સવર્ણ આગેવાનોએ સરકાર સામે બાંયો ચડાવી,સમાજને અન્યાય નહી થવા દઇએ

 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એલઆરડી (LRD) ભરતી પ્રક્રિયામાં કોઈ પણ બહેનને અન્યાય  ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી  આગળ વધી રહી છે તેમ સ્પષ્ટ પણે 7 તારીખે જણાવ્યું હતું. જો કે આજે  સરકાર દ્વારા પરિપત્રન રદ્દ કર્યાની જાહેરાત કરી  છે.  પરિપત્ર રદ્દ કર્યાની જાહેરાત સાથે જ SC/ST/OBC દિગ્ગજ નેતાઓ પારણા કરાવવા માટે આંદોલન સ્થળ પર પહોંચ્યા હતા. જો કે આંદોલનકારીઓ વચ્ચે પ્રાથમિક તબક્કે અસમંજસ જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ પારણા કરવાની મનાઇક રી દીધી હતી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પરિપત્ર હાથમાં નહી આવે ત્યાં સુધી તેઓ આંદોલન સમેટશે નહી. જ્યાંરે પરિપત્ર રદ્દ થયાનાં નક્કર પુરાવા તેમને મળશે પછી જ આ સમગ્ર આંદોલન સમેટાશે. નેતાઓ દ્વારા હાલ સમગ્ર મુદ્દે આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.

સવર્ણ આગેવાનોએ સરકાર સામે બાંયો ચડાવી,સમાજને અન્યાય નહી થવા દઇએ

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એલઆરડી (LRD) ભરતી પ્રક્રિયામાં કોઈ પણ બહેનને અન્યાય  ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી  આગળ વધી રહી છે તેમ સ્પષ્ટ પણે 7 તારીખે જણાવ્યું હતું. જો કે આજે  સરકાર દ્વારા પરિપત્રન રદ્દ કર્યાની જાહેરાત કરી  છે.  પરિપત્ર રદ્દ કર્યાની જાહેરાત સાથે જ SC/ST/OBC દિગ્ગજ નેતાઓ પારણા કરાવવા માટે આંદોલન સ્થળ પર પહોંચ્યા હતા. જો કે આંદોલનકારીઓ વચ્ચે પ્રાથમિક તબક્કે અસમંજસ જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ પારણા કરવાની મનાઇક રી દીધી હતી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પરિપત્ર હાથમાં નહી આવે ત્યાં સુધી તેઓ આંદોલન સમેટશે નહી. જ્યાંરે પરિપત્ર રદ્દ થયાનાં નક્કર પુરાવા તેમને મળશે પછી જ આ સમગ્ર આંદોલન સમેટાશે. નેતાઓ દ્વારા હાલ સમગ્ર મુદ્દે આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.

જો કે સરકાર દ્વારા પરિપત્ર રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી તે સાથે જ હવે બિન અનામત વર્ગ પણ મેદાનમાં આવ્યો છે. અત્યાર સુધી પરદા પાછળ રહીને સમગ્ર ઘટનાક્રમ જોઇ રહેલા સવર્ણ વર્ગનાં નેતાઓ હવે મેદાને આવ્યા છે. કાલે સમગ્ર મુદ્દે ચિંતન બેઠકનું આયોજન સવર્ણો દ્વારા કરવામાં આવ્યું છે. સરકારનાં પરિપત્રનો અભ્યાસ કરીને સમગ્ર મુદ્દે આગળની રણનીતિ ઘડવામાં આવશે. જરૂરી પડશે આંદોલનથી માંડીને સવર્ણ નેતાઓને દબાણમાં લાવીને સમગ્ર મુદ્દે ઘટતું કરવામાં આવશે. પોતાનાં વર્ગને કોઇ પ્રકારનો અન્યાય ન થાય તેની તકેદારી રાખવામાં આવશે તેવી બાંહેધરી પણ વ્યક્ત કરી હતી.

વડોદરા: મહાશિવરાત્રીએ અમિત શાહ આપશે મોટી ગીફ્ટ, બનશે આકર્ષણનું કેન્દ્ર
બીજી તરફ હાલ આ મુદ્દે સરકાર પણ નિર્ણય લઇ શકે કે કેમ તે અંગે અવઢવ જોવા મળી રહી છે. કારણ કે હાલ આ સમગ્ર મુદ્દો કોર્ટમાં છે. એવામાં રાજ્ય સરકારનાં આ નિર્ણય લાગુ પડશે કે કેમ તે પણ એક સવાલ છે. જો કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવે તો રાજ્ય સરકાર તે લાગુ કરવા માટે બંધાયેલી છે. તેવામાં આ પરિપત્ર રદ્દ કરવો કેટલો યોગ્ય તે પણ એક મોટો સવાલ છે. હાલ તો આ આંદોલન સમેટાયું નથી. તો બીજી તરફ સવર્ણ સમાજે ઉગ્ર આંદોલનની તૈયારીઓ આરંભી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news