અનોખી સિદ્ધિ: સિવિલ હોસ્પિટલે કરી કમાલ, હાડકાનાં કેન્સરની કરી મેજર સર્જરી
સિવિલમાં આવેલા કેન્સર વિભાગના તબીબોની મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસિલ કરી છે. દ્વારકાની 7 વર્ષની બાળકીનું કેન્સરવાળું હાડકું બહાર કાઢી તેમાંથી ટ્યુમર દુર કરી 6 કલાકની સર્જરી બાદ હાડકું ફરી ફીટ કરાયું છે. આ ઓપરેશન માટે પ્રથમવાર થ્રીડી પ્રિન્ટીંગ અને લીક્વીડ નાઈટ્રોજન ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો હતો. થાપાનું હાડકું ટેક્નોલોજીથી કાઢી તેને કેન્સર મુક્ત કરાયું. બાળકીનું હાડકું પાછું પ્લેટ અને સ્ક્રુની મદદથી સફળતાપૂર્વક ફીટ કરાયું છે. રૂપિયા 8 થી 10 લાખમાં થતું ઓપરેશન કેન્સર વિભાગ દ્વારા નિ:શુલ્ક કરવામાં આવ્યું છે.
Trending Photos
અતુલ તિવારી/ અમદાવાદ: સિવિલમાં આવેલા કેન્સર વિભાગના તબીબોની મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસિલ કરી છે. દ્વારકાની 7 વર્ષની બાળકીનું કેન્સરવાળું હાડકું બહાર કાઢી તેમાંથી ટ્યુમર દુર કરી 6 કલાકની સર્જરી બાદ હાડકું ફરી ફીટ કરાયું છે. આ ઓપરેશન માટે પ્રથમવાર થ્રીડી પ્રિન્ટીંગ અને લીક્વીડ નાઈટ્રોજન ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો હતો. થાપાનું હાડકું ટેક્નોલોજીથી કાઢી તેને કેન્સર મુક્ત કરાયું. બાળકીનું હાડકું પાછું પ્લેટ અને સ્ક્રુની મદદથી સફળતાપૂર્વક ફીટ કરાયું છે. રૂપિયા 8 થી 10 લાખમાં થતું ઓપરેશન કેન્સર વિભાગ દ્વારા નિ:શુલ્ક કરવામાં આવ્યું છે.
અર્જુનના સાત કોઠા જેવા અમદાવાદના રસ્તા પર હોર્ન વગાડવુ હવે ભારે પડી જશે, AMC લાવ્યું નવો નિયમ
આ સર્જરી માટે આખું હાડકું કાઢવાને બદલે પહેલાં હાડકાનો એકસ-રે, સિટી સ્કેન અને એમઆરઆઇ કરીને થ્રીડી પ્રિન્ટિંગ મશીન દ્વારા હાડકાની સાઇઝ નક્કી કરાઈ હતી. બાળકીના થાપાનું હાડકું 30 સેમીનું જ્યારે ગાંઠ 18 સેમીની હતી. આ ટેકનોલોજી વિના બાળકીના 3 સેમી ઘૂંટણની સાથે 18 સેમી ટ્યુમરવાળું હાડકું એમ કુલ 21 સેમી જેટલું હાડકું કાઢવું પડે તેમ હતું. તેને બદલે ટેકનોલોજીની મદદથી હાડકાનું ચોક્કસ માપ કાઢ્યું અને હાડકું આડુંઅવળું કપાય નહિ તે માટે થ્રી ડી પ્રિન્ટિંગથી ડેમો મોડેલ બનાવીને જીગ ડિવાઇસથી કાપ્યું અને સર્જરી કરાઈ હતી.
બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચાલી રહ્યા છે મોટા લોચા, નવસારીમાં ખેડૂતોને અંધારામાં રાખીને કરાઈ સેટેલાઈટ માપણી
અમદાવાદના સિવિલમાં આવેલા કેન્સર વિભાગના ઓર્થોપેડિક ઓન્કો સર્જન ડો. અભિજીત સાળુંકે એ જણાવ્યું હતું કે થ્રીડી પ્રિન્ટીંગ અને લીક્વીડ નાઈટ્રોજન ટેક્નોલોજીનો ઉપયોગ પ્રથમવાર કરવામાં આવ્યો છે. આવા કેસમાં આર્ટિફિશિયલ હાડકું તેમજ ઘૂંટણનો સાંધો બદલવાની ફરજ પડે છે. ત્યારે બાળકીની ઉંમર માત્ર 7 વર્ષ હોવાને કારણે અમે બાળકીનાં થાપાનાં હાડકાને બહાર કાઢી તેને ટ્યુમરમુક્ત કરીને પાછું બેસાડ્યું છે. બાળકીના હાડકાને ફરી ફીટ કરવા માટે 15 સ્ક્રુ અને 3 પ્લેટનો ઉપયોગ કરવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની સર્જરી ખાનગી હોસ્પીટલમાં લગભગ 8થી 10 લાખ રૂપિયાના ખર્ચે કરાતી હોય છે પરંતુ કેન્સર વિભાગ દ્વારા આ સર્જરી કેન્સર વિભાગના ડાયરેક્ટર ડોક્ટર શંશાક પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરાઈ હતી. સર્જરીમાં ડો. સાળુંકે સાથે સર્જિકલ ઓન્કોલોજીસ્ટ ડો. મયુર કામાણી, ડો. વિશાલ ભાભોર તેમજ ડો. વિકાસ વરીકુ પણ જોડાયા હતા.
સિવિલ કેન્સર વિભાગનાં ડોક્ટર્સની ટીમ...
- ડોક્ટર શંશાક પંડ્યા
- ડો. અભિજીત સાળુંકે
- ડો. મયુર કામાણી
- ડો. વિશાલ ભાભોર
- ડો. વિકાસ વરીકુ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે