રજનીકાંતે દિલ્હી હિંસાને ગણાવી ગૃહ મંત્રાલય અને ગુપ્તચર તંત્રની નિષ્ફળતા


રજનીકાંતે કહ્યું કે, આ ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા છે અને તેનાથી સાબિત થાય છે કે ગૃહ મંત્રાલય પણ આ ઘટનાના મામલામાં નિષ્ફળ સાબિત થયું છે. પ્રદર્શન અને વિરોધ શાંતિપૂર્ણ રીતે થઈ શકે છે પરંતુ હિંસક અંદાજમાં નહીં. 
 

રજનીકાંતે દિલ્હી હિંસાને ગણાવી ગૃહ મંત્રાલય અને ગુપ્તચર તંત્રની નિષ્ફળતા

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધિક કાયદા (CAA) અને એનઆરસીના નામ પર દિલ્હીમાં ફેલાયેલી હિંસામાં અત્યાર સુધી 27 લોકોના મોત થઈ ગયા છે. પાછલા ત્રણ દિવસથી થઈ રહેલી હિંસા દરમિયાન ઉત્તર પૂર્વી દિલ્હીમાં ઘણી જગ્યા પર પથ્થરમારો-આગચાંપીની ઘટના બની છે. બોલીવુડના સિતારાઓએ પણ આ મામલામાં સરકાર અને પોલીસના વલણની ટીકા કરી છે. સુપરસ્ટાર રજનીકાંતે પણ આ મામલામાં સરકારની અસફળતા વિશે વાત કરી છે. 

રજનીકાંતે કહ્યું કે, આ ગુપ્તચર એજન્સીઓની નિષ્ફલતા છે અને તેનાથી સાબિત થઈ ગયું છે કે ગૃહ મંત્રાલય પણ આ ઘટનાના મામલામાં ફેલ સાબિત થયું છે. પ્રદર્શન અને વિરોધ શાંતિપૂર્ણ રીતે થઈ શકે છે પરંતુ હિંસક અંદાજમાં નહીં. જો હિંસા ભડકાવે તો તેની સામે કડક પગલાં ભરવાની જરૂર છે. 

— ANI (@ANI) February 26, 2020

મહત્વનું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસ પૂરો થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દિલ્હીના લોકોને શાંતિની અપીલ કરી હતી. દિલ્હીના ઘણા વિસ્તારમાં હિંસા ભડક્યાના 4 દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું. આ હિંસા ભડક્યા બાદ ઘણા બોલીવુડ સિતારાઓએ પણ ટ્વીટ કરીને ઘટનાને દુખદ ગણાવી હતી. 

Delhi Violence: 27 મોત,  18 FIR અને 106 લોકોની ધરપકડ, સીએમે લીધી હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત  

અનુરાગ કશ્યપ, સ્વરા ભાસ્કર, ગૌહર ખાન, સુશાંત સિંહ, સંધ્યા મૃદુલ, રિચા ચડ્ઢા, વિશાલ ભારદ્વાજ, મોહમ્મદ જીશાન અયૂબ જેવા ઘણા સિતારાઓએ આ મામલામાં પોલીસ અને સરકારની ટીકા કરી હતી. અનુરાગ કશ્યપ, સ્વરા ભાસ્કર અને વિશાલ ભારદ્વાજ જેવા ઘણા સિતારા તો મોદી સરકારને પહેલા પણ ઘેરી ચુક્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news