ભાજપમાંથી આ 36 જૂના જોગીઓ સામે પાર્ટીએ કયા ચહેરાઓને મેદાનમાં ઉતર્યા, આ રહ્યું લિસ્ટ

Gujarat Elections: ભાજપની બીજી યાદી આજે આવી શકે છે. જેમાં પ્રથમ તબક્કાના 5 ઉમેદવારોના નામ જાહેર કરશે. પ્રથમ તબક્કાના 84 ઉમેદવારોની જાહેરાત કરી દેવાઈ છે. તો બુધવારે ભાજપે 160 ઉમેદવારોની યાદી કરી જાહેર કરી છે. 

ભાજપમાંથી આ 36 જૂના જોગીઓ સામે પાર્ટીએ કયા ચહેરાઓને મેદાનમાં ઉતર્યા, આ રહ્યું લિસ્ટ

Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 36 ધારાસભ્યોને પડતા મુકાયા છે. પ્રથમ તબક્કાની 89 બેઠકોમાંથી હજુ 5 ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.

BJP પ્રથમ તબક્કાના 5 ઉમેદવારોના નામ જાહેર કરશે
તો બીજી તરફ, ભાજપની બીજી યાદી આજે આવી શકે છે. જેમાં પ્રથમ તબક્કાના 5 ઉમેદવારોના નામ જાહેર કરશે. પ્રથમ તબક્કાના 84 ઉમેદવારોની જાહેરાત કરી દેવાઈ છે. તો બુધવારે ભાજપે 160 ઉમેદવારોની યાદી કરી જાહેર કરી છે. 

ક્રમ    સીટનો ક્રમ        બેઠક    કયા ઉમેદવાર કપાયા?            કોની તક મળી?

1.     3    ભુજ          ડૉ. નીમાબેન આચાર્ય            કેશુભાઈ પટેલ    
2.     4    અંજાર          વાસણ આહિર            ત્રિકમ છાંગા
3.     13    ડીસા          શશિકાંત પંડ્યા            પ્રવીણ માળી
4.     25    મહેસાણા         નીતિન પટેલ (સ્વૈચ્છિક ઈનકાર)        મુકેશ પટેલ
5.     28    ઈડર            હિતુ કનોડિયા            રમણલાલ વોરા
6.     42    વેજલપુર         કિશોર ચૌહાણ             અમિત ઠાકર
7.     44    એલિસબ્રિજ     રાકેશ શાહ            અમિત પી. શાહ
8.     45    નારણપુરા         કૌશિક પટેલ            જિતેન્દ્ર પટેલ
9.     47    નરોડા            બલરામ થાવાણી            ડૉ. પાયલ કુકરાણી
10.     48    ઠક્કરબાપા નગર      વલ્લભ કાકડિયા            કંચન રાદડિયા
11.     50    અમરાઈવાડી      જગદીશ પટેલ            ડૉ. હસમુખ પટેલ
12.     53    મણિનગર         સુરેશ પટેલ             અમૂલ ભટ્ટ
13.     55    સાબરમતી         અરવિંદ પટેલ            ડૉ. હર્ષદ પટેલ
14.     56    અસારવા          પ્રદીપ પરમાર             દર્શના વાઘેલા
15.     58    ધોળકા             ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા (સ્વૈચ્છિક ઈનકાર)    કિરીટસિંહ ડાભી
16.     62    વઢવાણ           ધનજી પટેલ            જિજ્ઞા પંડ્યા
17.     64    ધ્રાંગધ્રા           પરસોત્તમ સાબરિયા            પ્રકાશ વરમોરા
18.     65    મોરબી            બ્રિજેશ મેરજા            કાંતિ અમૃતિયા
19.     68    રાજકોટ પૂર્વ        અરવિંદ રૈયાણી            ઉદય કાનગડ
20.     69    રાજકોટ પશ્ચિમ      વિજય રૂપાણી (સ્વૈચ્છિક ઈનકાર)        ડૉ. દર્શિતા શાહ
21.     70    રાજકોટ દક્ષિણ      ગોવિંદ પટેલ            રમેશ ટીલાળા
22.     71    રાજકોટ ગ્રામ્ય        લાખા સાગઠિયા            ભાનુ બાબરિયા
23.     78    જામનગર ઉત્તર       ધર્મેન્દ્રસિંહ જાડેજા            રિવાબા જાડેજા
24.     79    જામનગર દક્ષિણ      આર. સી. ફળદુ (સ્વૈચ્છિક ઈનકાર)    દિવ્યેશ અકબરી
25.     99    મહુવા                  રાઘવજી મકવાણા             શિવા ગોહિલ
26.     106    ગઢડા                  આત્મારામ પરમાર            શંભુપ્રસાદ ટૂંડિયા
27.     107    બોટાદ                 સૌરભ પટેલ            ઘનશ્યામ વિરાણી
28.     115    માતર                  કેસરીસિંહ સોલંકી            કલ્પેશ પરમાર
29.    127    કાલોલ                  સુમનબેન ચૌહાણ            ફતેસિંહ ચૌહાણ
30.    136    વાઘોડિયા               મધુ શ્રીવાસ્તવ            અશ્વિન પટેલ
31.    143    અકોટા                  સીમાબેન મોહિલે            ચૈતન્ય દેસાઈ
32.    144    રાવપુરા                રાજેન્દ્ર ત્રિવેદી            બાલકૃષ્ણ શુક્લા
33.     153    ભરૂચ                  દુષ્યંત પટેલ             રમેશ મિસ્ત્રી
34.     158    કામરેજ                વી. ડી. ઝાલાવાડિયા            પ્રફુલ્લ પાનસેરિયા
35.    164    ઉધના                  વિવેક પટેલ            મનુભાઈ પટેલ
36.     175    નવસારી               પીયૂષ દેસાઈ            રાકેશ દેસાઈ

ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસે કુલ 89 ઉમેદવારોના નામની જાહેરાત અત્યાર સુધી કરી છે. જેમાં જામખંભાળિયા બેઠક પર દિગ્ગજ નેતા વિક્રમ માડમને રિપીટ કરાયા છે. તો લલિત વસોયા, અમરિશ ડેર, પ્રતાપ દૂધાત, પરેશ ધાનાણી જેવા ફાયરબ્રાન્ડ ધારાસભ્યોને કોંગ્રેસે પણ રિપીટ કર્યાં છે. આ સાથે જ કોંગ્રેસ અનેક ધારાસભ્યોને રિપીટ કર્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news