દીપડો ઠાર: સમગ્ર અમરેલી જીલ્લાને બાનમાં લેનાર આતંકનો આખરે અંત આવ્યો
અમરેલીનાં વન વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માનવભક્ષી દીપડાને ફોરેસ્ટ વિભાગ દ્વારા ઠાર મારવામાં આવ્યો છે. શૂટર્સ દ્વારા દીપડાને ઠાર મારવામાં આવ્યા છે. બગસરાની ગૌશાળામાં દીપડાને ઠાર માર્યો છે. અમરેલીનાં વિસાવદર પાસે માનવભક્ષી બની ગયેલા દીપડાને નવ વિભાગ દ્વારા ઠાર મારવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા અનેક ધમપછાડાઓ બાદ આખરે દીપડા અંગે પાકી માહિતી મળ્યા બાદ વન વિભાગે શુટર્સને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગૌશાળામાં દેખાયેલા દીપડાને ઠાર મારવામાં આવ્યો હતો.
Trending Photos
અમરેલી : અમરેલીનાં વન વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માનવભક્ષી દીપડાને ફોરેસ્ટ વિભાગ દ્વારા ઠાર મારવામાં આવ્યો છે. શૂટર્સ દ્વારા દીપડાને ઠાર મારવામાં આવ્યા છે. બગસરાની ગૌશાળામાં દીપડાને ઠાર માર્યો છે. અમરેલીનાં વિસાવદર પાસે માનવભક્ષી બની ગયેલા દીપડાને નવ વિભાગ દ્વારા ઠાર મારવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા અનેક ધમપછાડાઓ બાદ આખરે દીપડા અંગે પાકી માહિતી મળ્યા બાદ વન વિભાગે શુટર્સને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગૌશાળામાં દેખાયેલા દીપડાને ઠાર મારવામાં આવ્યો હતો.
છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર માનવભક્ષી દીપડો ઠાર મારવામાં આવ્યો છે. બગસરાનાં વન વિભાગ દ્વારા ગૌશાળામાં દીપડાને ઠાર મરાયો છે. દીપડાનાં દેહને જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને તે માનવભક્ષી છે કે કેમ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં વન વિભાગે દીપડો માનવભક્ષી હોવાનું સ્વિકાર્યું હતું. આજે (11 ડિસેમ્બર)ના રોજ સવારે સીસીટીમાં દેખાયેલા 2 પૈકી એક દીપડાને ઠાર મારવામાં આવ્યો છે. સીસીટીવીમાં દેખાયા બાદ તેનું પગેરું પકડવામાં આવ્યું હતુ. જેના આધારે દીપડો ગૌશાળાની આસપાસ હોવાનું પ્રાથમિક રીતે જોવા મળ્યું હતું. જેથી વન વિભાગે તપાસ કરતા એક દીપડો મળી આવ્યો હતો જેને ઠાર મારવામાં આવ્યો હતો. બીજો દીપડો પણ આસપાસ હોવાનું વન વિભાગનું અનુમાન છે.
દીપડાએ વન વિભાગના અધિકારીઓ પર પણ હુમલો કર્યો
દીપડો ઠાર મરાયો હોવાની માહિતી આપતા જીલ્લા કલેક્ટર આયુષ ઓકે પૃષ્ટી કરી હતી. ઓકનાં જણાવ્યા અનુસાર બગસરાની ગૌશાળામાં સવારે મારણ કર્યા બાદ સાંજે તે પરત ફરે તેવી શક્યતાઓ જોતા વોચ ગોઠવી હતી. સાંજના સાડા સાત વાગ્યા આસપાસ દીપડો આવતા તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે દીપડાએ હુમલો કરી દેતા આખરે વન વિભાગે તેને ઠાર મારવો પડ્યો હતો. દીપડાની ઉંમર 7 વર્ષની હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત કલમ 144 અંગે કલેક્ટરે જણાવ્યું કે, વન વિભાગના અહેવાલ બાદ 144 હટાવવા અંગે નિર્ણય લેવામાં આવશે.
દીપડાને ઠાર મારવા અંગે ગૃહ વિભાગનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા અધિકારીક રીતે જાહેરાત કરવામાં આવી હતી. અધ્યક્ષ દ્વારા કોંગ્રેસનાં ધારાસભ્ય હર્ષદ રિબડીયાને જણાવ્યું કે, તમે જે બંદુકો લઇને નિકળ્યાં હતા તે જ દીપડાને ઠાર મરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માનવભક્ષી દીપડાને કારણે સમગ્ર અમરેલી જીલ્લાનાં નાગરિકો ખોફના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા. બગસરા તાલુકામાં તો કલમ 144 લાગુ કરવામાં આવી હતી. નાગરિકોને બહાર નહી નિકળવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.
મંજુલા-વસંત કેસમાં કોર્ટે પણ સ્વિકાર્યું કે વગદાર લોકો કેસ નબળો પાડી શકે છે
અત્રે ઉલ્લેખનીય છે કે, આ દિપડો એટલો ખુંખાર અને ચાલાક હતો કે વન વિભાગ દ્વારા અનેક પ્રયાસો છતા પણ પાંજરે પુરાતો નહોતો. જેના કારણે આખરે આ દિપડાને દેખો ત્યાં ઠાર કરવાનાં આદેશો આપવામાં આવ્યા હતા. દીપડાને પકડવા અથવા ઠાર મારવા માટે 100 ટીમો કામે લગાવવામાં આવી હતી. 30 સ્થલો પર મારણ ટ્રેપ ગોઠવવામાં આવ્યા હતા. જો કે દીપડો કોઇ પણ પ્રકારે ફસાઇ નહોતો રહ્યો. આ ઉપરાંત તે એક પછી એક માનવોને શિકાર પણ બનાવતો જતો હતો. જેનાં કારણે વન વિભાગ પર સવાલો ઉઠી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે