વડોદરામાં પદમલા બ્રિજ પરનો માર્ગ ફરી રક્તરંજીત! ટેન્કર સાથે રીક્ષા ભટકાતા 2ના મોત, 5 ઇજાગ્રસ્ત

વડોદરામાં પદમલા બ્રિજ પરનો માર્ગ વધુ એક વખત લોહીલુહાણ બન્યો છે. પાર્ક તોતિંગ ટેન્કર સાથે રીક્ષા ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 વર્ષીય બાળકી કાળનો કોળિયો બની ગઈ હતી.

વડોદરામાં પદમલા બ્રિજ પરનો માર્ગ ફરી રક્તરંજીત! ટેન્કર સાથે રીક્ષા ભટકાતા 2ના મોત, 5 ઇજાગ્રસ્ત

ઝી બ્યુરો/વડોદરા: ગુજરાતમાં અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વડોદરાના પદમલા બ્રિજ પર પાર્ક ટેન્કર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. વડોદરાના છાણીના રોશન નગરમાં રહેતા લોકો દરગાહ પર દર્શન કરીને ઘરે પરત ફરતા હતા ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 વર્ષીય બાળા સહિત બેના મોત થયા છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બનાવ અંગે નંદેસરી પોલીસે તપાસ શરૂ કરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં પદમલા બ્રિજ પરનો માર્ગ વધુ એક વખત લોહીલુહાણ બન્યો છે. પાર્ક તોતિંગ ટેન્કર સાથે રીક્ષા ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 વર્ષીય બાળકી કાળનો કોળિયો બની ગઈ હતી. તેના સિવાય એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતુ. જ્યારે 5 વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 

આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવા ઉપરાંત મૃતદેહને પીએમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સમગ્ર મામલે નંદેસરી પોલીસે કાર્યવાહી આગળ ધપાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news