Corona: આજથી Unlock 1ના અમલ વચ્ચે ભારત માટે કોરોના પર આવ્યાં અત્યંત ચિંતાજનક સમાચાર 

એકબાજુ આજે જ્યાં દેશભરમાં દેશને ખોલવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે અને આજથી અનલોક 1 (Unlock 1)  લાગુ થઈ રહ્યું છે. ત્યાં વિશ્વ આરોગ્ય સંગંઠન (WHO)ના જણાવ્યાં મુજબ ભારત કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધુ પ્રભાવિત દેશોની સૂચિમાં સાતમા સ્થાને પહોંચી ગયો છે. દેશમાં કોરોના (Corona virus) ના 1,82,143 કેસ સામે આવ્યાં છે. WHOના જણાવ્યાં મુજબ રવિવારે રાતે સાડા દસ વાગ્યા સુધીમાં દુનિયાભરમાંથી કોરોનાના સંક્રમણના 59,34,936 કેસ સામે આવ્યાં છે. અને 3,67,166 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. 
Corona: આજથી Unlock 1ના અમલ વચ્ચે ભારત માટે કોરોના પર આવ્યાં અત્યંત ચિંતાજનક સમાચાર 

નવી દિલ્હી: એકબાજુ આજે જ્યાં દેશભરમાં દેશને ખોલવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે અને આજથી અનલોક 1 (Unlock 1)  લાગુ થઈ રહ્યું છે. ત્યાં વિશ્વ આરોગ્ય સંગંઠન (WHO)ના જણાવ્યાં મુજબ ભારત કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધુ પ્રભાવિત દેશોની સૂચિમાં સાતમા સ્થાને પહોંચી ગયો છે. દેશમાં કોરોના (Corona virus) ના 1,82,143 કેસ સામે આવ્યાં છે. WHOના જણાવ્યાં મુજબ રવિવારે રાતે સાડા દસ વાગ્યા સુધીમાં દુનિયાભરમાંથી કોરોનાના સંક્રમણના 59,34,936 કેસ સામે આવ્યાં છે. અને 3,67,166 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં રવિવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સૌથી વધુ 8380 કેસ સામે આવ્યાં હતાં. ત્યારબાદ કોરોના સંક્રમણના કુલ કેસ 1,82,143 થયા. જ્યારે મૃત્યુઆંક વધીને 5164 થયો છે. WHO ટ્રેકર મુજબ અમેરિકા, બ્રાઝિલ, રશિયા, બ્રિટન, સ્પેન, ઈટલી બાદ હવે ભારત કોવિડ 19થી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં સાતમા સ્થાને છે. 

અમેરિકામાં કોરોનાનો ભરડો સૌથી વધુ છે. જ્યાં 17,16,078 કેસ સામે આવ્યાં છે. જ્યારે 1,82,143 કેસ સાથે ભારત હવે આ યાદીમાં સાતમા સ્થાને છે. જર્મનીમાં કોરોના વાયરસના સંક્રમણના 1,81,482 કેસ, તુર્કીમાં 1,63,103 અને ઈરાનમાં 1,48,950 કેસ છે. બ્રાઝિલમાં કોરોનાના સંક્રમણના કુલ 5.01 લાખ કેસ છે. અહીં 28000 લોકોના મોત થયા છે. હાલ 2.67 લાખ એક્ટિવ કેસ છે. અને 2 લાખ લોકો રિકવર થયા છે. 8300 દર્દીઓની હાલત નાજુક છે. 

ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત
ભારતમાં કોવિડ 19થી મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે. જ્યાં અત્યાર સુધીમાં 68,168 કેસ સામે આવ્યાં છે. અને 2197 લોકોના મોત થયા છે. તામિલનાડુ બીજા સ્થાને છે. જ્યાં દર્દીઓની સંખ્યા 22,333 છે. દિલ્હીમાં 19,844, ગુજરાતમાં રવિવારે કોરોનાના 438 નવા કેસ સામે આવતા હવે દર્દીઓની સંખ્યા 16,794 થઈ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news