assault

ધારાસભ્ય વિધાનસભામાં હતા કે લૂંટ કરી રહ્યા હતા? કોંગ્રેસી ધારાસભ્ય સામે લૂંટ અને મારામારીની ફરિયાદ દાખલ

વિધાનસભા ગૃહમાં આજે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર ચર્ચાઓનો દિવસ રહ્યો હતો. પરેશ ધાનાણી અને નીતિન પટેલ વચ્ચે ઉગ્ર ટપાટપી થઇ હતી. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સરકારની ભુલને આજે 5 કરોડ ગુજરાતીઓ ભોગવી રહ્યા છે. જે પ્રકારનાં તાયફાઓ સરકાર દ્વારા કરવામાં આવ્યા તેના કારણે હવે સામાન્ય પ્રજાને પુરાઇને રહેવાનો વારો આવ્યો છે. જો કે નાયબ મુખ્યમંત્રીએ આ વાતને પાયા વિહોણી ગણાવી હતી. જો કે આ મુદ્દે ભારે ગરમા ગરમી થઇ હતી. 

Mar 22, 2021, 10:33 PM IST

સુરત: મામાના દિકરાએ જ યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું, પરિવાર રસ્તા પર ઉતર્યો

શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે. હત્યા દુષ્કર્મ જાણે ખુબ જ સામાન્ય બાબત બની ચુકી છે. સુરતમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કિસ્સો સામે આવ્યો છે. જો કે આ કિસ્સામાં ભોગ બનનાર યુવતીને અન્ય કોઇ નહી પરંતુ તેના જ મામાના દીકરાએ જ છેતરી હોવાનો આક્ષેપ છે. યુવતીનો આક્ષેપ છે કે, તેના મામાના દીકરાએ લગ્નની લાલચ આપી અને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાધ્યો હતો અને બાદમાં પરિવારને જાણ થતા લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આ મુદ્દે તેની ફરિયાદ નહી લેતા તે સામાજિક કાર્યકર્તાઓ સાથે જાહેરમાં આવીને વિરોધ કર્યો હતો. આખરે પોલીસ કમિશ્નર કચેરીમાં રજુઆત કર્યાના અંતે કતારગામ પોલીસમાં તેની ફરિયાદ નોંધાઇ હતી.

Sep 29, 2020, 10:16 PM IST

છોટાઉદેપુર: જુગારધામ પર રેડ કરવા ગયેલ પોલીસ અધિકારીઓ પર હુમલો

છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર ગામે જુગારધામ ઉપર રેડ કરવા ગયેલ પોલીસ ઉપર હુમલાની ઘટના સામે આવી છે. પાવીજેતપુર પોલીસને ગામની મોટી બજાર વિસ્તારમાં જુગારધામ ચાલતું હોવા અંગેની મળેલ બાતમીના આધારે રેડ કરવા ગયેલ પોલીસ ઉપર હુમલો કરાયાની ઘટના સામે આવી છે. 
 

Aug 25, 2019, 07:31 PM IST

બોટાદ: નગીના મસ્જિદ પાસે 1 મહિલા સહિત 3 પર જીવલેણ હુમલો, બેના મોત

બોટાદના નગીના મસ્જિદ પાસે આવેલ સંધિ વાડામાં 1 મહિલા સહિત 3 વ્યક્તિઓ પર અજાણ્યા શખ્શો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં બે વ્યક્તિઓનો સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. ઘટનાને અંજામ આપીને હુમલાખોર ફરાર થઇ ગયા હતા.

Jun 23, 2019, 10:08 PM IST

અમદાવાદ: માત્ર 8 હજારની ઉઘરાણીની તકરારમાં હત્યા કરનાર આરોપીની ધરપકડ

તાજેતરમાં જ વેજલપુર વિસ્તારમાં આવેલ ફતેવાડી કેનાલ નજીકથી યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. અને વેજલપુર પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મૃતક વિકાસ પાંડેની થયેલી હત્યાનો ભેદ આખરે ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. 

Jun 3, 2019, 05:20 PM IST

ખંભીસર અનુસૂચિત વરઘોડાની બબાલ, સરકારે 8 પીડિતોને સહાય જાહેર કરી

મોડાસાના ખંભીસર ગામે અનુસુચિત જાતિના લોકોને વરઘોડો ન કાઢવા બાબતે થયેલી બબાલમાં રાજ્ય સરકારની પિડીત 8 લોકોને સહાય જાહેર કરી છે. રાજ્ય સરકાર તમામ લોકોને 1-1 લાખની સરકારી સહાય ચૂકવશે. ખંભીસરમાં એક જ દિવસમાં દલિતોના વરઘોડાને રોકવાના બે બનાવ બન્યા હતા. બંનેમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ બંને કેસમાં પીડીતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે. 

May 18, 2019, 03:51 PM IST

ગઈકાલે જે દલિત યુવકનો વરઘોડો રોક્યો હતો, તેની આજે વાજતે-ગાજતે જાન નીકળી

ગઈકાલે મોડાસામાં થયેલા દલિત યુવકના લગ્નમાં વરઘોડાને રોકવાનો પ્રયાસ કરાયો હતો. જેના બાદ બે જૂથ વચ્ચે અથડામણ થતા 10 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ અરવલ્લીની પોલીસ દોડતી થઈ હતી, અને સમગ્ર  ખંભીસર ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. બંને પક્ષના આગેવાનોની બેઠક કરાવીને સમસ્યાનુ સમાધાન કરાવ્યું હતું, જેના બાદ આજે રંગેચંગે પોલીસ બંદોબસ્ત વચ્ચે વરરાજાની જાન નીકળી હતી. 

May 13, 2019, 11:55 AM IST

દલિત યુવકના વરઘોડામાં બબાલ બાદ પિતાએ કહ્યું, ‘ન્યાય નહિ મળે તો બૌદ્ધ ધર્મ અંગીકાર કરીશું’

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલા ખંભીસર ગામે દલિત સમાજના લોકો દ્વારા લગ્નનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેને અન્ય સમાજના લોકોએ રોકવામાં આવતા બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. 

May 13, 2019, 09:59 AM IST

અરવલ્લી: અનુસુચિત જાતિના વરઘોડા મુદ્દે પથ્થરમારો, SP સહિત પાંચ પોલીસ કર્મી ઘાયલ

અરવલ્લીના મોડાસાના ખંભીસર ગામે દલિતોના વરઘોડા વિવાદ થતા ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. સમાન્ય લગ્નના વરઘોડા બાબતે પથ્થરમારો થયો અને પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો હતો. બંન્ને જૂથો વચ્ચે અથડામણ થતા પથ્થરમારો થયો અને ઘટના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો પહોંચ્યો જેમાં અરવલ્લી એસપી સહિત 5 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. 

May 12, 2019, 09:47 PM IST

સુરત: ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પર તલવાર વડે હુમલો

શહેરના અમરોલીના મનીશા ગરનાળા પાસે પોલીસ કોન્સ્ટેબલ પર તલવાર વડે હુમલો કરવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચી છે. ઇજાગ્રસ્ત પોલીસ અધિકારીને કાફલો સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાં શહેરના મોટા અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. 
 

May 5, 2019, 11:14 PM IST

પતિએ કરવત વડે પત્ની પર કર્યો હુમલો, પરણીતાએ જણાવ્યું આ કારણ

અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરણીતાને તેના પતિ દ્વારા માર મારવાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પરણીતાની સાથે તેના પતિએ નજીવી બાબતમાં ઝગડો કરી માર મારતા ઇજા પહોંચી હતી.

May 4, 2019, 09:14 AM IST
Discussion On Narayan Sai's sentencing to be held today PT49M57S

કલંક પર ચૂકાદો: આજે સુરત સેશન્સ કોર્ટ નારાયણ સાંઇને સંભળાવશે સજા

આસારામના પુત્ર નારાયણ સાંઈ સામેના દુષ્કર્મ કેસમાં આજે સજાની જાહેરાત થવાની છે. થોડા દિવસો પહેલાં કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટે સાંઈને દોષિત જાહેર કર્યો છે. નારાયણ સાઈ વિરુદ્ધ જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં પોતાની સાધિકા પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. યુવતીનો આરોપ હતો કે નારાયણ સાંઈએ તેની સાથે વર્ષ 20002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ આચર્યુ હતું.

Apr 30, 2019, 01:10 PM IST

બળાત્કારી નારાયણ સાંઈ ને સુરત કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

નારાયણ સાંઇને આજીવન કેદ: બળાત્કારના કેસમાં દોષિત જાહેર કરાયેલા લંપટ નારાયણ સાંઈ અને અન્ય આરોપીઓને આજે સુરત સેશન્સ કોર્ટ સજા સંભળાવી છે. કોર્ટે નારાયણ સાંઈને 26 એપ્રિલના રોજ દોષિત ઠેરવ્યો હતો. એડિશનલ સેસન્સ જજ પી.એસ. ગઢવીએ નારાયણ સાંઇને આજીવન કેદની સજાનું એલાન કર્યું છે. સુરત સેશન્સ કોર્ટ આજે નારાયણ સાંઈ સહિત પાંચને સજા ફટકારી છે. જેમાં ગંગા, જમના, હનુમાન, રમેશ નામના આરોપીઓ પણ સામેલ છે. 

Apr 30, 2019, 10:30 AM IST
Narayan Sai's sentencing to be held today PT11M32S

કલંક પર ચૂકાદો: આજે સુરત સેશન્સ કોર્ટ નારાયણ સાંઇને સંભળાવશે સજા

આસારામના પુત્ર નારાયણ સાંઈ સામેના દુષ્કર્મ કેસમાં આજે સજાની જાહેરાત થવાની છે. થોડા દિવસો પહેલાં કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટે સાંઈને દોષિત જાહેર કર્યો છે. નારાયણ સાઈ વિરુદ્ધ જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં પોતાની સાધિકા પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. યુવતીનો આરોપ હતો કે નારાયણ સાંઈએ તેની સાથે વર્ષ 20002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ આચર્યુ હતું.

Apr 30, 2019, 09:25 AM IST

મકાન ન વેંચાતા પત્ની-પુત્ર પર છરી વડે હુમલો, પતિએ કર્યો આપઘાત

રાજકોટ શહેરમાં પતિએ પત્ની અને પુત્ર પર છરી વડે હુમલો કર્યા બાદ ઝેરી દવા પી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા 108 સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત માતા પુત્રને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

Apr 25, 2019, 11:48 AM IST

હોળી રમી રહેલ BJP ધારાસભ્યોને માળી ગોળી, ખનન માફીયાઓ પર શંકા

ભાજપ ધારાસભ્ય યોગેશ વર્મા ગુરૂવારે એટલે કે હોળી પ્રસંગે લોકોને મળી રહ્યા હતા, ત્યારે અચાનક ફાયરિંગ થયું હતું

Mar 21, 2019, 07:37 PM IST

PoKમાં એર સ્ટ્રાઇક માટે ગ્વાલિયર, આગરા અને બઠિંડાથી ઉડ્યા હતા ફાઇટર પ્લેન

આ સંપૂર્ણ હુમલા વિશે વાયુસેનાના અધિકારીઓએ એનએસએ અજીત ડોવાલ અને પીએમ મોદીને પહેલી જાણકારી આપવામાં આવી હતી. વાયુસેનાએ તેમના એક એક પગલા વિશે પ્રેઝન્ટેશનના માધ્યમથી એનએસએ અને પીએમને જણાવ્યું હતું.

Feb 26, 2019, 04:22 PM IST

રાત્રે 3 વાગે ભારતીય વિમાનોએ ઘડબડાટી બોલાવી, સંભળાયો બ્લાસ્ટનો અવાજ: ઘટનાના સાક્ષીઓ

Indian Air Force Attack On Pakistan: ભારતીય વાયુ સેનાએ ‘મિરાજ-2000’ સહિત અન્ય ફાઇટર પ્લેનની મદદથી પાકિસ્તાનની સીમામાં અંદર ઘૂસી આતંકવાદીઓના અડ્ડા પર મગળવાર વહેલી સવારે હવાઇ હુમલો કર્યો હતો. 

Feb 26, 2019, 03:19 PM IST

Pokમાં ભારતીય વાયુસેનાએ આતંકી કેમ્પોને ‘ઇન બોમ્બ’થી કર્યા નષ્ટ, ઓપરેશનનું કર્યું વીડિયો રેકોર્ડિંગ

ભારતીય વાયુસેના દ્વારા મંગળવારે વહેલી સવારે પાક અધિકૃત કાશ્મીર (PoK)માં હવાઇ કાર્યવાહી કરી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અડ્ડાઓને નષ્ટ કર્યા દરમિયાન આ સંપૂર્ણ ઓપરેશનનું વીડિયો રેકોડિંગ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન લડાકુ વિમાન જેગુઆરે આ સંપૂર્ણ ઓપરેશનનું રેકોર્ડિંગ કર્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ લેઝર ગાઇડેડ બોમ્બ દ્વારા હવાઇ કાર્યવાહી કરી, જેમાં 200થી 300 આતંકીઓ માર્યા ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુઝાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબાના આતંકી માર્યા ગયા છે.

Feb 26, 2019, 12:08 PM IST

LoC: એર ડિફેન્સ સિસ્ટમ એલર્ટ, પાક એરફોર્સની કોઇ પણ પ્રતિક્રિયાનો જવાબ આપવાના આદેશ

ભારતીય વાયુસેના દ્વારા મંગળવારે વહેલી સવારે પાક અધિકૃત કાશ્મીર (PoK)માં હવાઇ કાર્યવાહી કરી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અડ્ડાઓને નષ્ટ કર્યા બાદ ઇન્ડિયન એરફોર્સ હાઇએલર્ટ પર છે. ભારત તરફથી તેમના વાયુસેનાની દરેક એર ડિફેન્સ સિસ્ટમોનો આતંરરાષ્ટ્રીય બોર્ડર અને એલઓસી પર હાઇએલર્ટના આદેશ આપ્યા છે. સાથે જ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, જો પાકિસ્તાની એરફોર્સ કોઇ પણ કાર્યવાહી કરે છે, તો તેનો તાત્કાલીક જવાબ આપવામાં આવે. ન્યુઝ એજન્સી ANIએ આ જાણાકારી આપી છે.

Feb 26, 2019, 11:13 AM IST