Asteroid 2013 FW13: 53108 KM પ્રતિ કલાકની ભયાનક સ્પીડથી પૃથ્વી તરફ આવી રહ્યું છે જોખમ! NASA નું અલર્ટ

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ એસ્ટેરોરોઈડ 2013 FW13 અંગે એલર્ટ બહાર પાડ્યું છે. આ એસ્ટેરોઈડ 18 સપ્ટેમ્બરે પૃથ્વી પાસેથી પસાર થવાનો છે. 

Asteroid 2013 FW13: 53108 KM પ્રતિ કલાકની ભયાનક સ્પીડથી પૃથ્વી તરફ આવી રહ્યું છે જોખમ! NASA નું અલર્ટ

Asteroid News: પૃથ્વી પાસેથી એક સ્કાઈસ્ક્રેપર જેટલો મોટો એસ્ટેરોઈડ પસાર થવાની આશંકા વ્યક્ત કરાઈ છે. 2013 FW13 નામના આ એસ્ટેરોઈડનો વ્યાસ લગભગ 510 ફૂટ છે. નાસા મુજબ એસ્ટેરોઈડ 2013 FW13 બુધવારે ધરતી પાસેથી પસાર થશે. આ દરમિયાન તે પૃથ્વીથી  20.02 લાખ માઈલ એટલે કે 32,50,874 કિલોમીટર દૂર રહેશે. ભલે આ અંતર ઘણું વધુ લાગે પરંતુ બ્રહ્માંડની રીતે આ અંતર એ નજીકનું એન્કાઉન્ટર છે. નાસાએ જનતાને ભરોસો અપાવ્યો છે કે આ એસ્ટેરોઈડથી હાલ પૃથ્વીને કોઈ જોખમ નથી. 

એસ્ટેરોઈડ 2013 FW13 ને કેમ મળ્યું આ નામ?
Asteroid 2013 FW13 ની શોધ 2013માં કરાઈ હતી. હવાઈમાં લાગેલા Pan-STARRS ટેલિસ્કોપની મદદથી એસ્ટ્રોનોમર્સે આ શોધ્યો હતો. આ એક નિયર-અર્થ ઓબ્જેક્ટ (NEO) છે. NEO એવા બ્રહ્માંડીય પિંડોને કહેવાય છે જે પૃથ્વીની કક્ષાના 30 લાખ માઈલના દાયરામાં આવે છે. આ એસ્ટેરોઈડ એપોલો ગ્રુપનો ભાગ છે. આવા એસ્ટેરોઈડ નિયમિત સમયગાળે ધરતી નજીકથી પસાર થાય છે. 

એસ્ટેરોઈડ 2013 FW13 18 સપ્ટેમ્બરના રોજ પૃથ્વીની એકદમ નજીકથી પસાર થવામાં જોખમ ભલે ન હોય પરંતુ તે આપણને ધરતીની નજીક આવનારા એસ્ટેરોઈડ્સ પર નજર રાખવાનું મહત્વ સમજાવે છે. જો કોઈ કારણસર આ એસ્ટેરોઈડ્સની કક્ષામાં ફેરફાર થયો તો તે મોટું જોખમ બની શકે છે. 

ક્યારે  જોખમી બની શકે છે એસ્ટેરોઈડ?
એવા એસ્ટેરોઈડ્સની સંખ્યા હજારોમાં છે જે ધરતી પાસેથી પસાર થાય છે. તેમની કક્ષામાં નાનકડો ફેરફાર પણ તેમને ભવિષ્યમાં પૃથ્વી માટે જોખમી બનાવી શકે છે. ધીરે ધીરે આ ફેરફાર એસ્ટેરોઈડની ટ્રેઝેક્ટરીને પ્રભાવિત કરવા લાગે છે. જો તે ટ્રેઝેક્ટરીમાં પૃથ્વી પણ આવી તો આપણે એસ્ટેરોઈડને ખતમ કરવાની વ્યવસ્થા કરવી પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news