યુવતીને તેના કાકાએ કહ્યું, તારી કાકી મને ખુશ નથી રાખતી, શું તારી ફરજ નથી કાકાને ખુશ રાખવાની? ચાલ એક થઇ જઇએ

શહેરના જગતપુર વિસ્તારમાં રહેતી યુવતીએ પોતાના જ પિતરાઇ ભાઇ વિરુદ્ધ છેડતીની ફરિયાદ દાખલ કરાવતા ચકચાર મચી છે. યુવતીના છુટાછેડા થઇ ચુક્યા છે, જેના કારણે તેનો જ પિતરાઇ ભાઇ તેને વારંવાર ફોન કરતો અને શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. આ મુદ્દે યુવતીએ કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવતા ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કરીને પિતરાઇને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. શહેરના જગતપુર વિસ્તારમાં રહેતી 33 વર્ષીય યુવતી પોતાનાં માતા પિતા અને ભાઇ ભાભી સાથે રહે છે. 

યુવતીને તેના કાકાએ કહ્યું, તારી કાકી મને ખુશ નથી રાખતી, શું તારી ફરજ નથી કાકાને ખુશ રાખવાની? ચાલ એક થઇ જઇએ

અમદાવાદ : શહેરના જગતપુર વિસ્તારમાં રહેતી યુવતીએ પોતાના જ પિતરાઇ ભાઇ વિરુદ્ધ છેડતીની ફરિયાદ દાખલ કરાવતા ચકચાર મચી છે. યુવતીના છુટાછેડા થઇ ચુક્યા છે, જેના કારણે તેનો જ કાકા તેને વારંવાર ફોન કરતો અને શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. આ મુદ્દે યુવતીએ કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવતા ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કરીને કાકા ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. શહેરના જગતપુર વિસ્તારમાં રહેતી 33 વર્ષીય યુવતી પોતાનાં માતા પિતા અને ભાઇ ભાભી સાથે રહે છે. 

યુવતી અગાઉ નવરંગપુરાની એક ઓફીસમાં આર્કિટેક્ટનું કામ કરી હતી. 2008માં રાણીપ ખાતે રહેતા એક યુવત સાથે લગ્ન થયા હતા. જો કે 2015 માં પુત્રના જન્મ બાદ મનમેળ બગડતા બંન્ને 2019 માં છુટા પડી ગયા હતા. યુવતી પોતાનાં પરિવાર સાથે રહેવા માટે આવી ગઇ હતી. જેથી ત્રણ મહિના પહેલા તેના કાકાના નંબર પરથી યુવતીને ફોન આવ્યો હતો. જેમાં તેના કાકાએ કહ્યું કે, મારે તમને મળવું છે. જેથી યુવતીએ કહ્યું કે, હાલ તેની પાસે સમય નથી. જો કે યુવક તેની ઓફીસે પહોંચી ગયો હતો. ત્યાર બાદ વારંવાર આ પ્રકારે તે તેની ઓફીસે મળવા માટે પહોંચી જતો હતો. યુવતીએ વારંવાર મનાઇ કરવા છતા પણ પણ તે પરાણે આવતો હતો. 

યુવતીને ફોન કરીને એક દિવસ તેણે કહ્યું કે, તુ ડિવોર્સી છો અને હું પણ મારી પત્નીથી ખુશ નથી, તારે મારી સાથે સંબંધો રાખવા પડશે. તારે જે વસ્તુની કમી છે એ વસ્તુની મારે પણ કમી છે. જો કે યુવતીએ આવા કોઇ સંબંધ રાખવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમ છતા તે વારંવાર ફોન કરીને યુવતીને પરેશાન કરતો હતો. શારીરિક સંબંધ રાખવા માટે મજબુર કરતો હતો. 

યુવતીએ આપણે કાકા-ભત્રીજી છીએ આવા સંબંધો શક્ય નથી તેવી વારંવાર સમજાવટ છતા યુવક માન્યો નહોતો. ત્યાર બાદ યુવતીનો ફોન ખોવાઇ ગયો તો અને અનેક દિવસ બાદ તેણે નવો ફોન લીધો તે સાથે જ ફરી ફોન આવવાના શરૂ થઇ ગયા હતા. વ્હોટ્સએપ પર મેસેજ આવવાનું શરૂ થઇ ગયું હતું. જેથી કંટાળી યુવતીએ પોતાના પરિવારને જાણ કરી હતી. જેથી ઉશ્કેરાયેલા યુવકે કહ્યું કે, તું આપણી વાત પરિવારમાં કરે છે મારી ઇજ્જત ખરાબ કરે છે. હવે મારી સાથે સંબંધ નહી રાખે તો તને જાનથી મારી નાખીશ. તેવી ધમકી આપતા આખરે કંટાળેલી યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news