હે ભગવાન! ગુજરાતમાં આજનો દિવસ હેમખેમ નીકળે, ઓમિક્રોનના વધતા કેસ સામે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ

અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ અને AMCના હેલ્થ વિભાગ પર આજે સૌથી મોટી જવાબદારી છે, જો એક ચૂક થઈ તો તેની મોટી સજા ભોગવવી પડે તેમ છે. હવે તમે કહેશો કે અમદાવાદમાં આજનો દિવસ કેવી રીતે મહત્ત્વપૂર્ણ છે.

Updated By: Dec 7, 2021, 09:50 AM IST
હે ભગવાન! ગુજરાતમાં આજનો દિવસ હેમખેમ નીકળે, ઓમિક્રોનના વધતા કેસ સામે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ

ગૌરવ પટેલ/અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટનો ખતરો વધ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસના ખતરનાક વેરિયન્ટ ઓમીક્રોનના વધતા કેસ સામે આજનો દિવસ મહત્વપુર્ણ સાબિત થનાર છે. અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ અને AMCના હેલ્થ વિભાગ પર આજે સૌથી મોટી જવાબદારી છે, જો એક ચૂક થઈ તો તેની મોટી સજા ભોગવવી પડે તેમ છે. હવે તમે કહેશો કે અમદાવાદમાં આજનો દિવસ કેવી રીતે મહત્ત્વપૂર્ણ છે. તો આજે અમદાવાદના એરપોર્ટ પર વિદેશથી આવતા યાત્રાઓનું મોટા પાયે આગમન થનાર છે. આ માહિતી કોઈને પણ ડરમાં મૂકી શકે તેમ છે.

આજે અમદાવાદના એરપોર્ટ પર વિદેશથી આવતા યાત્રાઓનું મોટા પાયે આગમન થનાર છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે, આજે દિવસ દરમિયાન 14 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. અંદાજે 2000થી વધારે પેસેન્જર અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. જેમાં 14 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં હાઇરીસ્ક કન્ટ્રી લંડન અને સિંગાપોરની ફ્લાઇટનો પણ સમાવેશ થાય છે. જેના કારણે તંત્ર સતર્ક બન્યું છે.

અમદાવાદ એરપોર્ટ પર બે પ્રકારના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં રેપિડ RTPCR અને નોર્મલ RTPCRનો સમાવેશ થાય છે. રેપિડ RTPCRનો રીપોર્ટ માત્ર એક કલાકમાં આવે છે, જેની કિંમત 2700 રૂપિયા છે, જ્યારે નોર્મલ RTPCRનો રીપોર્ટ 8થી 10 કલાકે આવે છે, જેની કિંમત 400 રૂપિયા છે. એરપોર્ટ પર સ્કિનિંગની જવાબદારી જિલ્લા આરોગ્ય તંત્ર પર અને પોઝીટીવ દર્દીની સારવારની જવાબદારી AMC પર રહેલી છે. જેના કારણે બન્ને તંત્ર એરપોર્ટ પર મોજૂદ છે અને વિદેશથી આવતા પ્રવાસીઓ પર નજર રાખવામાં આવી રહી છે. મિડીયમ રીસ્ક કંન્ટ્રીના મુસાફરોનું રેન્ડમ ચેકીંગ કરવામાં આવશે. પરંતુ એરપોર્ટ ઓથોરિટીની આ બેદરકારી ઓમિક્રોનના કેસ વધારી શકે છે. 

વિદેશથી આજે ક્યારે અને કેટલી ફ્લાઇટ અમદાવાદ આવશે

દેશ        સમય        મુસાફરો

દોહા      રાત્રે 02:05       186

અબુધાબી રાત્રે 2:35      175

કુવૈત     રાત્રે 2.50       110

દુબઇ   રાત્રે 2.55        173

લંડન   રાત્રે 3.10        200

દુબઇ   રાત્રે 3.45        160

શારજાહ  સવારે 4.35    200

કુવૈત   સવારે 7.55      150

દુબઇ   સવારે 08.05      135

કુવૈત   સાંજે 6.05        140

શારજાહ  સાંજે 7.20      170

સિંગાપોર રાત્રે 9.50      200

નૈરોબી રાત્રે 10.30       135

મસ્કત રાત્રે 11.35        155