અત્યંત પછાત ગામમાંથી મળી આવ્યું કોલસેન્ટર, રોજની 30 લાખ રૂપિયાની કરતા હતા કમાણી

રાજ્યના ઘણા વિસ્તારમાંથી ગેરકાયદે કોલ સેન્ટર પકડાયા છે. જો કે, તે મોટાભાગે શહેરી વિસ્તારમાં ચાલતા હોય તેવું જોવા મળ્યું છે. પરંતુ હવે પોલીસની નજર ન પડે તે માટે બિનકાયદેસર કોલસેન્ડર માલિકો ગ્રામ્ય વિસ્તાર તરફ વળ્યાં છે. મોરબી જિલ્લાના માળીયા (મી.) તાલુકાનાં મોટી બરાર ગામે કોલ સેન્ટર કાર્યરત કરીને ગેરકાયદે કોલ સેન્ટર ચાલતું હતું. ત્યાં માળીયા પોલીસે રેડ કરીને અમદાવાદની એક યુવતી સહિત ૯ આરોપીઓને ઝડપી લીધા છે. યુકેના નાગરિક સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાની વિગતો હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવી છે. 

Updated By: Jan 21, 2021, 07:53 PM IST
અત્યંત પછાત ગામમાંથી મળી આવ્યું કોલસેન્ટર, રોજની 30 લાખ રૂપિયાની કરતા હતા કમાણી

હિમાંશુ ભટ્ટ/મોરબી : રાજ્યના ઘણા વિસ્તારમાંથી ગેરકાયદે કોલ સેન્ટર પકડાયા છે. જો કે, તે મોટાભાગે શહેરી વિસ્તારમાં ચાલતા હોય તેવું જોવા મળ્યું છે. પરંતુ હવે પોલીસની નજર ન પડે તે માટે બિનકાયદેસર કોલસેન્ડર માલિકો ગ્રામ્ય વિસ્તાર તરફ વળ્યાં છે. મોરબી જિલ્લાના માળીયા (મી.) તાલુકાનાં મોટી બરાર ગામે કોલ સેન્ટર કાર્યરત કરીને ગેરકાયદે કોલ સેન્ટર ચાલતું હતું. ત્યાં માળીયા પોલીસે રેડ કરીને અમદાવાદની એક યુવતી સહિત ૯ આરોપીઓને ઝડપી લીધા છે. યુકેના નાગરિક સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાની વિગતો હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવી છે. 

Gujarat Corona Update: નવા 471 કેસ, 727 દર્દી સાજા થયા, માત્ર 1 વ્યક્તિનું મોત

મોરબી જીલ્લાના સૌથી પછાત તાલુકા એવ માળીયા મીયાણા તાલુકામાં ગેરકાયદે કોલ સેન્ટર ચાલતું હતું. આ વાતને સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી. તાલુકાનાં નાના ગામમાં કોઈને શંકા ન જાય તે માટે આ રીતે ગામડામાં ભેજાબાજ શખ્સો દ્વારા કોલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું. જો કે, માળીયા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી બરાર ગામ નજીક મકાનમાં રેડ કરી હતી. જ્યાંથી બિનકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું હતું. જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી પોલીસે વિકાસ સુરેન્દ્ર ત્યાગી (૩૪), મિરેશ જયેશ શાહ (૩૬), જીતુ સબાસ્ટીન જ્યોર્જ (૩૭), નરેન્દ્રસિંગ ચેનસિંગ રાઠોડ (૩૫), ઉમેશ હરેશકુમાર હીરાનંદાની (૩૪), રાજેશ રૂબન ટોપનો (૩૩), આકાશ યશવંતકુમાર રાવલ (૨૭), કૌશલ કિરીટ પટેલ (૩૧) તથા રિમા દિનેશ સોલંકી (૨૮) તમામ રહેવાસી અમદાવાદની અટકાયત કરવામાં આવી છે. કોરોના રિપોર્ટ કરાવ્યા પછી ધરપકડ કરવામાં આવશે.

ભાજપ: પાટીલે પાર્લામેન્ટરી બોર્ડનાં 13 સભ્યોનાં નામની જાહેરાત કરી, આ દિગ્ગજોને પડતા મુકાયા

માળીયા પોલીસે મોટી બરાર ગામે બુધવારની રાતે એકલિંગ પેટ્રોલપંપ પાસે આવેલા મકાનમાં રેડ કરી હતી, ત્યારે ત્યાં કેટલાક યુવાનો કામ કરતાં જોવા મળ્યા હતા. જેની તપાસ કરવામાં આવતા ત્યાં ગેરકાયદે કોલ સેન્ટર ચાલુ હોવાની માહિતી સામે આવી હતી. જેથી પોલીસ દ્વારા મકાનમાં તપાસ કરાતા અમદાવાદની એક યુવતી સહિત કુલ ૯ આરોપી મળી આવ્યા હતા. પોલીસ દ્વારા લેપટોપ અને કોમ્પ્યુટર મળીને લાખો રૂપિયાનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ત્રણ મહિનાથી આ બિનકાયદેસર કોલ સેન્ટર ચાલતું હતું. બુધવારના એક જ દિવસમાં ૩૩ લાખ રૂપિયા આવ્યા હતા. દૈનિક ૨૫ થી ૩૦ લાખ કરતાં વધુની આવક આ ગેરકાયદે કોલ સેન્ટરથી થતી હતી. 

વડોદરા: ભાજપના ગઢમાં કોંગ્રેસનું ગાબડું, યુવા બેરોજગાર રેલીનું આયોજન

હાલમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા અમદાવાદના 9 ભેજાબાજ આરોપીને પોલીસ દ્વારા પકડી લેવાં આવ્યા છે. તમામ શખ્સો કેવા પ્રકારે છેતરપિંડી કરતા હતા તેમની મોડ ઓપરેન્ડીસ જાણવા માટે તપાસ ચલાવાઇ રહી છે. સ્થાનિક લેવલેથી કોણ કોણ તેની સાથે સામેલ હતું તે સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube