જે આફ્રિકન કોરોના વેરિયન્ટથી આખી દુનિયા થરથર ધ્રુજે છે ત્યાંથી રોજે રોજ સુરતમાં આવે છે...

હાલમાં દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિએન્ટના કારણે ભારત સરકાર પણ એક્શનમાં છે. પરંતુ અગત્યની વાત એ છે કે સુરતમાં વિશ્વના 100માંથી 90 હીરા કટ અને પોલિશડ થાય છે. જેમાંથી મોટાભાગના હીરા સાઉથ આફ્રિકાના માઇન્સથી આવતા હોય છે. કોરોના કાળમાં ઓનલાઈન રફ ડાયમંડની ખરીદી થઈ રહી હતી પરંતુ હાલમાં રુબરૂ જઇને રફ ડાયમંડની ખરીદી કરવા લાગ્યાં હતાં. પરંતુ દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટને કારણે હવે ફરીથી હીરાના વેપારીઓએ ફરી એક બખ્ત બ્લાઇન્ડ ખરીદી કરવી પડશે, એટલે કે તેઓ ઓનલાઇન ખરીદી તરફ વળવું પડશે. 

Updated By: Nov 28, 2021, 06:54 PM IST
જે આફ્રિકન કોરોના વેરિયન્ટથી આખી દુનિયા થરથર ધ્રુજે છે ત્યાંથી રોજે રોજ સુરતમાં આવે છે...
પ્રતિકાત્મક તસ્વીર

તેજસ મોદી/સુરત : હાલમાં દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિએન્ટના કારણે ભારત સરકાર પણ એક્શનમાં છે. પરંતુ અગત્યની વાત એ છે કે સુરતમાં વિશ્વના 100માંથી 90 હીરા કટ અને પોલિશડ થાય છે. જેમાંથી મોટાભાગના હીરા સાઉથ આફ્રિકાના માઇન્સથી આવતા હોય છે. કોરોના કાળમાં ઓનલાઈન રફ ડાયમંડની ખરીદી થઈ રહી હતી પરંતુ હાલમાં રુબરૂ જઇને રફ ડાયમંડની ખરીદી કરવા લાગ્યાં હતાં. પરંતુ દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટને કારણે હવે ફરીથી હીરાના વેપારીઓએ ફરી એક બખ્ત બ્લાઇન્ડ ખરીદી કરવી પડશે, એટલે કે તેઓ ઓનલાઇન ખરીદી તરફ વળવું પડશે. 

SURAT ધંધા રોજગાર બાદ હવે ગુનાખોરીમાં પણ મુંબઇની સાઇડ કાપશે, નઇ જેવી બાબતમાં હત્યા

આ સમગ્ર મામલે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વેસ્ટ ઝોન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, કોવિડ 19ની પહેલી અને બીજી વેવને કારણે હીરા ઉદ્યોગને ખાસુ એવું નુકસાન થયું છે. જોકે આ સમયને કારણે રફ ડાયમન્ડ ટ્રેડિંગનું બિઝનેસ મોડલ બદલાઈ ગયું છે. છેલ્લા બે વર્ષથી જે પણ બિઝનેસ થાય છે તે ઓનલાઇન થતો હોય છે. તમામ એક્ઝિબિશન પણ ઓનલાઇન થઇ રહ્યાં છે. અગાઉ સાઉથ આફ્રિકામાં નાના મોટા માઈનસ હોવાના કારણે ત્યાં વેપારીઓ ને જવું પડતું હતું. લોકો સાઉથ આફ્રિકા જઈને ત્યાં જોઈ અને ભાવ અનુસાર રફ ડાયમંડ ખરીદતા હતાં. પરંતુ કોવિડ19ની પરિસ્થિતિની અંદર તેઓએ બિઝનેસ પોલીસી ચેન્જ કરી નાખી હતી.

અમદાવાદના અતિવ્યસ્ત ગણાતા વિસ્તારના કોમ્પલેક્ષમાં વિકરાળ આગ, ફિલ્મનું શૂટિંગ હોય તેવા દ્રશ્યો સર્જાયા

હવે માઇન્સ માલિકો જે પણ રફ ડાયમંડ છે તે ક્રોકર્સ કંપનીને આપી દેતાં હોય છે. ત્યાર પછી કંપની બેલ્જિયમ, દુબઈમાં એક્ઝિબિશન મારફતે બિઝનેસ કરતી હોય છે. બીજી વેવ બાદ થાળે પડેલી પરિસ્થિતિને કારણે વેપારીઓ આફ્રિકા જઈ રહ્યા હતાં, પરી હાલની પરિસ્થિતિ ચિંતાનો વિષય ચોક્કસથી છે. ખાસ કરીને બોત્સવાનાની અંદર નવા વેરિએન્ટ અંગેની વાત સામે આવી છે અને બોત્સવાનાની અંદર DTC કંપનીનું હેડ ક્વાટર્સ છે. અગાઉ ત્યાં લોકો રફ ડાયમંડ જોવા માટે જતા હતાં પરંતુ હવે વેપારીઓ માટે વિકલ્પ તરીકે બેલ્જિયમ અને દુબઈ પણ છે. 

અરવલ્લી : સરકારી નોકરીની આશાએ આવેલા યુવકનું હોમગાર્ડ ભરતી મેળા દરમિયાન મોત થયું

જેથી બોત્સવાના જવાની જરૂર રહેતી નથી. જોવા જઈએ તો બોત્સવાનામાં DTC હેડ ક્વાટર્સ હોવાથી મોટો બિઝનેસ થાય છે. અહીં 15 થી 20 મિલિયન ડૉલરનો વેપાર થાય છે. હવે નવા વેરિયન્ટના કારણે ઓનલાઇન ટ્રેડિંગના હિસાબે કોઈને હાલ તકલીફ તો આવશે નહીં. પરંતુ છેલ્લા બે મહિનાથી લોકો જ્યારથી ટ્રાવેલિંગની શરૂઆત થઈ છે તેથી ત્યાં જઈ રહ્યાં હતાં અને રફ ડાયમંડની ખરીદી રૂબરૂ કરી શકતાં હતાં. પરંતુ હવે ફરીથી જે ઓનલાઇન ટ્રેડિંગ હતું તે જ પ્રમાણે ખરીદી કરવી પડશે. એટલે કે બ્લાઇન્ડ ખરીદી ફરીથી શરૂ થશે અને વિશ્વાસના આધારે લોકો એકબીજાની સાથે વેપાર કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube