canceled

8 મહાનગર પાલિકાઓમાં ઓનલાઇન શાળા-કોલેજ/ પરીક્ષા થશે, બાકી સમગ્ર ગુજરાત રાબેતા મુજબ

કોરોનાના વધતા જતા કેસનો પગલે ગુજરાતભરના વાલીઓ ચિંતાતુર બન્યા હતા. શૈક્ષણિક કાર્ય બંધ કરવાની માંગ ઉઠી હતી

Mar 18, 2021, 04:33 PM IST

બોટાદમાં ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસમાં કકળાટ, આંતરિક વિખવાદ પોતાની ચરમસીમાએ પહોંચ્યો

જીલ્લા પંચાયતની ચુંટણીમાં કોગ્રેસના વધુ ૧૪ ફોર્મ રદ થતા એકબીજા ઉપર આક્ષેપ કરતા આગેવાનો ચુંટણી પહેલા કોગ્રેસને પડ્યો છે મોટો ઝટકો. જીલ્લા પંચાયતની માત્રે બે સીટો ઉપર લડશે ચુંટણી. તો આમ આદમી ૧૨ બેઠકો ઉપર લડશે ચુંટણી હવે ભાજપ અને આમ આદમી વચ્ચે સીધી જંગ. ધારાસભ્ય સૌરભ પટેલના કહેવાથી કોગ્રેસના ફોર્મ અધિકારીએ રદ કર્યા જીલ્લા કોગ્રેસ પ્રમુખનું નિવેદન. તો જીલ્લા ભાજપ પ્રમુખે તમામ આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા હતા. 

Feb 26, 2021, 05:24 PM IST

કાંકરિયા કાર્નિવલને કોરોનાનું ગ્રહણ: મેયર બિજલ પટેલે કાર્યક્રમ રદ્દ કરાયાની અધિકારીક જાહેરાત કરી

અમદાવાદ શહેરમાં ડિસેમ્બર મહિનાને અંતે યોજાતો કાંકરિયા કાર્નિવલ આ વખતે યોજાશે નહી. કોરોના મહામારી વચ્ચે કોર્પોરેશ તંત્ર દ્વારા અધિકારીક રીતે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. મેયર બિજલ પટેલ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરતા કહ્યું કે, કોરોના સંક્રમણ વધ્યું છે અને રાજ્ય સરકારની ગાઇડ લાઇન અનુસાર આ તહેવાર શક્ય નથી. તેવામાં અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી નિમિત્તે આયોજીત કાંકરિયા કાર્નિવલનું આયોજન આ વર્ષે મોકુફ રાખવામાં આવ્યું છે. 

Nov 25, 2020, 01:01 AM IST

અંબાજી: ઇતિહાસમાં પહેલીવાર ભાદરવો છતા મંદિર સુમસામ, ઓનલાઇન દર્શનની વ્યવસ્થા

ભાદરવી પૂનમના મેળાનું આજે ચોથો દિવસ છે, પણ ચાલુ વર્ષે મેળો સરકારે રદ્દ કરતા મંદિર પરીસર સુમસામ જોવા મળી રહ્યુ છે. જો કે અંબાજી મેળા દરમ્યાન આવતા લાખો શ્રદ્ધાળુઓને માતાજીના દર્શનથી વંચિત ન રહી જાય તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ માધ્યમો દ્વારા ઓનલાઇન દર્શન કરાવવાની વ્યવસ્થા કરી છે. મેળાના પ્રથમ દિવસથી લોકોની સુખાકારી અને કોરોનાના વિનાશ માટે મંદિર પરીસરમાં વિશાળ સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે હોમ હવન સતત સાત દિવસ સુધી ચાલશે સાથે વિશ્વના કલ્યાણ અર્થે નિજ મંદિરમાં મંદિરના બ્રાહ્મણો  સતત ચંડીપાઠ કરી રહ્યા છે. 

Aug 30, 2020, 05:19 PM IST

અમદાવાદ: સુરત, ભરૂચ અને વડોદરા તરફ જતી તમામ GSRTC ની ટ્રીપ રદ્દ

કોરોનાએ સમગ્ર ગુજરાતને ભરડામાં લીધું છે. જેના પગલે દરેકે દરેક જિલ્લાઓ પોત પોતાની રીતે કોરોનાથી બચવા માટે મથી રહ્યા છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત અમદાવાદ આ મુદ્દે સૌથી વધારે ચિંતિત છે. અમદાવાદમાં મહા મુશ્કેલીએ કોરોના સંક્રમણ કાબુમાં આવ્યું છે. જો કે હવે કોરોનાનું બીજુ હોટસ્પોટ સુરતમાંથી સંક્રમિતો અમદાવાદમાં ન પ્રવેશે તે માટે વિવિધ ઉપાયો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને હવે અમદાવાદથી સુરત,વડોદરા ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં જતી એસટી બસોના સંચાલન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. 

Jul 13, 2020, 06:17 PM IST

કોરોના વાયરસ: ગુજરાતમાં 4 શંકાસ્પદ કેસ, અનેક કાર્યક્રમો રદ્દ રખાયા

ભારતમાં કોરોના વાયરસના પગપેસારા સાથે આજે ગુજરાતમાં અમદાવાદમાં ત્રણ અને સુરતના બે શંકાસ્પદ કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે. અમદાવાદનાં સેટેલાઇટ વિસ્તારના દંપત્તીને કોરોના વાયરસની અસર જેવા લક્ષણો દેખાતા SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના લોહીના નમુના લઇને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આગામી 2 દિવસમાં આવશે. આ સિવાય સિંગાપોરથી અમદાવાદ પરત ફરેલી 23 વર્ષીય એક યુવતીને શંકાસ્પદ કોરોનાને કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે રિપોર્ટ નેગેટિવ આવતા યુવતીએ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

Mar 5, 2020, 12:33 AM IST

બજેટસત્ર 26મી તારીખે યોજાશે, કોઇને અન્યાય નહી થાય તેવી રીતે પરિપત્રમાં સુધારો કરાશે

રાજ્યમાં LRD ભરતીમાં અનામત વર્ગની મહિલાઓને 1-8-18નાં પરિપત્રના કારણે અન્યાય થવા મુદ્દે 64 દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલન મુદ્દે સરકારે નમતુ ઝોખ્યું છે. પરિપત્રમાં સુધારો કરવા માટેની હૈયાધારણા આંદોલનકર્તાઓને આપી છે. જો કે આ મુદ્દે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું કે, એલઆરડી સંદર્ભે 1-8-18નો પરિપત્ર છે તેમાં કોઇ પણ વિસંગતતાઓ હશે તો તેને સરકાર દ્વારા દુર કરવામાં આવશે. તેમણે દેશનાં જુદા જુદા રાજ્યોમાં તેનો કઇ રીતે અમલ થાય છે તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

Feb 11, 2020, 08:55 PM IST

સવર્ણ આગેવાનોએ સરકાર સામે બાંયો ચડાવી,સમાજને અન્યાય નહી થવા દઇએ

 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એલઆરડી (LRD) ભરતી પ્રક્રિયામાં કોઈ પણ બહેનને અન્યાય  ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી  આગળ વધી રહી છે તેમ સ્પષ્ટ પણે 7 તારીખે જણાવ્યું હતું. જો કે આજે  સરકાર દ્વારા પરિપત્રન રદ્દ કર્યાની જાહેરાત કરી  છે.  પરિપત્ર રદ્દ કર્યાની જાહેરાત સાથે જ SC/ST/OBC દિગ્ગજ નેતાઓ પારણા કરાવવા માટે આંદોલન સ્થળ પર પહોંચ્યા હતા. જો કે આંદોલનકારીઓ વચ્ચે પ્રાથમિક તબક્કે અસમંજસ જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ પારણા કરવાની મનાઇક રી દીધી હતી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પરિપત્ર હાથમાં નહી આવે ત્યાં સુધી તેઓ આંદોલન સમેટશે નહી. જ્યાંરે પરિપત્ર રદ્દ થયાનાં નક્કર પુરાવા તેમને મળશે પછી જ આ સમગ્ર આંદોલન સમેટાશે. નેતાઓ દ્વારા હાલ સમગ્ર મુદ્દે આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.

Feb 11, 2020, 07:04 PM IST

અનામત મુદ્દે સરકારનો વિવાદિત પરિપત્ર રદ્દ, જો કે આંદોલનકારીઓ પારણા કરવાની મનાઇ

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ એલઆરડી (LRD) ભરતી પ્રક્રિયામાં કોઈ પણ બહેનને અન્યાય  ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી  આગળ વધી રહી છે તેમ સ્પષ્ટ પણે 7 તારીખે જણાવ્યું હતું. જો કે આજે  સરકાર દ્વારા પરિપત્રન રદ્દ કર્યાની જાહેરાત કરી  છે.  પરિપત્ર રદ્દ કર્યાની જાહેરાત સાથે જ SC/ST/OBC દિગ્ગજ નેતાઓ પારણા કરાવવા માટે આંદોલન સ્થળ પર પહોંચ્યા હતા. જો કે આંદોલનકારીઓ વચ્ચે પ્રાથમિક તબક્કે અસમંજસ જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ પારણા કરવાની મનાઇક રી દીધી હતી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પરિપત્ર હાથમાં નહી આવે ત્યાં સુધી તેઓ આંદોલન સમેટશે નહી. જ્યાંરે પરિપત્ર રદ્દ થયાનાં નક્કર પુરાવા તેમને મળશે પછી જ આ સમગ્ર આંદોલન સમેટાશે. નેતાઓ દ્વારા હાલ સમગ્ર મુદ્દે આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. 

Feb 11, 2020, 06:23 PM IST

Bin Sachivalay Clerk Exam: બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા રદ કરવા ઉગ્ર આંદોલન: પરીક્ષા રદ્દ નહી તો સરકાર પણ નહી!!

ગાંધીનગરમાં ઉઠેલા બિનસચિવાલય પરીક્ષા (bin sachivalay exam) ના મુદ્દે આક્રોશ બાદ ગુજરાત સરકાર પોતાનો બચાવ કરવા મેદાનમાં ઉતરી હતી. વિદ્યાર્થીઓ તથા સોશિયલ મીડિયા પર ઘેરાયેલી રૂપાણી સરકાર (Vijay Rupani) નો ભારે વિરોધ થયો હતો. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ પાણી વહી ગયા બાદ પાળ બાંધતા હોય તેમ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે કેવા એક્શન લેવાયા છે તેની માહિતી આપી હતી. જો કે વિદ્યાર્થીઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જ્યાં સુધી પરીક્ષા રદ્દ નહી થાય ત્યાં સુધી તેઓ ઘરે નહી જાય.

Dec 4, 2019, 06:21 PM IST

ભાવનગર સહિત રાજ્યમાં એર ઓડિસાની ફ્લાઇટ બંધ કરાઇ

એરલાઈન્સના એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીને કારણે રાજ્યમાં લાંબા સમયથી ઉડાન યોજના હેઠળ વિમાન સેવા ઠપ થઈ ગઈ છે.

Dec 2, 2018, 10:13 PM IST