શિક્ષણના ધામમાં આ તે કેવું પાંખડ? નરાધમ શિક્ષકે બાળકીની છેડતી કરી, હાથમાં બ્લેડ મારવા મજબુર કરી

આણંદમાં મોગરીની સેન્ટ મેરી સ્કૂલમાં નરાધમ શિક્ષકે બાળકીની છેડતી કરી... શાળામાં પહોંચીને વાલીઓએ હોબાળો મચાવ્યો... ZEE 24 કલાક પૂછે છે સવાલ, શિક્ષણના ધામમાં આ શું ચાલી રહ્યું છે?.

શિક્ષણના ધામમાં આ તે કેવું પાંખડ? નરાધમ શિક્ષકે બાળકીની છેડતી કરી, હાથમાં બ્લેડ મારવા મજબુર કરી

બુરહાન પઠાણ/ઝી મીડિયા: આણંદનાં મોગરી ગામની સેંટ મેરી સ્કૂલમાં 11 વર્ષની બાળા સાથે શિક્ષકે શારીરિક અડપલાં કરતા આજે સવારે વાલીઓ દ્વારા શાળામાં હોબાળો મચાવતા ચકચાર મચી જવા પામી છે. 

મોગરી ગામની સેન્ટ મેરી સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતી 11 વર્ષની વયની બાળાનાં ઇન્ટરનલ પરીક્ષામાં માર્ક્સ ઓછા આવતા શાળાના શિક્ષક અનિલ મેકવાન દ્વારા બાળાને સીસીટીવી નાં હોય તેવા રૂમમાં લઈ જઈ તેણીને આ વાતની જાણ તેના વાલીઓને કરવાની ધમકી આપી અઘટિત માંગણી કરી બાળા સાથે શારીરિક અડપલાં કર્યા હતા. તેમજ બાળકીને પોતાના હાથમાં બ્લેડ મારવા મજબુર કરી હતી.

આ ઘટના બાદ બાળા ગભરાઈ ગઈ હતી અને ત્રણ દિવસથી ખાવાનું બંધ કરી એક રૂમમાં પુરાઈ રહેતી હતી અને શાળામાં જવાની નાં પાડતાં બાળાને તેની માતાએ પૂછપરછ કરતા બાળાએ શિક્ષક દ્વારા શારીરિક અડપલાં કરવાની વાત જણાવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા.

આ ઘટના બાદ આજે શાળામાં વાલીઓએ હોબાળો. મચાવ્યો હતો. ત્યારે શાળાના આચાર્ય દ્વારા શિક્ષકને બચાવવાનો પ્રયાસ કરતા વાલીઓમાં રોષ પ્રવર્તી ઉઠ્યો હતો. આ ઘટનાને લઈને વલ્લભવિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને શિક્ષકને પોલીસ મથકમાં લઈ જઈ શિક્ષક અને પીડિત બાળાની પૂછપરછ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news