સુરતમાં સરકારી વાહનો પણ અસલામત, સિવિલના સુપ્રીટેન્ડની કારની થઇ ચોરી
સુરતના સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલી સુપ્રીટેન્ડની સરકારી ગાડીને નિશાન બનાવામાં આવી છે.
Trending Photos
સુરત: સુરતમાં નવી સિવિલ ખાતે સરકારી કારની ચોર થતાં ચોર સીસીટીવીમાં કેદ થયો હતો. સરકારી ગાડીની ચોરી થાય એટલે એમ કે સરકારી ગાડીઓજ ચોરથી સુરક્ષિત નથી તો, સામાન્ય જનતાના વાહનોની સલામતી કોણ રાખશે એ યક્ષ પ્રશ્ન છે. સુરતના સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલી સુપ્રીટેન્ડની સરકારી ગાડીને નિશાન બનાવામાં આવી છે. ત્યારે મહત્વની વાતતો એ છે, કે આ હોસ્પિટલમાં ખટોદરા પોલીસ સ્ટેશનની એક ચોકી આવેલી હોવા છતા સરકારી વાહનની ચોરી થતી હોય તો સામન્ય માણસના વાહનોની સલામતી સરકાર કેવી રીતે કરશે.
ચોકીથી 100મીટરના અંતરે કાર પાર્ક કરવામાં આવી હતી. અને છતા પણ શાતિર ચોરે આરામથી તેને ચલાવીને ભાગી ગયો. આ સમગ્ર ઘટના હોસ્પિટલમાં આવેલા સીસીટીવીમાં કેદ થઇ છે. ખટોદરા પોલીસે ચોરીનો ગુન્હો નોંધી ચોરી કરાયેલી સરકારી કાર અને ચોરને પકડવાનો ઘમઘમાટ શરૂ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે