Congress 3Rd List: કોંગ્રેસે ત્રીજી યાદી બહાર પાડી, ગુજરાતની 11 સહિત 57 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત

આગામી લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીએ 57 ઉમેદવારોના નામની જાહેરાત કરી. પોતાની ત્રીજી યાદીમાં કોંગ્રેસે ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, પુડુચેરી, રાજસ્થાન, તેલંગણા અને પશ્ચિમ બંગાળની લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી.

Congress 3Rd List: કોંગ્રેસે ત્રીજી યાદી બહાર પાડી, ગુજરાતની 11 સહિત 57 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત

આગામી લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીએ 57 ઉમેદવારોના નામની જાહેરાત કરી. પોતાની ત્રીજી યાદીમાં કોંગ્રેસે ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, પુડુચેરી, રાજસ્થાન, તેલંગણા અને પશ્ચિમ બંગાળની લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી. અધીર રંજન ચૌધરીને તેમની હાલની સીટ બહરામપુરથી ટિકિટ અપાઈ છે. અહીં તેમનો મુકાબલો પૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીએમસી ઉમેદવાર યુસુફ પઠાણ સાથે થશે. 

કોંગ્રેસની ત્રીજી યાદીમાં 57 નામ
કોંગ્રેસ પાર્ટીએ ગુરુવારે સાંજે લોકસભા ચૂંટણી માટે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત સાત રાજ્યોમાં 57 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી. કોંગ્રેસ પાર્ટીએ આ અગાઉ પહેલી યાદીમાં 39 નામ અને બીજી યાદીમાં 43 નામની જાહેરાત કરી હતી. 

— Congress (@INCIndia) March 21, 2024

ગુજરાતમાં 11 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર
કોંગ્રેસે અત્યાર સુધી જે સાત નામ જાહેર કર્યા હતા, જેમાં વધુ 11 નામનો ઉમરો થયો છે. કોંગ્રેસે કોને ટિકિટ આપી તેની વાત કરીએ તો, આણંદથી અમિત ચાવડા, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, પાટણથી ચંદનજી ઠાકોર, અમરેલીથી જેની ઠુમ્મર, સુરતથી નિલેશ કુંભાણી, ખેડા બેઠકથી કાળુ ડાભી, જામનગરથી જે.પી.મારવિયા અને દાહોદથી પ્રભા તાવિયાડને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપની ત્રીજી યાદી જાહેર
અત્રે જણાવવાનું થોડીવાર પહેલા જ આજે ભાજપે ત્રીજી યાદીમાં 9 નામની જાહેરાત કરી. ભાજપની ત્રીજી યાદીમાં તમિલનાડુ રાજ્યની લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ હતી. ભાજપે કોઈમ્બતુરથી તમિલનાડુ ભાજપના અધ્યક્ષ અન્નામલાઈને ટિકિટ આપી છે. જ્યારે ચેન્નાઈ સાઉથથી તમિલિસાઈ સુંદરરાજન, ચેન્નાઈ સેન્ટ્રલથી વિનોજ પી સેલ્વમ, વેલ્લોરથી એ સી શણમુગમ, કૃષ્ણાગિરીથી સી નરસિમ્હન, નીલગિરીથી એલ મુરુગન, પેરમબલુરથી ટી આર પારિવનધર, થોથુક્કુડીથી નૈનર નાગેન્દ્રન, કન્યાકુમારીથી પોન રાધાકૃષ્ણનને ટિકિટ આપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news