પર્યાવરણ માટે પ્રોત્સાહન: કોરોનાકાળમાં ગુમાવેલા પ્રિયજનની યાદમાં કરાશે વિશેષ વૃક્ષારોપણ
ખાસ કરીને જ્યારે આપણે સૌ એ કોરોનાકાળ (Corona)માં કોઇને કોઇ સંબંધી અને પ્રિયજનને ગુમાવ્યા છે ત્યારે તેઓની યાદમાં વિશેષ વૃક્ષારોપણ (Tree Plantation) કરવુ જોઇએ.
Trending Photos
નડીયાદ: આપણે સૌ જાણીએ છીએ તેમ વિશ્વની બગડતા જતા પર્યાવરણ (Environment) ની સમસ્યા માનવ દ્રારા જ સર્જીત છે. આ સમસ્યા ધીરે ધીરે એટલી વધતી જાય છે કે, તેનાથી નિત નવા પ્રકોપોનો માનવજાતે સામનો કરવો પડે છે. તેનુ એક જ સમાધાન છે. પર્યાવરણ (Environment) નુ જતન અને સંવર્ધન. હવે જ્યારે ચોમાસુ આવી રહ્યુ છે.
ત્યારે આપણા સૌએ બને તેટલા વૃક્ષો વાવવાનો તથા તેનો ઉછેર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. બ્રહ્મકુમારી સંસ્થાના ગ્રામ વિકાસ પ્રભાગ દ્રારા સમસ્ત ભારતમાં વૃક્ષારોપણના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેનો માટેનો સંકલ્પ સંસ્થાના સેવા કેન્દ્રો પર વિશ્વ પર્યાવરણ દિવસના રોજ લેવામાં આવ્યો હતો.
નડીયાદ (Nadiad) ખાતે પ્રભુ શરણમ સંકુલમાં સંસ્થાના સબઝોન સંચાલીકા બી. કે. પુર્ણીમાબેન તથા સાથી બહેનો દ્રારા વૃક્ષારોપણ (Tree Plantation) ના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સંસ્થાના અનેક ભાઇ બહેનો તથા જેઓને રસ હોય તેવા તમામ નાગરિકોને સંસ્થા તથા વનવિભાગના સહયોગથી જે (લીસ્ટમાંથી) જોઇએ તે છોડ આપવામાં આવશે અને બહોળા પ્રમાણમાં સૌ વૃક્ષારોપણ કરે તે માટે સૌને પ્રોત્સાહિત કરાશે. આ માટે મિત્ર સંબંધીઓ સૌને આહવાન કરવામાં આવી રહ્યુ છે.
ખાસ કરીને જ્યારે આપણે સૌ એ કોરોનાકાળ (Corona)માં કોઇને કોઇ સંબંધી અને પ્રિયજનને ગુમાવ્યા છે ત્યારે તેઓની યાદમાં વિશેષ વૃક્ષારોપણ (Tree Plantation) કરવુ જોઇએ. આ માટે સંસ્થા તરફથી જોઇતા છોડની નોંધણી કરાવવા એક ગુગલ ફોર્મ બનાવવામાં આવ્યુ છે. તેની લીંક મેળવવા માટે વોટ્સએપ નંબર ૯૪૦૯૩૧૫૯૦૦ પર મેસેજ કરવાનો રહેશે. જેથી આપને આ ગુગલ ફોર્મ મોકલવામાં આવશે. ફોર્મ ભર્યા બાદ રોપા વિતરણની તારીખ આપને જણાવવામાં આવશે તે દિવસે આપે પસંદ કરેલ છોડ પ્રભુ શરણમ, નડીયાદ ખાતેથી મળશે.
ટુંક સમયમાં જ મોટા પાયા પર એક સાથે વૃક્ષારોપણ (Tree Plantation) થાય તેની તારીખ પણ જણાવવામાં આવશે. સદર કાર્યક્રમ વન વિભાગના સહયોગથી યોજાશે તો સૌને ઉમંગ -ઉત્સાહથી જોડાવા બી.કે પુર્ણીમાબહેન દ્રારા આહવાન કરવામાં આવ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે