31 ડિસેમ્બરની રાત્રે અટવાઈ ન જાઓ એ માટે જાણો ખાસ ઉભી કરાયેલી ટ્રાફિક વ્યવસ્થા, વિગતો એક ક્લિક પર

31મી ડિસેમ્બરની રાત્રે અમદાવાદનું યુવાધન એસજી હાઇવે અને સીજી રોડ જેવા અનેક વિસ્તારોમાં  રાતના 12ના ટકોરે નવા વર્ષની ઉજવણી કરવા નીકળશે

31 ડિસેમ્બરની રાત્રે અટવાઈ ન જાઓ એ માટે જાણો ખાસ ઉભી કરાયેલી ટ્રાફિક વ્યવસ્થા, વિગતો એક ક્લિક પર

અમદાવાદ : 31મી ડિસેમ્બરની રાત્રે અમદાવાદનું યુવાધન એસજી હાઇવે અને સીજી રોડ જેવા અનેક વિસ્તારોમાં  રાતના 12ના ટકોરે નવા વર્ષની ઉજવણી કરવા નીકળશે. આ સમયે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે થઇને શહેર ટ્રાફિક પોલીસે બંદોબસ્તની સ્કીમથી માંડીને વાહનો પાર્ક કરવાની જગ્યા અને અમુક રૂટ બંધ રાખવાની સ્કીમ તૈયાર કરી લીધી છે

દરવર્ષે 31મી ડિસેમ્બરની રાત્રિએ અમદાવાદનું યુવાધન એસજી હાઇવે પરની ક્લબ, પાર્ટી પ્લોટ કે અન્ય જગ્યાએ ડીજે પાર્ટીમાં ઝુમવા જતું હોય છે. આ સેલિબ્રેશનમાં અમુક લોકો રોડ પર ફરીને તથા આતશબાજી કરીને નવા વર્ષને આવકારતા હોય છે. આ તમામ કાર્યક્રમો વચ્ચે ટ્રાફિક જામ ન થાય તે માટે ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે. 31 ડિસેમ્બરની રાત્રિએ પંચવટીથી સ્ટેડિયમ સુધીના સીજી રોડના પટ્ટા પર લોકો વાહનોની અવરજવર કરી શકશે નહિ. સાંજના છ વાગ્યાથી રાત્રે બે વાગ્યા સુધી આ રોડ બંધ રહેશે.

આ સિવાય દરવર્ષે એસજી હાઇવે પર પકવાન સર્કલથી જજીસ બંગલો રોડ પર વન વે સિસ્ટમ રાખવામાં આવે છે. જોકે થોડા સમય પહેલા અમુક સમયે વૈષ્ણોદેવીથી આવતા વાહનચાલકો જમણી બાજુ ન વળી શકે અને ઇસ્કોન તરફથી આવતા વાહનચાલકો પકવાન સર્કલથી જમણી બાજુ ન વળી શકે તેવા નિયમ ટ્રાફિક પોલીસે લાદ્યા હતા. આ સંજોગોમાં આ વર્ષે જજીસ બંગલો રોડને વન વે સિસ્ટમમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.આ સિવાય જો ટ્રાફિક પોલીસ આ તમામ રૂટ પર જો કોઇ વાહનો પાર્ક કરશે તો તેને નજીકના બુથ પર ટો કરીને જમા લેશે. આ સાથે દારૂ પીને વાહન હંકારતા અને સ્ટંટ કરતા લોકો સામે પણ પોલીસ લાલ આંખ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news