PM મોદીના અધ્યક્ષસ્થાને શુક્રવારે વારાણસીમાં યોજાશે મેયર કાઉન્સિલની બેઠક, રાજકોટના મેયર રહેશે હાજર

શુક્રવાર એટલે કે 17 ડિસેમ્બરે વારાણસીમાં કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સ દિલ્હી દ્વારા આ બેઠક યોજાવાની છે. 

PM મોદીના અધ્યક્ષસ્થાને શુક્રવારે વારાણસીમાં યોજાશે મેયર કાઉન્સિલની બેઠક, રાજકોટના મેયર રહેશે હાજર

રાજકોટઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને શુક્રવારે વારાણસીમાં ઓલ ઈન્ડિયા મેયર કાઉન્સિલની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવ પણ હાજરી આપવાના છે. આ બેઠકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સફાઈ, પાણી અને રોજગારી જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. 

શુક્રવારે યોજાશે બેઠક
શુક્રવાર એટલે કે 17 ડિસેમ્બરે વારાણસીમાં કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સ દિલ્હી દ્વારા આ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં હાજરી આપવા માટે રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવને પણ આમંત્રણ મળ્યું છે. રાજકોટના મેયર આ બેઠકમાં હાજરી આપવાના છે. આ મેયર કાઉન્સિલની બેઠકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરવાના છે.

એક ટુંકી ફિલ્મ પણ રજૂ કરાશે
દેશના શહેરો અર્થતંત્રના વિકાસના એન્જિન છે અને દેશના વિકાસમાં શહેરોની ભૂમિકા મહત્વની હોય છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, સફાઈ, સ્માર્ટ શહેર, શહેરી પરિવહન, પાણી પુરવઠા, આવાસ, રોજગાર વગેરે જેવા મુદ્દાઓને ધ્યાનમાં લઈ સ્ટ્રેટેજી ઓફ ન્યૂ અર્બન ઈન્ડિયા અંતર્ગત આ કોન્ફરન્સ યોજવામાં આવશે. આ થીમ પર ટુંકી ફિલ્મ, પ્રદર્શન અને જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news