બનાસકાંઠાઃ ધાનેરાની સબ જેલમાંથી ત્રણ આરોપીઓ ફરાર



 ઘટનાની જાણ થયા બાદ બનાસકાંઠા પોલીસ, એસઓજી અને એલસીબીની ટીમે નાકાબંધી કરી દીધી છે. આરોપીઓને પકડી લેવા માટે અલગ-અલગ ટીમ પણ બનાવવામાં આવી છે. 

બનાસકાંઠાઃ ધાનેરાની સબ જેલમાંથી ત્રણ આરોપીઓ ફરાર

બનાસકાંઠાઃ દેશમાં અને ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસને અટકાવવા લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે પોલીસ લૉકડાઉનનું પાલન કરાવવામાં વ્યસ્ત છે. તો બનાસકાંઠાના ધાનેરાની સબજેલમાંથી ત્રણ કેદીઓ ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. આ ત્રણેય કેદીઓ જેલની જાળી તોડીને ફરાર થઈ ગયા છે. આ આરોપીઓ ઉપર એટ્રોસિટી, નાર્કોટિક્સ અને ચોરીના આરોપો હતા. 

કોરોના વાયરસઃ ભારતમાં સૌથી વધુ કેસ અને મૃત્યુઆંક મામલે દેશમાં ગુજરાત બીજા સ્થાને  

ત્રણ કેદી થયા ફરાર
બનાસકાંઠાના ધાનેરાની સબજેલમાંથી ત્રણ કેદીઓ ફરાર થઈ ગયા છે. નરોત્તમ ઉર્ફે નપીયો, અશોક સાધુ અને પિન્ટુ વાઘેલા નામના કેદીઓ ફરાર થઈ ગયા છે. ત્રણેય લોકો પર એટ્રોસિટી, નાર્કોટિક્સ અને ચોરીના આરોપો હતા. ઘટનાની જાણ થયા બાદ બનાસકાંઠા પોલીસ, એસઓજી અને એલસીબીની ટીમે નાકાબંધી કરી દીધી છે. આરોપીઓને પકડી લેવા માટે અલગ-અલગ ટીમ પણ બનાવવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news