માણાવદરમાં આંગડિયા પેઢીના માલિક પર હુમલો કરી 25 લાખ લૂંટનાર બે ઝડપાયા
પોલીસે આરોપીઓ પાસેથી કુલ 13 લાખ 18 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
Trending Photos
રાજકોટ: જૂનાગઢના માણાવદરમાં આંગડિયા પેઢીના કર્મચારીને મારમારીને લૂંટ ચલાવનાર ગેંગના બે સાગરીતોની રાજકોટ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં પાંચ શખ્સોએ આંગડિયા કર્મચારીને મારમારી 25 લાખ રૂપીયાની લૂંટ કરી હોવાનું અને ત્રણ શખ્સો મધ્યપ્રદેશના જાંબવા તરફ ફરાર થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 13 લાખ 18 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, ગત 22 ઓક્ટોબરના રોજ જૂનાગઢ જિલ્લાના માણવદર તાલુકાના સુલત્તાનાબાદ રોડ પર આંગડિયા પેઢીના કર્માચારીને મારમારી રૂપીયા 25 લાખની લૂંટના ગુન્હામાં બે આરોપીની ભાયાવદર પોલીસે ધરપકડ કરી કરી છે. પોલીસે જણાવ્યાં પ્રમાણે આરોપી સબૂર જોખલા મૈડા અને પપ્પુ શંકર મૈડા મૂળ મધ્યપ્રદેશના જાબુવા જિલ્લાના રહેવાસી હોવાનું અને ભાયાવદર વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓની સાથે ધાડમાં સામેલ ત્રણ શખ્સો આંગડિયા પેઢીની ઓફિસ પાસે છૂટક મજૂરી કામ કરતા હોવાથી આંગડિયા પેઢીની મોટી રકમની લેતીદેતી અને હેરાફેરી અંગે માહિતી ધરાવતા હતા. જેથી તમામ આરોપીઓએ મળી આંગડિયા પેઢીના કાર્મચારીને લૂંટવાનો પ્લાન ઘડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે