સમગ્ર રાજ્યમાં ટ્રાન્સપોર્ટર્સ દ્વારા તબક્કાવાર હડતાળના કાર્યક્રમ, ડીઝલમાં અસહ્ય ભાવ વધારાથી વ્યથીત

છોટાઉદેપુરના ડોલોમાઈટ ઉદ્યોગ સાથે સંકળાયેલ 300 જેટલી ત્રકોના પૈડાં આજથી થંભી ગયા છે, "જીસકા માલ ઉસકા હમાલ " દેશ વ્યાપી મુહિમ અંતર્ગત છોટાઉદેપુર ટ્રક એસોસિએશન દ્વારા  આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ કરી દેતા ડોલોમાઈટ ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ લોકોની  રોજગારી ઉપર માઠી અસર વર્તાઈ રહી છે.
સમગ્ર રાજ્યમાં ટ્રાન્સપોર્ટર્સ દ્વારા તબક્કાવાર હડતાળના કાર્યક્રમ, ડીઝલમાં અસહ્ય ભાવ વધારાથી વ્યથીત

જમીલ પઠાણ/ છોટાઉદેપુર : છોટાઉદેપુરના ડોલોમાઈટ ઉદ્યોગ સાથે સંકળાયેલ 300 જેટલી ત્રકોના પૈડાં આજથી થંભી ગયા છે, "જીસકા માલ ઉસકા હમાલ " દેશ વ્યાપી મુહિમ અંતર્ગત છોટાઉદેપુર ટ્રક એસોસિએશન દ્વારા  આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ કરી દેતા ડોલોમાઈટ ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ લોકોની  રોજગારી ઉપર માઠી અસર વર્તાઈ રહી છે.

છોટાઉદેપુર ડોલોમાઈટ પાવડર માટેનું ઔદ્યોગિક હબ ગણાય છે. અહીં ડોલોમાઈટ પથ્થર પીસવાની 125 જેટલી મિલો આવેલી છે અને તેને લઈ ડોલોમાઈટ ઉદ્યોગની સાથે છોટાઉદેપુર તાલુકામાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય પણ એક મુખ્ય વ્યવસાય છે. ત્યારે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલ કોરોના કાળ તો બીજી તરફ ડીઝલના ભાવ એક સોને પાર થવાની સાથે વર્ષોથી ચાલી આવતી પ્રથાઓના કારણે ટ્રક માલિકોની કમર તોડી નાખી છે. અત્યારે ટ્રકમાં લોડીંગ અનલોડિંગ થતાં માલની મજૂરી ટ્રક માલિકો ચૂકવે છે. 

જ્યારે  છોટાઉદેપુરની 125 જેટલી ડોલોમાઈટ ફેકટરીના સંચાલકો દ્વારા શ્રમિકોને પ્રતિ ટન 1 રૂપિયા મજૂરી ચૂકવાય છે. જ્યારે ટ્રક માલિકોને પ્રતિ ટન રૂપિયા 60 ચૂકવવા પડે છે. સાથે ડીઝલના ભાવ જ્યારે 50 રૂપિયા પ્રતિ લીટર હતા ત્યારે અને હવે જ્યારે 100 રૂપિયા પ્રતિ લીટર થયું છે ત્યારે ભાડાના પણ કોઈ વધારો ન થતા ટ્રક માલિકોની હાલત કફોડી બની છે. જેથી ટ્રક માલિકોની માંગ છે કે, જેનો માલ તે જ મજૂરી ચૂકવે. જેને લઈ "જીસકા માલ ઉસકા હમાલ" ના સૂત્ર સાથે મિનરલ એસોસિએશન પાસે માંગ કરી હતી પરંતુ તેમની આ માંગ મિનરલ એસોસિએશન દ્વારા  સ્વીકારવામાં ન આવતા આખરે કમને પણ  છોટાઉદેપુર  ટ્રક એસોસિએશન દ્વારા આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ કરી છે. 

હડતાળને પગલે 300 જેટલી ટ્રકોના પૈડાં થંભી જવાની સાથે તેની સાથે સંકળાયેલ હજારો લોકોની રોજગારી ઉપર પણ બ્રેક લાગી ગઈ છે,ત્યારે આ મુદ્દે ટ્રક એસોસિએશન અને મિનરલ એસોસિએશન વચ્ચે યોગ્ય વાતચીત દ્વારા વહેલી તકે તેનો સુખદ સમાધાન લાવવામાં આવે તેવી  ટ્રક માલિકો આશા સેવી રહયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news