IPL 2021: DC સામે મેચ પહેલા પંજાબ કિંગ્સ માટે ખરાબ સમાચાર, કેએલ રાહુલ હોસ્પિટલમાં દાખલ

કેએલ રાહુલને એપેન્ડિક્સમાં તકલીફ છે. તેવામાં તેને સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 
 

IPL 2021: DC સામે મેચ પહેલા પંજાબ કિંગ્સ માટે ખરાબ સમાચાર, કેએલ રાહુલ હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હીઃ આઈપીએલ 2021 (IPL 2021) માં પંજાબ કિંગ્સ  (Punjab Kings) માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પંજાબની ટીમે આ જાણકારી આપી છે. 

હોસ્પિટલમાં દાખલ થયો રાહુલ
હકીકતમાં કેએલ રાહુલને શનિવારે રાત્રે પેટમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ જાણવા મળ્યું કે, તેને એપેન્ડિક્સ (Acute appendicitis) છે. તેવામાં તેની સર્જરી કરવામાં આવશે. 

— Punjab Kings (@PunjabKingsIPL) May 2, 2021

મહત્વનું છે કે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (PBKS vs DC) વચ્ચે આજે અમદાવાદમાં ટક્કર થવાની છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. કેએલ રાહુલ હોસ્પિટલમાં દાખલ હોવાને કારણે આજની મેચ રમી શકશે નહીં. 

શું હોય છે એપેન્ડિક્સ?
તેમાં સંક્રમણ કે સોજાને કારણે પેટમાં ભયંકર દુખાવો થાય છે જે નાભિથી શરૂ થઈને પેટના ડાબા ભાગમાં નીચેના ભાગમાં જાય છે. ઉલટી, તાવ, ભૂખ ન લાગવી જેવા લક્ષણોની સાથે ઉપર-નીચે કુદવા સમયે પેટમાં દુખાવો થાય છે. એપેન્ડિક્સમાં સોજાને કારણે તેમાં મવાદ પડવા (લંપ બનવો) થી તેના ફાટવાની આશંકા રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news