ડોક્ટરના અનુસાર સુશાંતના ફોટા ગળું દબાવવાથી મોતનો ઇશારો કરે છે: વકીલનો દાવો

તેમણે કહ્યું કે 'એમ્સની ટીમનો ભાગ રહેલા ડોક્ટરે મને ખૂબ પહેલાં જણાવ્યું હતું કે મેં તેમને જે ફોટા મોકલ્યા હતા, તે 200 ટકા આ વાત તરફ ઇશારો કરે છે કે આ ગળું બતાવવાથી મોત થયું હતું, આત્મહત્યા નથી.

ડોક્ટરના અનુસાર સુશાંતના ફોટા ગળું દબાવવાથી મોતનો ઇશારો કરે છે: વકીલનો દાવો

નવી દિલ્હી: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના પરિવારના વકીલ વિકાસ સિંહએ શુક્રવારે દાવો કર્યો કે AIIMS તીમનો ભાગ રહેલા એક ડોક્ટરે તેમને 'ખૂબ પહેલાં' જણાવ્યું હતું કે રાજપૂતની તસવીરો સંકેત આપે છે કે આ આત્મહત્યા નથી, પરંતુ ગળું દબાવીને  (Strangulation) થયેલી કથિત હત્યા છે. 

વકીલે ટ્વીટ કરીને કહ્યું કે આ કેસમાં નિર્ણય લેવામાં સીબીઆઇ દ્વાર અમોડું થતાં 'હતાશ' થઇ રહ્યા છે. સિંહે ટ્વીટ કર્યું 'આત્મહત્યા માટે ઉશ્કેરવાને એસએસાઅર (સુશાંત સિંહ રાજપૂત)ની હત્યાના કેસમાં બદલવાનો નિર્ણય કરવામાં સીબીઆઇના મોડાથી હતાશા થઇ રહ્યો છું.'

— Vikas Singh (@vikassinghSrAdv) September 25, 2020

વકીલએ આરોપ લગાવ્યો છે કે સુશાંત કેસની તપાસ દિશામાં જઇ રહી છે. આ કેસમાં સીબીઆઇ કોઇ એકશન લઇ રહી નથી. તેમણે જણાવ્યું કે આજના દીવસે આ ઇમ્પ્રેશન આવી રહી છે કે જેવી રીતે મુંબઇ પોલીસ કરીર અહી હતી હવે સીબીઆઇ પણ કરતી જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે અમે સીબીઆઇની ગતિથી ખુશ નથી. વકીલ વિકાસ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો અમને આગળ પણ લાગશે કે સુશાંતની કેસની તપાસ યોગ્ય દિશામાં જઇ રહી નથી તો અમે કોર્ટ જઇ શકીએ છીએ. 

તેમણે કહ્યું કે 'એમ્સની ટીમનો ભાગ રહેલા ડોક્ટરે મને ખૂબ પહેલાં જણાવ્યું હતું કે મેં તેમને જે ફોટા મોકલ્યા હતા, તે 200 ટકા આ વાત તરફ ઇશારો કરે છે કે આ ગળું બતાવવાથી મોત થયું હતું, આત્મહત્યા નથી. સુશાંત સિંહ રાજપૂત (34)ની લાશ 14 જૂનના રોજ બાંદ્રામાં પોતાના એપાર્ટમેન્ટમાં લટકેલી મળી હતી. આ કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news