અમદાવાદ: બાથરૂમમાં ગયેલી યુવતિનો વીડિયો બનાવનાર શખ્શની ધરપકડ

શહેરના એસ.જી.હાઇવે ખાતેના ક્રોસ વર્લ્ડ ખાતે યુવતી 3 દિવસ અગાઉ જયારે બુક ખરીદવા આવી હતી ત્યારે યુવતી બાથરૂમમાં ગઈ તે સમયે એક યુવકે બાથરૂમમાંથી યુવતીનો વિડિયો બનાવ્યો હતો. યુવતીને અચાનક શંકા જતા તે જલ્દીથી બહાર આવી ગઈ હતી અને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
 

અમદાવાદ: બાથરૂમમાં ગયેલી યુવતિનો વીડિયો બનાવનાર શખ્શની ધરપકડ

જાવેદ સૈયદ/અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે ખાતેના ક્રોસ વર્લ્ડ ખાતે યુવતી 3 દિવસ અગાઉ જયારે બુક ખરીદવા આવી હતી ત્યારે યુવતી બાથરૂમમાં ગઈ તે સમયે એક યુવકે બાથરૂમમાંથી યુવતીનો વિડિયો બનાવ્યો હતો. યુવતીને અચાનક શંકા જતા તે જલ્દીથી બહાર આવી ગઈ હતી અને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ અંગે તપાસ શરુ કરી હતી અને તપાસમાં ક્રોસ વર્લ્ડના સીસીટીવી ચેક કરતા યુવકની ઓળખ થઇ હતી. યુવકને જાણ થઇ ગઈ હતી કે, આ મામલે તેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે. માટે આરોપી ઘરેથી નાસી ગયો હતો. 2-3 દિવસનો સમય થયા બાદ બદનામીના ડરથી પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો.

પોલીસ તપાસમા સામે આવ્યું હતું કે તેનું નામ ઋષિકુમાર પરમાર(29ઉમર) છે. અને ઈસરો કોલોની ખાતે રહે છે. આરોપીએ બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે. અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હોવાથી ક્રોસ વર્લ્ડ ખાતે નિયમિત આવે છે. તે દરમિયાનમાં યુવતીનો બાથરૂમમાં વિડિઓ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. યુવતીનો વિડિયો પણ ડીલીટ કરી દીધો હોવાનું આરોપીએ કબુલ્યું હતું. પોલીસે આરોપીનો મોબાઈલ અને વાહન કબ્જે કર્યું છે. આરોપીએ વિડિયો ક્યાં મોબાઈલમાં લીધો હતો અને ક્યાં રાખ્યો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news