TMCના 41 ધારાસભ્યો ભાજપમાં સામેલ થવા તૈયાર, કૈલાશ વિજયવર્ગીયનો મોટો દાવો
પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 (West Bengal Assembly Election 2021)ને જોતા ભારતીય જનતા પાર્ટી (BJP) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે જંગ મહત્વપૂર્ણ બની રહ્યો છે.
Trending Photos
કોલકત્તાઃ પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 (West Bengal Assembly Election 2021)ને જોતા ભારતીય જનતા પાર્ટી (BJP) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે જંગ મહત્વપૂર્ણ બની રહ્યો છે. આ વચ્ચે એક બાદ એક ટીએમસીના ઘણા નેતા ભાજપમાં સામેલ થઈ ચુક્યા છે. તો પશ્ચિમ બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે વધુ એક દાવો કરી મમતા બેનર્જી સહીત ટીએમસીમાં હડકંપ મચાવી દીધો છે.
કૈલાશ વિજયવર્ગીયનુ કહેવુ છે કે, મારી પાસે 41 ધારાસભ્યોની યાદી છે. જે ભાજપમાં આવવા ઈચ્છે છે. હું તેમને ભાજપમાં સામેલ કરીશ તો બંગાળમાં સરકાર પડી જશે. અમે જોઈ રહ્યાં છીએ કે કોને લેવા છે અને કોને નહીં. જો છબી ખરાબ છે તો અમે સામેલ કરીશું નહીં. બધાને લાગી રહ્યું છે કે મમતા બેનર્જીની સરકાર જઈ રહી છે.
मेरे पास 41 विधायकों की सूची हैं, वे बीजेपी में आना चाहते हैं। मैं उन्हें बीजेपी में शामिल करूं तो बंगाल में सरकार गिर जाएगी। हम देख रहे हैं कि किसे लेना है और किसे नहीं। अगर छवि खराब है किसी की तो हम नहीं लेंगे। सबको लग रहा है ममता बनर्जी की सरकार जा रही है: कैलाश विजयवर्गीय,BJP pic.twitter.com/f6Tj833mxZ
— ANI_HindiNews (@AHindinews) January 14, 2021
TMC-ભાજપમાં માહોલ ગરમ
આ પહેલા પશ્ચિમ બંગાળના ખાદ્ય અને પુરવઠા પ્રધાન જ્યોતિપ્રિય મલિકે કહ્યુ હતુ કે ભાજપના 6થી 7 સાંસદ જલદી ટીએમસીમાં સામેલ થશે. તેમણે દાવો કર્યો કે ભાજપમાં ઘણા લોકો વાપસી માટે ટીએમસીને ભલામણ કરી રહ્યાં છે, પરંતુ અંતિમ નિર્ણય પાર્ટી પ્રમુખ મમતા દીદીના હાથમાં છે, તેમની હા પર આગળનું પગલું ભરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે