ઈતિહાસમાં દબાયેલી ઘટનાને દિલ્હીની પરેડમાં જીવંત કરાશે, 1200 ગુજરાતીઓનુ લોહી વહ્યુ હતુ, કૂવાનુ પાણી પણ લાલ થયુ હતું

આઝાદીની લડત માટે જલિયાવાલા બાગના હત્યાકાંડથી પણ વધુ મોટો કાંડ ગુજરાતના ઈતિહાસ (gujarat history) માં થયો હતો. ગુજરાતની હેર નદી કિનારે 1922 માં સભામાં એકઠા 1200 જેટલા લોકો પર એંગ્રેજોએ ગોળીઓનો કાળો કેર વરસાવ્યો હતો. જેને લઈને શહીદોથી કુવો ભરાઈ ગયો હતો. ઈતિહાસના પાના પર ક્યાંય નથી ત્યારે 100 વર્ષ બાદ આ ઈતિહાસ દિલ્હીમાં રજુ થનાર ટેબલો (Republic Day) માં દેખાશે, જેને લઈને આ વિસ્તારના લોકો ગૌરવ અનુભવી રહ્યા છે. 

ઈતિહાસમાં દબાયેલી ઘટનાને દિલ્હીની પરેડમાં જીવંત કરાશે, 1200 ગુજરાતીઓનુ લોહી વહ્યુ હતુ, કૂવાનુ પાણી પણ લાલ થયુ હતું

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :આઝાદીની લડત માટે જલિયાવાલા બાગના હત્યાકાંડથી પણ વધુ મોટો કાંડ ગુજરાતના ઈતિહાસ (gujarat history) માં થયો હતો. ગુજરાતની હેર નદી કિનારે 1922 માં સભામાં એકઠા 1200 જેટલા લોકો પર એંગ્રેજોએ ગોળીઓનો કાળો કેર વરસાવ્યો હતો. જેને લઈને શહીદોથી કુવો ભરાઈ ગયો હતો. ઈતિહાસના પાના પર ક્યાંય નથી ત્યારે 100 વર્ષ બાદ આ ઈતિહાસ દિલ્હીમાં રજુ થનાર ટેબલો (Republic Day) માં દેખાશે, જેને લઈને આ વિસ્તારના લોકો ગૌરવ અનુભવી રહ્યા છે. 

આઝાદીના સંગ્રામમાં 1919 ના જલિયાવાલા બાગનો હત્યાકાંડ ઈતિહાસના પાના પર અંકિત થયેલ છે. પરંતુ આઝાદીની લડતનો સાબરકાંઠાના વિજયનગરનો પાલ દઢવાવ ગામનો હત્યાકાંડ જલિયાવાલા કાંડ કરતા પણ મોટો હત્યાકાંડ હતો. દેશને આઝાદ કરવા અનેક આંદોલનો થયા પણ આ વનવાસી લોકો માટે 1922 ની 7 માર્ચનો દિવસ વિજયનગરના આદીવાસી વિસ્તાર માટે કાળો સાબિત થયો હતો. રાજસ્થાનના મેવાડના જાણીતા સ્વાતંત્ર સેનાની મોતીલાલ તેજાવત બ્રિટિશ સરકાર સામે લગાન વધારવા અને જુલમ સામે પાલ ગઢવાવ પાસે આવેલ નદી પાસે આવેલ આંબા હતા હતા અને એની પાસેના મેદાનમાં સભા બોલાવી હતી. જેમાં રાજસ્થાન અને ગુજરાતના પોશીના અને વિજયનગરના આસપાસના અનેક ગામડાઓના લોકો આવ્યા હતા. આ સભાના સમાચાર જાણી બ્રિટિશ અર્ધ લશ્કરી દળો ગોઠવાઈ ગયા હતા. આ સમગ્ર લડતમાં બ્રિટીશ સરકારે મોતીલાલ તેજાવતને પકડી પાડવા આદેશ આપ્યા હતા. પરંતુ જ્યારે વાતચીત થઈ રહી હતી તે દરમિયાન જ ગોળી છુટતા એકઠા થયેલા લોકો પર એંગ્રેજોએ કાળો કેર વરસાવીને ખુની ખેલ ખેલ્યો હતો.

 

પહેલા વિશ્વયુદ્ધ બાદ ભારતીયોને આઝાદી મેળવવાની આશા હતી, પણ દેશના લોકોએ અને આંદોલનો દેશના ખુણે ખુણે ચલાવવા લાગ્યા હતા. દેશની પ્રજા પણ કંટાળી હતી. અંગ્રેજોને કરવેરા ભરવા છતા ભૂખમરો હતો. જેની સામે રાજસ્થાનના મેવાડ મોતીલાલ તેજાવત નામના ક્રાંતિકારીએ લડત શરૂઆત કરી હતી. પાલ દઢવાવ પાસે એક મેદાનમાં આ લોહિયાળ જંગ ખેલાયો અને ત્યારબાદ નદી કિનારે આવેલ કુવામાં લાશોનો ઢગલો ખડકાયો હતો. તો કેટલાક વર્ષો સુધી તો કુવામાંથી લાલ પાણી પણ આવતુ હતું. અને અસ્થિઓ પણ કુવામાંથી મળી હતી. આ ઘટનાને 1922માં દબાવી દેવામાં આવી હતી. કારણ કે હત્યાકાંડમાં 1200 થી વધુ લોકોને બંદુકની ગોળીએ વીંધી નાખવામાં આવ્યા હતા. જે ખુબજ કમકમાટીભર્યા સમાચાર હતા.

No description available.

પાલ દઢવાવ પણ જેતે સમયે જંગલ વિસ્તાર હતો સાથે રાજસ્થાનને અડીને ડુંગરાળ વિસ્તારમાં આ ઘટના બની હતી. અંગ્રેજો દ્વારા આ વાત બહાર ન જાય તે માટે પણ લોકો ઉપર જુલ્મો કર્યા હતા અન વાતને દબાવી દેવામાં આવી હતી. પાલ દઢવાવમાં મોતીલાલ તેજાવતના નેજા હેઢળ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા. હજ્જારોની જન મેદની ઉમટી પડી હતી. ત્યારે અંગ્રેજ અફસર એસ.જી.શટરે ઉંચી ટેકરી પર મશીનગન ગોઠવીને ફાયરીંગ કર્યુ હતુ અને જોતજોતામાં લાશોના ઢગલા થઈ ગયા હતા, લોહીની નદીઓ વહેવા લાગી હતી. ત્યા એક આંબાવાડી પાસે આવેલા કુવામાં લાશોનો ઢગલો થયો હતો અને અંગ્રેજોએ કરેલા ગોળીબાર ગોળીયો આંબાના વૃક્ષોમાંથી મળી આવી હતી. 

 

 

આમ તો આ હત્યાકાંડ ફક્ત વિજયનગર અને સાબરકાંઠા પૂરતો જ હતો, પરંતુ તેને લઈને ઈતિહાસમાં ક્યાય પણ નોંધ નથી. પરંતુ 100 વર્ષ બાદ આ ઈતિહાસની ટેબલોમાં રજુ કરીને ઘટનાને વિશ્વ સમક્ષ મુકવાનો પ્રયત્ન સરકારે કર્યો છે. જેને લઈને વિસ્તારના લોકો ગૌરવ અનુભવી રહ્યા છે. સાથે હવે આ જગ્યાને કાયમી યાદગાર રહે તે માટેના પ્રયત્નો હાથ ધરાય છે. જેથી ભૂલાયેલા ઈતિહાસને દર વર્ષે યાદ કરી શકાય અને આવનારી નવી પેઢીઓને પણ ઈતિહાસથી પરિચિત થઇ શકે. આ 1200 શહીદોને લઈને રાજ્ય સરકાર દ્વારા એક વીરાંજલી વન પણ બનાવવામાં આવ્યું છે અને સ્મારક પણ બનાવાયું છે. તો વીરાંજલી વનમાં તો આ બનેલ ઘટનાની કૃતિઓ પણ કંડારવામાં આવી છે. જેને લઈને વનની મુલાકાતે આવનાર લોકો પણ મોતીલાલ તેજાવત સાથે થયેલ ઘટના અંગે જાણકારી મેળવી શકે અને ઈતિહાસથી પરિચિત પણ થાય છે. 

આઝાદી માટેની આ લડતમાં પાલ દઢવાવના 1200 લોકોની શહીદીનો હજુ ઈતિહાસનો પાનાઓ પર એક પણ સોનેરી અક્ષર આ શહીદો માટે લખાયો નથી, ત્યારે હવે 100 વર્ષ બાદ ટેબલોમાં આ ઘટનાની રજૂઆત વિશ્વ સમક્ષ રજુ કરી ઈતિહાસને યાદ કરવામાં આવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news