તબાહી મચાવવા આવી રહ્યા છે કોરોનાના નવા 2 વેરિયન્ટ, ગુજરાતમાં પણ થઈ તેની એન્ટ્રી

કોરોનાનો કહેર (gujarat corona update) મોત બનીને વરસી રહ્યો છે. આ વચ્ચે કોરોનાના નવા વેરિયન્ટે તબીબોને પણ ચોંકવા મજબૂર કર્યાં છે. કોરોનાના અત્યંત જોખમી ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (corona variant) માંથી મ્યુટેટ થયેલા ઓમિક્રોન વાઈરસ હવે તબાહી મચાવવા આવી રહ્યો છે. ઓમિક્રોનના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિયન્ટની પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં છેલ્લા 23 દિવસમાં કુલ 119 સેમ્પલના જીનોમ્સની તપાસ થઈ હતી. જેમાં સૌથી વધુ 54 ઓમિક્રોન જોવા મળ્યા હતા. જ્યારે 95 કેસમાં ઓમિક્રોન (omicron) સહિત તેના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિયન્ટ જોવા મળ્યા હતાં. 

તબાહી મચાવવા આવી રહ્યા છે કોરોનાના નવા 2 વેરિયન્ટ, ગુજરાતમાં પણ થઈ તેની એન્ટ્રી

ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાનો કહેર (gujarat corona update) મોત બનીને વરસી રહ્યો છે. આ વચ્ચે કોરોનાના નવા વેરિયન્ટે તબીબોને પણ ચોંકવા મજબૂર કર્યાં છે. કોરોનાના અત્યંત જોખમી ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (corona variant) માંથી મ્યુટેટ થયેલા ઓમિક્રોન વાઈરસ હવે તબાહી મચાવવા આવી રહ્યો છે. ઓમિક્રોનના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિયન્ટની પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં છેલ્લા 23 દિવસમાં કુલ 119 સેમ્પલના જીનોમ્સની તપાસ થઈ હતી. જેમાં સૌથી વધુ 54 ઓમિક્રોન જોવા મળ્યા હતા. જ્યારે 95 કેસમાં ઓમિક્રોન (omicron) સહિત તેના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિયન્ટ જોવા મળ્યા હતાં. 

ઓમિક્રોન સબ લિનિયેજ વેરિયન્ટ BA.2ના 38  અને પેરન્ટ લિનિયેજ વેરિયન્ટના ત્રણ કેસ સામે આવ્યા હતા. આમ ઓમિક્રોનના નવા વેરિયન્ટના 41 પરિણામો સામે આવ્યા હતા. ત્યારે આ કેટલો જોખમી છે તે બાબતે વિશ્વના સંશોધકો તપાસ કરી રહ્યાં છે. અઠવાડિયા બાદ તેના જોખમ વિશેનો ખ્યાલ આવી શકશે. રાજ્યના વધુ એક સંશોધકે કહ્યું છે કે WHO એ હજૂ BA.2ને વેરિયન્ટ ઓફ કન્સર્ન ડિક્લેર કર્યો નથી. જોકે UK હેલ્થ સિક્યુરિટી એજન્સીએ BA.2 વેરિયન્ટ વધુ ઝડપે ફેલાતો હોવાથી તકેદારી રાખવા કહ્યું છે.

આને જોખમી ગણવુ કે નહિ
હાલ તબીબો મૂંઝવણમા છે કે હાલ આ નવા પેરન્ટ લિનિયેજ વેરિયન્ટને જોખમી ગણવુ કે નહિ. ઓમિક્રોન વાયરલ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસની સરખામણીમાં ઓછો ઘાતક અને જોખમી છે. આવામાં પેરન્ટ વેરિયન્ટ કેવો કહેર મચાવશે તે તો આગામી સમય જ બતાવશે.

કોરોનાના કેસમાં ઘટાડો, પણ મૃત્યુ દર વધ્યો
ઓમક્રોનના નવા વેરિયન્ટ વચ્ચે ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડાથી રાહત થઈ છે. કોરોનાના કેસમાં એક દિવસમાં 28 ટકાનો ઘટાડો થયો છે. રાજ્યમાં દર કલાકે 692 લોકોને કોરોના થઈ રહ્યો છે. કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટ 86.35% પર પહોંચ્યો છે. એક જ દિવસમાં 11,636 દર્દી સાજા થતાં ચિંતાતુર લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે. ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 16,617 કેસ નોંધાયા, જે છેલ્લા 5 દિવસમાં નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. સાથે જ છેલ્લા એક મહિનામાં રોજ નોંધાતા કેસમાં આ સૌથી મોટો ઘટાડો પણ છે. રાજ્યમાં ગત 1 ડિસેમ્બરથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. જો કે રાજ્યમાં મૃત્યુઆંકમાં મોટો વધારો થયો છે. રવિવારે રાજ્યમાં 19 દર્દીની મોત નીપજ્યાં, જેમાં સૌથી વધુ 6 દર્દીના મોત અમદાવાદમાં, જ્યારે વલસાડમાં 3, સુરત-બનાસકાંઠામાં 2-2, ભાવનગર, મહેસાણા, નવસારી અને દાહોદમાં 1-1 દર્દીનું મોત થયું છે... હાલ રાજ્યમાં એક્ટિવ દર્દીની સંખ્યા 1.34 લાખ છે. જેમાંથી 258 દર્દીની હાલત ગંભીર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news