અસામાજિક તત્ત્વોના તોફાનને લઈ ફફડાટ! ચાલતી ગાડીએ સળગતા ફટાકડાં ફેંકતા વિદ્યાર્થીની ગંભીર રીતે દાઝી

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોનું મોટું કારસ્તાન સામે આવ્યું છે. અસામાજિક તત્ત્વોએ ચાલતી ગાડીમાંથી ચાર સળગતા સુતળી બોમ્બ રસ્તા પર ફેંક્યા હતા.

અસામાજિક તત્ત્વોના તોફાનને લઈ ફફડાટ! ચાલતી ગાડીએ સળગતા ફટાકડાં ફેંકતા વિદ્યાર્થીની ગંભીર રીતે દાઝી

ઝી બ્યુરો/અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોનું મોટું કારસ્તાન સામે આવ્યું છે. અસામાજિક તત્ત્વોએ ચાલતી ગાડીમાંથી ચાર સળગતા સુતળી બોમ્બ રસ્તા પર ફેંક્યા હતા. જેના કારણે મોટી દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં સળગતા સુતળી બોમ્બથી કક્ષા પ્રજાપતિ નામની યુવતી ગંભીર રીતે દાઝી હતી. કક્ષાના પેટ અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે હાલ રામોલ પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, 28 માર્ચના રોજ બનેલી આ ઘટનાના CCTV સામે આવ્યા છે. અસામાજિક તત્ત્વોએ ચાલતી ગાડીમાંથી ચાર સળગતા સુતળી બોમ્બ રસ્તા પર ફેંકતા કક્ષા પ્રજાપતિ નામની યુવતી દાઝી હતી. જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતી કક્ષાના પેટ અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. બોર્ડની પરીક્ષાનું છેલ્લું પેપર આપી કક્ષા પોતના પિતા સાથે ઘરે જઇ રહી હતી. સ્કૂલમાંથી બહાર નિકળ્યા બાદ આ ઘટના ઘટી હતી. 

કક્ષાની સાથે જ અભ્યાસ કરતો દેવ નામનો ટીનેજર કાર ચલાવતો હતો. કારમાં કક્ષા સાથે ક્લાસીસમાં અભ્યાસ કરતા ટીનેજર પણ હાજર હતો. ત્યારે આ ઘટના બની હતી. કારમાં બેઠેલા યુવકોના વાલીઓએ પણ કક્ષાના પરિવારની મુલાકાત લીધી હતી. મુલાકાતમાં સારવારનો ખર્ચ આપવા માટે પણ વાત કરી હતી. જોકે હજુ સુધી કોઇ ખર્ચ આપ્યો નથી. સુરેશ પટેલ નામના મધ્યસ્થીએ કક્ષાના કાકાને કેસ આજીવન ચાલશે પણ ન્યાય નહી મળે તેવુ જણાવ્યું હતું. એટલું જ નહીં, પોતાની પાસે આઈપીએસ અધિકારી અને રાજકીય વગ હોવાની પણ ધમકી આપી હતી.
 
વિરમગામના ધારાસભ્ય સમાજના હોવાથી કંઇ નહી થાય તેવી પણ ધમકી આપી હતી. પરંતુ ઝી ચોવીસ ક્લાક સાથે વાત કરતાં કક્ષા પ્રજાપતિના કાકા નિલેશ પ્રજાપતિ ગળગળા થયા હતા અને દિકરી કક્ષાને ન્યાય મળે તેની માંગ કરી હતી. હાલ ઘટના અંગે રામોલ પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news