Coronavirus Recovered Cases In India: દેશમાં કોરોના વાયરસથી પીડિત 5 લાખ દર્દીઓ અત્યાર સુધી થયા રિકવર


કોરોના વાયરસ (How Many Cases Of Coronavirus In India)ના વધતા કેસ વચ્ચે ખુશીની વાત તે છે કે દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત 5 લાખ લોકો સ્વસ્થ થઈ ગયા છે. દેશનો રિકવરી રેટ 62.79 ટકા થઈ ગયો છે. 

Coronavirus Recovered Cases In India: દેશમાં કોરોના વાયરસથી પીડિત 5 લાખ દર્દીઓ અત્યાર સુધી થયા રિકવર

નવી દિલ્હીઃ દેશમાં એક તરફ જ્યાં કોરોના વાયરસના નવા કેસ સતત વધી રહ્યાં છે. તો બીજીતરફ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ મોટી સંખ્યામાં રિકવર થઈ રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં કોરોનાથી 5 લાખ લોકો સંક્રમણમુક્ત થઈ ચુક્યા છે. અત્યાર સુધી 5,15,385 લોકો સાજા થયા છે. આ સિવાય 2,31,978 એક્ટિવ કેસ છે. દેશનો રિકવરી રેટ 62.78 ટકા છે. 

એક દિવસમાં રેકોર્ડ કેસ
દેશમાં કોરોના વાયરસ સંક્રમણના એક દિવસમાં રેકોર્ડ 27,114 નવા કેસ સામે આવ્યા છે અને આ સાથે દેશમાં સંક્રમણના કુલ કેસ શનિવારે 8 લાખને પાર કરી ગયા છે. ચાર દિવસ પહેલા દેશમાં સંક્રમણના કેસની સંખ્યા સાત લાખથી વધુ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે. આંકડા અનુસાર શનિવારે દેશમાં સંક્રમણના કુલ મામલા વધીને  8,20,916 થઈ ગયા તો છેલ્લા 24 કલાકમાં 519 લોકોના મૃત્યુની સાથે મૃત્યુઆંક વધીને  22,123 થઈ ગયો છે. આ સતત આઠમો દિવસ છે જ્યારે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના મામલા 22 હજારથી વધુ છે. 

Coronavirus Symptoms : કોરોના વાયરસના નવા ત્રણ લક્ષણોથી વધી ગયો ખતરો, તમને તો નથીને આ સમસ્યા

પીએમ મોદીએ કરી સમીક્ષા બેઠક
દેશભરમાં કોરોનાના વધતા મામલાને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેના પર શનિવારે એક સમીક્ષા બેઠક કરી હતી. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સ્થળો પર વ્યક્તિગત સ્વચ્છતા અને સામાજીક નિયમોનું પાલન કરવા પર ભાર આપ્યો હતો. આ સાથે પ્રધાનમંત્રીએ કહ્યું કે, કોરોના વિશે જાગરૂતતાનો વ્યાપક પ્રચાર કરવો જોઈએ તથા સંક્રમણને રોકવા માટે ભાર આપવો જોઈએ. આ તકે પ્રધાનમંત્રીએ દિલ્હીમાં કોરોના વાયરસને રોકવા માટે કેન્દ્ર, રાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસની પ્રશંસા કરી અને આવો પ્રયાસ એનસીઆરમાં પણ કરવાની જરૂરીયાત જણાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news