આજથી અનલોક 1 નો પ્રારંભ ,રાજ્યમાં આજથી એસટી સેવા, AMTS-BRTS સેવા શરૂ

સૌરાષ્ટ્ર તરફ જવા માટે રાણીપ, કૃષ્ણનગર અને નહેરૂનગર, દક્ષિણ ગુજરાત તરફ જવા માટે રાણીપ, નહેરૂનગર અને કૃષ્ણનગર, ઉત્તર ગુજરાત તરફ જવા માટે રાણીપ, કૃષ્ણનગર અને નહેરૂનગર, મધ્ય ગુજરાત/પંચમહાલ તરફ જવા માટે રાણીપ, નહેરૂનગરથી સેવા મળી રહેશે.

આજથી અનલોક 1 નો પ્રારંભ ,રાજ્યમાં આજથી એસટી સેવા, AMTS-BRTS સેવા શરૂ

અમદાવાદ: રાજયમાં અનલોક 1નો પ્રારંભ થઇ ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી અનલોક 1માં ઘણા પ્રકારની છૂટ આપી છે. રાજ્યના નાગરિકો પ્રજા વર્ગોને પરીવહનની સુવિધાનો પુરતો લાભ મળે તે હેતુસર રાજ્ય સરકાર ધ્વારા સોશિયલ ડીસન્ટસીંગનું જરૂરી પાલન થાય તે પ્રકારની શરતોને આધીન અને ગૃહ મંત્રાલયના દિશા નિર્દેશ અનુસાર એસ ટી બસોનું રાજ્ય વ્યાપી સંચાલન શરુ કરવામાં આવ્યું છે. જેમાં આજથી 50 ટકા ક્ષમતા સાથે બીઆરટીએસ-એએમટીએસ સેવા પણ શરૂ કરવામાં આવી છે. જ્યારે 60 ટકા ક્ષમતા સાથે એસટી બસ સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. 

આ અનુસાર ગુજરાત સરકાર દ્વારા નક્કી કરેલા કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં નિગમની બસોનું સંચાલન આજથી 1 જૂન 2020થી શરુ કરવામાં આવશે. વાહન વ્યવહાર મંત્રી આર સી ફળદુ એ જણાવ્યું હતું કે, આ અગાઉ તા.20મેથી તદ્દન હંગામી ધોરણે શરુ કરવામાં આવેલ ઝોન વાઈઝ સંચાલનની વ્યવસ્થા હવે રદ કરવામાં આવી છે.

નિગમ ધ્વારા 1 જૂનથી જે  સંચાલન શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે રાજ્ય સરકાર એ નક્કી કરેલા કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં નિગમની બસ સેવાઓ સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે.

જામનગરમાં અનલોક 1ના પગલે એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તમામ રૂટની બસો રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. એસટી ડેપોમાં મુસાફરોની ચહલ પહલ જોવા મળી હતી. મુસાફરોએ એસટી ડેપોમાં સોશિયલ ડિસસ્ટીંગના ધજાગરા ઉડાવ્યા હતા. જામનગરથી રાજકોટ, અમદાવાદ રૂટની બસનો પ્રારંભ થતાં લોકોએ એસટી બસમાં ચઢવા માટે ભારે ગર્દી કરી હતી. 

અમદાવાદ તથા સુરત જીલ્લા ખાતેથી થનાર સંચાલનમાં કુલ બેઠકની ક્ષમતાના મહત્તમ ૫૦ ટકા (કોઈ મુસાફર બસમાં ઉભા રહીને મુસાફરી કરી શકશે નહિ) તેમજ અન્ય વિસ્તાર માંથી થનાર સંચાલનમાં કુલ બેઠક ક્ષમતા ના મહત્તમ ૬૦ ટકા(કોઈ મુસાફર બસમાં ઉભા રહીને મુસાફરી કરી શકશે નહિ) તે  મુજબ મુસાફરોની સંખ્યા સાથે સંચાલન કરવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી અન્ય સૂચના ના મળે ત્યાં સુધી અમદાવાદ ગીતામંદિર મુખ્ય બસ સ્ટેન્ડ ખાતેથી કોઈપણ બસ સેવા શરૂ કરવામાં આવશે નહિ.

હાલ પુરતી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ ખાતે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે મુજબ સૌરાષ્ટ્ર તરફ જવા માટે રાણીપ, કૃષ્ણનગર અને નહેરૂનગર, દક્ષિણ ગુજરાત તરફ જવા માટે રાણીપ, નહેરૂનગર અને કૃષ્ણનગર, ઉત્તર ગુજરાત તરફ જવા માટે રાણીપ, કૃષ્ણનગર અને નહેરૂનગર, મધ્ય ગુજરાત/પંચમહાલ તરફ જવા માટે રાણીપ, નહેરૂનગરથી સેવા મળી રહેશે. કોઈ પણ રૂટ કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાંથી પસાર થશે નહિ. 

બસના મુસાફરો ઈ-ટીકીટ/મોબાઈલ ટીકીટ મારફતે મુસાફરી કરે તે ઈચ્છનીય છે આમ છતાં સામાન્ય મુસાફરોને અગવડતા ના પડે તે માટે સોશિયલ ડીસ્ટન્સિંગ નું પાલન થાય તે રીતે બસ સ્ટેશન પરના કાઉન્ટર પરથી તેમજ બસમાં કન્ડકટર મારફતે રોકડ નાણાથી પણ ટીકીટ ઇસ્યુ કરવામાં આવશે. બસમાં મુસાફરી કરનાર મુસાફરે તેઓની ટ્રીપ ઉપડે તે પહેલા ઓછામાં ઓછા ૩૦ મિનીટ વહેલા બસ સ્ટેન્ડ પર આવવાનું રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news