સુરતના યુવકના ઓર્ગન ડોનેશને અનેક જીવન ઉજાળ્યાં, અમદાવાદની મહિલાને હૃદય ટ્રાન્સપ્લાન્ટ
Trending Photos
સુરત : કોવિડ 19 ના લોકડાઉન પછી પશ્ચિમ ભારતના હૃદયદાન અને ટ્રાન્સપ્લાન્ટની સૌપ્રથમ ઘટના સામે આવી છે. 22 વર્ષનાં મહર્ષનું હૃદય સુરતથી 280 કિલોમીટરનું અંતર માત્ર 90 મિનિટમાં કાપીને 35 વર્ષીય મહિલામાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. લેઉવા પટેલ સમાજના બ્રેનડેડ મહર્ષ હર્ષદભાઇ પટેલનાં પરિવારે હૃદય, કિડની અને લિવરનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન આપી માનતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
ટ્રક સાથે અકસ્માત થતા ગંભીર ઇજા પહોંચી
3 જુલાઇએ હર્ષ રાત્રે વિહાન ગામથી પોતાના ઘરે કારમાં પરત ફરી રહ્યો હતો. ત્યારે ગામ નજીક જ સાઇડમાં ઉભેલા ટ્રક સાથે અકસ્માતે પાછળથી કાર અથડાતા મહર્ષને માથામાં ગંભીર ઇજા થઇ હતી. જેથી તેને સારવાર માટે તત્કાલ બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સારવારમાં તેનું સિટી સ્કેન કરાતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું જાહેર થયું હતું.
બ્રેઇનડેડ જાહેર થયા બાદ અંગદાન
ગુરૂવારે 9 જુલાઇએ ન્યૂરોસર્જન દ્વારા તેને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. જેના પગલે ડોક્ટર્સ દ્વારા તેમને અંગદાન માટે સમજાવવામાં આવ્યું હતું. જેથી પરિવાર તૈયાર થતા તેના ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા હતા. યુવક મરીને પણ અમર થઇ ગયો હતો. તેના અંગ અનેક લોકોમાં જીવશે ત્યાં સુધી ધબકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે