સ્ટેચ્યુ ઓફ યુનિટિ નજીક શહિદ પાટીદાર યુવાનોની યાદમાં બનશે ત્રિવિધ ભવન: દિલિપ સાબવા

પાસના સંગઠન પ્રભારી કહેવાતા દિલિપ સાબવાએ 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટિ નજીક શહિદ પાટીદાર યુવાનોની યાદમાં ત્રિવિધ ભવન બનાવવાની જાહેરાત કરી.

સ્ટેચ્યુ ઓફ યુનિટિ નજીક શહિદ પાટીદાર યુવાનોની યાદમાં બનશે ત્રિવિધ ભવન: દિલિપ સાબવા

ગૌરવ પટેલ/અમદાવા:દહાર્દિક પટેલના પરિણામ વગરના ઉપવાસના પારણા થયા બાદ પાસના એક આંદોલનકારીએ સરકાર સામે મોરચો માંડ્યો છે. પાસના સંગઠન પ્રભારી કહેવાતા દિલિપ સાબવાએ 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટિ નજીક શહિદ પાટીદાર યુવાનોની યાદમાં ત્રિવિધ ભવન બનાવવાની જાહેરાત કરી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેદ્રમોદીને ટાર્ગેટ કરતાં દિલિપ સાબવાએ કહ્યુ કે ત્રણ વર્ષથી ચાલતા આંદોલનમાં 14 પાટીદાર યુવાનો શહિદ થયા હોવા છતાં તેમમે કોઇ શબ્દ ઉચ્ચાર્યો નથી. ત્યારે જેમની કર્મભૂમિ.જન્મભૂમિ અને માતૃભૂમિ ગુજરાત હોઈ તેવા પ્રધાનમંત્રીને ગુજરાતના પાટીદારો અને ખેડૂતોની વેદનાનો સંદેશો આપવા માટે કિસમે હે કિતના હે દમ જે આ કાર્યક્રમ આપશે,

101 પાટીદારો અને ખેડૂત યુવાનો કરાવશે મૂંડન 
જેમાં તારીખ.30.10.2018ના રોજ શહિદ પાટીદારોની પ્રતિમાની યાત્રા બોટાદથી 101 ગાડીના કાફલા સાથે નિકળી નર્મદા પહોચશે. જ્યાં તારીખ 30.10.2018ના રોજ ત્રિવિધ ભવનના સ્થળ ઉપર 101 પાટીદાર યુવાનો અને ખેડૂતો મુંડન કરાવશે. ત્યાં આહુતિ યજ્ઞ થશે ત્રિવિધ ભવનના લોકાર્પણમાં રાષ્ટ્રીય સ્તરના રાજકીય અને સામાજિક આગેવાનો પધારશે. 31.10.2018ના રોજ જ્યાં સ્ટેસ્ચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ છે. તેની નજીક તેજ સમયે પાટીદાર ત્રિવિધ ભવનનું લોકાર્પણ થશે અને આ સિવાય અનામત માટે સુપ્રીમમાં લીગલ લડત ચલાવવામાં આવશે. ત્રિવિધ ભવન અને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ચલાવવા સામાજિક આગેવાનો અને ગુજરાતના પાટીદારોનું યોગદાન લેવાશે.

દિલિપ સાબવાએ સરકાર પાસે મુખ્ય માંગણી મુકી હતી કે
1.પાટીદાર સમાજ ની ઓબીસીમાં સમાવેશની  માંગ પુરી થાય
2.શાહિદ પરિવાર ને ન્યાય મળે
3.પાટીદાર યુવાનો પર થયેલ કેસ પાછા ખેંચવા
4.જવાબદાર અધિકારીઓ ઉપર પગલાં લો
5.અલ્પેશ કથીરિયા સુરેશ ઠાકરે.અને સતીશ પટેલ ને જેલ મુક્ત થાય
6.ખેડૂતો સંપૂર્ણ ધિરાણ માફ થાય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news