ચોંકાવનારો સરવે : પેટાચૂંટણીમાં ભાજપને ભારે નુકસાન થઈ શકે છે

ચોંકાવનારો સરવે : પેટાચૂંટણીમાં ભાજપને ભારે નુકસાન થઈ શકે છે
  • સરવે કહે છે કે 3 નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપને ચાર બેઠકો પર હારનો સામનો કરવો પડી શકે છે.
  • આ હારને જીતમાં બદલવા માટે ભાજપ મોવડીઓ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે 

બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાતની 8 બેઠકોની પેટાચૂંટણીની આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તારીખ જાહેર કરી દેવાઈ છે. 3 નવેમ્બરે રાજ્યમાં વિધાનસભાની 8 ખાલી બેઠકો પર પેટાચૂંટણી (gujarat byelection) યોજાશે. ત્યારે તે પહેલા ભાજપ દ્વારા સરવે હાથ ધરાયો હતો. જેનું ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે. 8 બેઠક પર ભાજપ (BJP) ના જ સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ભાજપ માટે નકારાત્મક વાતાવરણ હોવાનો સરવેમાં ખુલાસો થયો છે. 

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાનો સેકન્ડ વેવ શરૂ, પરંતુ લોકોની લાપરવાહીએ સૌ કોઈની ઊંઘ ઉડાવી 

4 બેઠકો પર કરવો પડશે હારનો સામનો 
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં કપરાડા, ડાંગ, લીંબડી, ગઢડા, ધારી, મોરબી, કરજણ, અબડાસામાં આજે પેટાચૂંટણીની જાહેરાત થઈ છે. આ પેટાચૂંટણીમાં ભાજપને ભારે નુકસાન થઈ શકે છે. 8 માંથી 4 બેઠક પર વર્તમાન પરિસ્થિતિમાં ભાજપને ભૂંડી હારનો સામનો કરવો પડી શકે છે. જેમાં લીંબડી, મોરબી, કરજણ, ધારીમાં ભાજપની હાર થઈ શકે છે. અન્ટી ઇન્કમ્બન્સી સહિત સ્થાનિક મુદ્દા ભાજપને નુકસાન કરી શકે છે. ત્યારે આવા નિરાશાજનક પરિણામ બાદ તમામ બેઠકો પર 15 દિવસ બાદ ફરી સરવે કરાશે તેવું નક્કી કરાયું છે. ભાજપના સિનિયર નેતાઓ 4 બેઠકો પર આગામી સપ્તાહમાં મુલાકાત કરાશે. 

આ પણ વાંચો : ગુજરાતની 8 બેઠકો પર પેટાચૂંટણીની તારીખ થઈ જાહેર

કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહાર 
તો બીજી તરફ, કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, મતદારોએ ભાજપને સબક શીખવાડવાનું મન બનાવી લીધું છે. પ્રજાએ પક્ષપલટુઓને બરાબરનો પરચો બતાવ્યાનો ઇતિહાસ છે. 8 બેઠક પર કોંગ્રેસનો વિજય થશે. 25 વર્ષના ભાજપના શાસનમાં ગુંડારાજ વધી રહ્યું છે. પ્રજા તેમને જાકારો આપશે. જો એક વાર કોઇ જનાદેશનુ અનાદેશ કરે તો તેને પ્રજા જાકારો આપશે. હાલ બધા નિર્ણય દિલ્હીથી લેવાઇ રહ્યા છે. જે મહેણું કોગ્રેસને મારવામાં આવતું હતું તેનાથી વધારે ખરાબ સ્થિતિ ભાજપાની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news