America) માં એક પરણિત મહિલા ટીચર જઘન્ય કૃત્ય કરતા પકડાઈ છે. આ સમગ્ર ઘટનાએ હાલ સોશિયલ મીડિયામાં પણ ખુબ ચકચાર મચાવી છે. મહિલા ટીચરે (Teacher) પતાની હવસ સંતોષવા માટે પોતાના જ એક 15 વર્ષના વિદ્યાર્થીને દત્તક લીધો અને પછી તેની સાથે શારીરિક સંબંધ (Sex) બાંધ્યા. 

Dec 7, 2019, 06:09 PM IST