સુરત: પુત્રની હત્યા કરનારા હત્યારાઓને સજા કરાવા પરિવારે શરૂ કર્યા ધરણાં
સુરતના કાપોદ્રા વિસ્તારમાં ધુળેટીના દિવસે બે બાઈક અથડાવાના બાબતે બોલાચાલી બાદ ત્રણથી ચાર ઈસમોએ મળી એક યુવાનની હત્યા કરી હતી. જોકે આ હત્યા બાદ પોલીસે આરોપીને પકડી લીધા હતા. જોકે આજે મૃતક યુવકના સમાજના લોકોએ કાપોદ્રા પોલીસ મથકમાં ધરણાં કર્યા હતા. અને હત્યારાઓને યોગ્ય સજા આપવાની માંગ કરી ન્યાય નહિ મળે તો આત્મ વિલોપનની ચીમકીઓ આપી હતી.
Trending Photos
ચેતન પટેલ/ સુરત: સુરતના કાપોદ્રા વિસ્તારમાં ધુળેટીના દિવસે બે બાઈક અથડાવાના બાબતે બોલાચાલી બાદ ત્રણથી ચાર ઈસમોએ મળી એક યુવાનની હત્યા કરી હતી. જોકે આ હત્યા બાદ પોલીસે આરોપીને પકડી લીધા હતા. જોકે આજે મૃતક યુવકના સમાજના લોકોએ કાપોદ્રા પોલીસ મથકમાં ધરણાં કર્યા હતા. અને હત્યારાઓને યોગ્ય સજા આપવાની માંગ કરી ન્યાય નહિ મળે તો આત્મ વિલોપનની ચીમકીઓ આપી હતી.
સુરતના કાપોદ્રામાં ધુળેટીના દિવસે બે બાઈક ટકરાવા બાબતે એક બાઈક ચાલકે તેના બીજા ત્રણ મિત્રો સાથે મળી યુવાનને ઢોર માર મારી તેની હત્યા કરી હતી. જેથી કાપોદ્રા પોલીસે ત્રણથી ચાર આરોપીઓ સામે હત્યાનો ગુણો નોંધી તમામને ઝડપી પાડ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે આ દરમિયાન આજે મૃતકના પરિવારજનો અને સમાજના 200થી વધુ લોકો કાપોદ્રા પોલીસ મથકે પહોંચી ગયા હતા. તેઓએ કાપોદ્રા પોલીસ મથકનો ઘેરાવો કરી ન્યાય આપોના નારા લગાવ્યા હતા. સમાજના લોકોએ પોલીસને જણાવ્યું હતું કે, જો આરોપીઓને યોગ્ય સજા નહિ મળે તો તેઓ આત્મવિલોપન કરી લેશે તેવી ચૂમકી પણ ઉચ્ચારી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે