આ યોજનાનો હજુ પણ ઉઠાવો લાભ! AMC એડવાન્સ ટેક્ષ સ્ક્રિમ અંતર્ગત અધધ આવક, કરોડો રૂપિયાથી તિજોરી છલકાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શરૂઆતના સમયગાળા દરમ્યાન જ નાણાંની availability થવાથી કોર્પોરેશનાના રોડ,પાણી તથા ડ્રેનેજ જેવા લોક કલ્યાણના પેન્ડીંગ કામો નિર્વિઘ્ને પૂર્ણ થશે. 

આ યોજનાનો હજુ પણ ઉઠાવો લાભ! AMC એડવાન્સ ટેક્ષ સ્ક્રિમ અંતર્ગત અધધ આવક, કરોડો રૂપિયાથી તિજોરી છલકાઈ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકાના ટેક્ષ વિભાગની એડવાન્સ ટેક્ષ રિબેટ યોજના અંતર્ગત અધધ આવક નોધાઇ છે. એડવાન્સ રિબેટ યોજના અંતર્ગત એએમસી તિજોરીમાં રૂપિયા 650 કરોડની આવક થઇ છે. 

એએસમી રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકિલે જણાવ્યુ હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષમાં "આભ જેટલો લાભ યોજના" તા.૧૮/૦૪/૨૦૨૩ થી ત.૧૭/૦૫/૨૦૨૩ સુધી અમલમાં હતી. જે યોજના અંતર્ગત કરદાતાઓને ૧૨% થી ૧૫% સુધી ટેક્ષમાં રીબેટ આપવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષનો એડવાન્સ ટેક્ષ ભરપાઇ કરવામાં આવે તો (જનરલ ટેક્ષ + વોટર ટેક્ષ + કોન્ઝરવન્સી ટેક્ષ)ની રકમના ૧૨% રીબેટ તથા સદર ટેક્ષ જો ઓનલાઇન ભરવામાં આવે તો વધારાનો ૧% રીબેટ આપવામાં આવે છે. એટલે કે કરદાતાને ૧૩% રીબેટ મળે છે. 

મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેક્ષ નિયમિતપણે, સમયસર ભરતા આદર્શ કરદાતાઓને પ્રોત્સાહન આપવાના હેતુસર ચાલુ વર્ષે જે કરદાતાઓએ અગાઉ સળંગ ૩ વર્ષ સુધી એડવાન્સ ટેક્ષ ભરેલ હોય તેવા કરદાતાઓને વધુ ૨% રીબેટ આપવામાં આવે છે. એટલે કે આવા નિયમિત કરદાતાઓને ૧૫% રીબેટ મળે છે. ચાલુ વર્ષ દરમિયાન ત.૦૧/૦૪/૨૦૨૩ થી તા.૧૭/૦૫/૨૦૨૩ સુધી ટેક્ષની આવક ઝોન વાઇઝ વ્હિકલ ટેક્ષ ,પ્રોફેશનલ ટેક્ષ અને પ્રોપર્ટી ટેક્ષની કુલ ૬૨૮ કરોડની આવક નોધાઇ હતી. 

વધુમાં જૈનિક વકિલે જણાવ્યુ હતું કે, અત્યાર સુધી આ યોજનાનો અંદાજીત ૪,૧૯,૫૧૮ કરદાતાઓએ લાભ લીધેલ છે. જેમાં કરદાતાઓને રૂ. ૫૨.૦૫ કરોડ જેટલુ રીબેટ આપવામાં આવેલ છે. જે પૈકી અંદાજીત ૫૪% ઓનલાઇન માધ્યમથી આવક થયેલ છે. પ્રોપર્ટી ટેક્ષ, પ્રોફેશન ટેક્ષ તથા વ્હીલ ટેક્ષ મળી કુલ રૂ.૬૨૮.૦૪ કરોડની વસુલાત થયેલ છે. 

જે ગત વર્ષ ના આ સમયગાળા દરમ્યાન ( ૧૭/૦૫/૨૨ સુધી) આવક કરતાં રૂ. ૩૦૫.૪૯ કરોડ એટલે કે ૧૦૬ % જેટલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લીક્વીડીટીમાં વધારો થયેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શરૂઆતના સમયગાળા દરમ્યાન જ નાણાંની availability થવાથી કોર્પોરેશનાના રોડ,પાણી તથા ડ્રેનેજ જેવા લોક કલ્યાણના પેન્ડીંગ કામો નિર્વિઘ્ને પૂર્ણ થશે. 

ઉપરોક્ત આવક વધારાના મુખ્ય કારણો- ફેબ્રુઆરી-૨૩ થી એપ્રિલ-૨૩ સુધી ૧૦૦% વ્યાજ માફીની યોજના અમલમાં હતી. જેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં મિલકતોનો બાકી ટેક્ષ ભરપાઈ થયેલ છે. અને પ્લેટો ચોખ્ખી થયેલ છે. કરચોરો ઉપર હરાજી, બોજો જેવી ડક કાર્યવાહી કરવામાં આવેલ છે. તા.૧૮-૦૪-૨૦૨૩ થી પ્રમાણિક કરદાતાઓને એડવાન્સ ટેક્ષમાં વધુ રીબેટ આપવામાં આવેલ છે. નાગરિકોના અભૂતપૂર્વ પ્રતિસાદને ધ્યાને લઇ વધુ નાગરિકો આ યોજનાનો લાભ લઈ શકે તે હેતુથી સદર યોજનાની મુદત બીજા ૧૪ દિવસ લંબાવવામાં આવે છે. એટલે આગામી ૩૧ મે સુધી લંબાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news