કેરળના કોચ્ચિમાં વરસાદી આફતે 6 દિવસથી વડોદરાના બે વિદ્યાર્થીઓ એક ફ્લેટમાં ફસાયા
વડોદરાના અમિતનગરમાં રહેતા બે વિદ્યાર્થીઓ સાઉન્ડ એન્જિનિયરિગનો અભ્યાસ કરવા કેરળના કોચી શહેરમાં ગયા હતા
Trending Photos
તુષાર પટેલ/ વડોદરા: છેલ્લા નવ દિવસથી વરસાદી આફતને કારણે કેરળમાં ભારે તબાહી મચી ગઇ છે. આ વરસાદી આફતને કારણે અત્યાર સુધીમાં 324 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે અનેક લોકો પૂરના પાણી માં ફસાયા છે. સ્થિતિની ગંભીરતાને જોઇ પીએમ મોદી પણ હાલ કેરળની મુલાકાતે છે. જ્યારે ગુજરાતમાંથી ભણવા ગયેલા વડોદરાના બે વિદ્યાર્થીઓ પણ કેરળમાં આવેલા પૂરમાં ફસાયા છે.
વીડિયો જોવા અહીં ક્લિક કરો: કેરળના કોચીમાં વરસાદી આફત, વડોદરાના 2 વિદ્યાર્થીઓ એક ફ્લેટમાં ફસાયા
બન્ને બાળકો છેલ્લા 6 દિવસથી ફ્લેટમાં ફાસાયા
વડોદરાના અમિતનગરમાં રહેતો ભૌમિક રાજ અને શહેરના ઓ.પી રોડ પર રહેતો પરીક્ષિત પંડ્યા સાઉન્ડ એન્જિનિયરીંગનો અભ્યાસ કરવા કેરળમાં ગયા હતા. કેરળમાં હાલ ભયાનક પૂરના કારણે આખા રાજ્યામાં પાણી ભરાઇ ગયા છે. આ બન્ને બાળકો કેરળના કોચીના કોટપુરમના અલુઆ વિસ્તારમાં આવેલા અલ્પાઇન સૂટ ફ્લેટમાં રહે છે. 10 માળના આ ફ્લેટમાં અહીં બેલા સુધી પાણી આવી ગયું છે. વડોદરાના આ બન્ને બાળકો છેલ્લા 6 દિવસથી ફ્લેટમાં ફાસાઇ ગયા છે.
જમવા તથા પીવાના પાણીની ભારે મુશ્કેલી
ફ્લેટની બહાર પાણી ભરાઇ જવાના કારણે તેઓનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ત્યારે હાલ તમની સ્થિતી એટલી ખરાબ છે આ બન્ને બાળકો જમવા તથા પીવાના પાણીની ભારે મુશ્કેલી ભોગવી રહ્યાં છે. પૂરમાં ફસાયેલા આ બાળકોના પરિવારજનો ચિંતામાં છે. વડોદરાના બન્ને વિદ્યાર્થીના પરિવારજનો આજે દિકરાની મુશ્કેલીમાં હતાશ થયા છે અને 6 દિવસથી ફસાયેલા બન્ને બાળકોને હેમખેમ બહાર લાવવા માટે પરિવારજનો સરકાર અને તંત્રને વિંનતી કરી રહ્યા છે.
બાળકોને બચાવા પરિવારજનોએ સાંસદ અને કલેક્ટરને રજૂઆત કરી
કેરળ પૂરમાં છ દિવસથી ફસાયેલા બે બાળકોને ભખ્યા અને તરસ્યા ન જોઇ શકતા પરિવારજનોએ સાંસદ અને કલેક્ટરને રજૂઆત કરી હતી. ત્યારે સાંસદ રંજનબેન ભટ્ટે કેરળના મુખ્યમંત્રી કાર્યાલયમાં છ દિવસથી બાળકો ફસાયા છે તેમને બચાવવા તેમજ તાત્કાલિક ધોરણે ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરવાની રજુઆત કરી હતી. ત્યારે ત્યાની સરકાર દ્વારા બાળકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે