આ અનોખી ડાયમંડ રીંગે ગિનીસ બુકમાં મેળવ્યુ સ્થાન, યુવકે સુરતમાંથી મેળવી હતી ટ્રેનિંગ

ગલગોટાના આકારની આ રીંગનું નામ ધ મેરીગોલ્ડ-ધ રીંગ ઓફ પ્રોસપેરિટી રાખવામાં આવ્યું છે. રીંગનું વજન 165.450 ગ્રામ છે. રીંગમાં વપરાયેલા આ  ડાયમન્ડ આંતરરાષ્ટ્રીય જેમોલોજી લેબોરેટરી દ્વારા પ્રમાણિત છે.

આ અનોખી ડાયમંડ રીંગે ગિનીસ બુકમાં મેળવ્યુ સ્થાન, યુવકે સુરતમાંથી મેળવી હતી ટ્રેનિંગ

આઉટપુટ ડેસ્ક, અમદાવાદ: ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવું ખૂબ જ ગર્વની વાત છે ત્યારે જો સ્ત્રીઓના સૌથી પ્રિય સોના અને ડાયમંડના આભૂષણ ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવે તો, આ નવાઈ પમાડતી વાત મેરઠમાં હકીકત બની છે. મેરઠના ઘરેણાંના વેપારી અને ડિઝાઈનર એવા હર્ષિત બંસલે પોતાની અનોખી અને આશ્ચર્યચકિત કરતી ડિઝાઈનની વૈશ્વિક ફલક પર નોંધણી કરવી છે. તમે વિશ્વાસ નહીં કરી શકો કે 12 હજાર 638 હીરાથી આ ખાસ અંગૂઠીને તૈયાર કરવામાં આવી છે.

"ધ મેરીગોલ્ડ-ધ રીંગ ઓફ પ્રોસપેરિટી"
ગલગોટાના આકારની આ રીંગનું નામ ધ મેરીગોલ્ડ-ધ રીંગ ઓફ પ્રોસપેરિટી રાખવામાં આવ્યું છે. રીંગનું વજન 165.450 ગ્રામ છે. રીંગમાં વપરાયેલા આ  ડાયમન્ડ આંતરરાષ્ટ્રીય જેમોલોજી લેબોરેટરી દ્વારા પ્રમાણિત છે. આ પહેલાનો  એક રેકોર્ડ 7 હજાર 808 ડાયમંડથી તૈયાર થયેલી એક રીંગના નામે ગયો છે.

ડાયમંડની રીંગને તૈયાર કરતા લાગ્યો 3 વર્ષનો સમય
મેરઠના જાણીતા મેસર્સ રેનાની જ્વેલર્સના માલિક હર્ષિતે આ ખાસ રીંગને  તૈયાર કરવા માટે ત્રણ વર્ષનો સમય લીધો હતો. આ રીંગને કોરોના કાળ  પહેલા તૈયાર થઈ ગઈ હતી. પણ તેની ચકાસણી માટે ગિનિસ બુકની ટીમ  અનેક મહિનાઓ સુધી રિસર્ચ કરતી રહી હતી. અને અંતે 30 નવેમ્બરે આ ખાસ રીંગને ગિનિસ બુક રેકોર્ડમાં સ્થાન મળ્યું. હર્ષિત પોતાની આ રીંગનો ભાવ  નથી કહી રહ્યા કારણ કે તે આને અતિકિંમતી માને છે અને તેનાથી જ તે  સંતુષ્ટ છે.

હર્ષિત બંસલે સુરતમાંથી લીધી છે ટ્રેઈનિંગ
હર્ષિતની આ સિદ્ધી પર ના માત્ર મેરઠ શહેરના લોકો ગર્વ કરી રહ્યાં છે પણ  સુરત પણ ગર્વ કરી રહ્યું છે. કારણ કે હર્ષિતે મેરઠના NIJT અને પછી સુરતના  ISGJમાંથી ડાયમંડ ડિઝાઈનિંગનો કોર્સ કર્યો છે. તેમણે સુરતમાં ટ્રેઇનિંગ લીધા  પછી હીરા ઘસવાની કંપનીમાં કામ પણ કર્યું હતું અને દોઢ વર્ષ પહેલા તેમણે  જ્વેલરીનો શોરૂમ ખોલ્યો છે. હર્ષિતના પિતા અનિલ બંસલનો ઈલેકટ્રિકલ  વસ્તુઓનો વેપાર હતો. 25 વર્ષીય હર્ષિતને જ્વેલરી વ્યવસાયમાં કઈક  કરવાની ઈચ્છા હતી અને આ જ ઈચ્છાએ તેને આ અનોખી ડિઝાઈનની રીંગ  તૈયાર કરવા મનોબળ પૂરુ પાડ્યું. હર્ષિત મેરઠવાસીઓને તેમની માગ અને પસંદ મુજબ ઘરેણા આપવા ઈચ્છે છે. સાથે જ દેશની જાણીતી હસ્તિઓ માટે  પણ ઘરેણા ડિઝાઈન કરી મેરઠનું નામ પૂર્ણ કરવા માગે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news