અંગત અદાવતમાં યુવકની હત્યા; તીક્ષ્ણ હથિયારો વડે ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો, આ રીતે પોલીસે ઉકેલ્યો!

અમદાવાદ શહેરમાં ત્રણ વર્ષ પહેલા શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં શાહીબાગ વિસ્તારમાં આવેલા ગોવાજીના છાપરામાં આવેલા જોગણી માતાજીના મંદિર પાસે અંગત અદાવતમાં રીતીક નામના યુવકની હત્યા થઈ હતી.

અંગત અદાવતમાં યુવકની હત્યા; તીક્ષ્ણ હથિયારો વડે ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો, આ રીતે પોલીસે ઉકેલ્યો!

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં ત્રણ વર્ષ પહેલા થયેલી યુવકની હત્યાનો આરોપી પોલીસે પકડી પાડ્યો છે. હત્યાના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીને મુંબઈથી પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે હત્યારા આરોપીને પકડવા સતત 12 કલાક સુધી વોચ ગોઠવી, 200થી વધારે દુકાનો ચેક કરી અને 100 થી વધુ ફૂટપાથ પર આવેલા ફેરિયાઓની ઓળખ કરી હતી. અમદાવાદ પોલીસની ટીમે મુંબઈ જઈને આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ શહેરમાં ત્રણ વર્ષ પહેલા શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં શાહીબાગ વિસ્તારમાં આવેલા ગોવાજીના છાપરામાં આવેલા જોગણી માતાજીના મંદિર પાસે અંગત અદાવતમાં રીતીક નામના યુવકની હત્યા થઈ હતી. મનીષ મીણા સહિત અન્ય ચારથી પાંચ વ્યક્તિઓએ ભેગા મળી લાકડીઓ અને છરી વડે રિતિકની હત્યા નીપજાવી હતી. સમગ્ર મામલે જે તે સમયે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે હત્યાનો મુખ્ય આરોપી મનીષ મીણા હત્યા બાદ ફરાર થઈ જતા છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. અચાનક જ ઝોન 4 ની ટીમને ફરાર હત્યારા આરોપી મનીષ મીણા મુંબઈમાં હોવાનું માહિતી મળતા પોલીસની અલગ અલગ ત્રણ જેટલી ટીમો મુંબઈ પહોંચી હતી અને ત્યાંથી ફરાર આરોપી મનીષ મીણાની ધરપકડ કરી હતી.

પોલીસને ફરાર આરોપી મનીષ મીણાની મુંબઈ હોવાની માહિતી મળી હતી પણ મુંબઈમાં ક્યાં વિસ્તારમાં આરોપી છે તેનો કોઈ અંદાજ હતો નહિ જેથી પોલીસે 500 થી વધુ મોબાઈલ નંબરનો ડેટા સર્ચ કરી ટેકનિકલ એનાલિસિસને આધારે આરોપી મુંબઈના બોરીવલી વિસ્તારમાં હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે પોલીસની ટીમો મુંબઈ બોરીવલી ખાતે પહોંચી હતી. જોકે બોરીવલી વિસ્તાર ખૂબ જ ભીડભાળ વાળો વિસ્તાર હોવાથી તેમજ ત્યાં ખૂબ જ મોટું માર્કેટ હોવાથી પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી હતી. પોલીસની ટીમો દ્વારા 200 થી વધારે દુકાનો ચેક કરવામાં આવી હતી તેમજ 100 થી વધુ ફૂટપાથ પર આવેલા ફેરીયાઓની ઓળખ પણ કરવામાં આવી હતી. પોલીસે આ કામગીરીમાં સતત 12 કલાક સુધી વોચ રાખી હતી અને આખરે બોરીવલી વેસ્ટમાં આવેલી સેન્ટ્રલ માર્કેટમાંથી એક કાપડની દુકાનમાં નોકરી કરતો આરોપી મનીષ મીણા ઝડપાઈ ગયો હતો.

હાલ તો પોલીસે હત્યાના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી મનીષ મીણાની ધરપકડ કરી લીધી છે. મનીષ મીણા મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને હાલમાં તે મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં રહેતો હતો. પોલીસે મુંબઈથી આરોપી મનીષ મીણાની ધરપકડ કરી અમદાવાદ લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news