અમદાવાદમાં કાયદાની સ્થિતિ કથળી! વસ્ત્રાપુરમાં રાત્રે નાસ્તો કરવા જતા પહેલા ખાસ વાંચજો

પશ્ચિમ અમદાવાદમાં પોતાનાં ખાણીપીણી માર્કેટ અને નાઇટ લાઇફનાં કારણે જાણીતા વસ્ત્રાપુરમાં જો હવે તમે રાત્રે નાસ્તો કરવા જતા હો તો ચેતી જજો. વસ્ત્રાપુર વિસ્તારમાં હથિયાર બતાવીને લૂંટ કરતી એક ટોળકી સક્રિય થઇ છે. એક જ રાતમાં લૂંટના બે બનાવ બનતા વસ્ત્રાપુર પોલીસ દોડતી થઇ છે. બીજી તરફ નાઇટ પેટ્રોલિંગનાં દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. 

Updated By: Sep 25, 2020, 11:03 PM IST
અમદાવાદમાં કાયદાની સ્થિતિ કથળી! વસ્ત્રાપુરમાં રાત્રે નાસ્તો કરવા જતા પહેલા ખાસ વાંચજો
પ્રતિકાત્મક તસ્વીર

અમદાવાદ : પશ્ચિમ અમદાવાદમાં પોતાનાં ખાણીપીણી માર્કેટ અને નાઇટ લાઇફનાં કારણે જાણીતા વસ્ત્રાપુરમાં જો હવે તમે રાત્રે નાસ્તો કરવા જતા હો તો ચેતી જજો. વસ્ત્રાપુર વિસ્તારમાં હથિયાર બતાવીને લૂંટ કરતી એક ટોળકી સક્રિય થઇ છે. એક જ રાતમાં લૂંટના બે બનાવ બનતા વસ્ત્રાપુર પોલીસ દોડતી થઇ છે. બીજી તરફ નાઇટ પેટ્રોલિંગનાં દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. 

કોરોનાને કારણે ઓક્સિજનની માંગમા અચાનક ઉછાળો, કિંમત બેથી અઢી ગણી થઇ

મુળ ઝારખંડનાં રહેવાસી અને હાલ ગોતામાં રહેતા પ્રભુકુમાર યાદવ પ્રહલાદનગર રોડ પર કંપનીમાં કામ કરે છે. ગત મોડી રાત્રે તેમની નોકરી પુરી કરીને તેમના સાથી કર્મચારી હસ્તી નામની યુવતી સાથે નિકળ્યાં હતા. જો કે સાથી કર્મચારી પાસે વાહન નહી હોવાનાં કારણે હસ્તીને મુકવા માટે તેમના ઘરે જઇ રહ્યા હતા. રસ્તામાં વસ્ત્રાપુર આવતું હોવાને કારણે બંન્ને નાસ્તો કરવા માટે રોકાયા હતા. જો કે કોઇ લારી ખુલ્લી નહી હોવાના કારણે બંન્ને આલ્ફાવન મોલવાળા રોડના ફુટપાથ પર બેઠા હતા. 

ભરૂચ: ઉંચો ટોલટેક્સ વસુલતી કંપનીઓ સેવાના નામે ખાડા, 16 કિલોમીટર લાંબો ટ્રાફીક જામ

જ્યાં વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ એક્સેસ લઇને આવેલા શખ્સોએ લૂંટ ચલાવી હતી. દેશી કટ્ટા સાથે આવેલા આ શખ્સોએ તારી પાસે જે હોય તે આપી દે તેમ કહીને તેના લમણે બંદુક મુકી હતી. જેથી તેની પાસે રહેલા 500 રૂપિયા અને ફોનની લૂંટ ચલાવી હતી. જ્યારે યુવતી પાસે માંગ કરતા યુવતી રડવા લાગી હતી. જેથી તેનું પર્સ લઇને તે લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા. આશરે 24 હજાર રૂપિયાની માલમતા સાથે આ લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા. આ ઉપરાંત દશરથ પટેલ નામના વ્યક્તિને પણ ટાઇટેનિયમ સ્કવેર પાસેનાં સર્વિસ રોડ પરથી લૂંટી લીધો હતો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube