કેરળ

મહિલાએ જે પંચાયત ઓફિસમાં 10 વર્ષ ઝાડું પોતા કર્યા ત્યાં જ હવે અધ્યક્ષ પદ શોભાવશે

મહેનતનું ફળ માણસને એક દિવસ જરૂર મળે છે. આવું જ કઈંક કેરળના કોલ્લમમાં જોવા મળ્યું. 46 વર્ષના એ.આનંદવલ્લી બ્લોક પંચાયતના અધ્યક્ષ  બન્યા છે. આ જ જગ્યાએ તેઓ ઝાડું પોતાનું કામ કરતા હતા. 

Jan 1, 2021, 01:24 PM IST

Corona Update: નવા વર્ષમાં કોરોનાથી છૂટકારો મળવાના પ્રબળ સંકેત, લેટેસ્ટ અપડેટ ખાસ જાણો

નવા વર્ષમાં કોરોના મહામારીથી છૂટકારો મળવાની આશા વધી રહી છે. એક બાજુ જ્યાં ભારતમાં કોરોનાની રસીની તૈયારીઓ જોરશોરમાં છે ત્યાં હવે સંક્રમણની ગતિ ઉપર પણ બ્રેક લાગતી જોવા મળી રહી છે.

Dec 28, 2020, 01:27 PM IST

ભારતીય મૂળના પ્રિયંકા રાધાકૃષ્ણને ન્યૂઝીલેન્ડમાં ડંકો વગાડ્યો

ભારતીય મૂળના પ્રિયંકા રાધાકૃષ્ણને સોમવારે ન્યૂઝીલન્ડમાં મંત્રી તરીકે શપથ લીધા. ન્યૂઝીલેન્ડના મંત્રીમંડળમાં સામેલ થનારા તેઓ પહેલા ભારતીય બન્યા છે. પ્રિયંકા મૂળ કેરળના છે અને ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રહે છે. 

Nov 3, 2020, 11:11 AM IST

ગાઢ જંગલમાં કપલે માત્ર ચાદર લપેટી કરાવ્યું હોટ રોમેન્ટિક ફોટોશૂટ, થયા ટ્રોલ, જુઓ PHOTOS

કેરળના એક કપલે લગ્ન બાદ કરાવેલા રોમેન્ટિક ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવી ભારે પડી ગઈ. ટ્રોલ આર્મીએ કપલને ભારતીય સંસ્કૃતિની યાદ અપાવીને ખરાબ રીતે ટ્રોલ કર્યા.

Oct 19, 2020, 08:43 AM IST

કોચિમાં ગ્લાઈડર દુર્ઘટનાગ્રસ્ત, નેવીના બે અધિકારીઓના મૃત્યુ

કેરળ (Kerala) ના કોચિમાં નિયમિત ઉડાણ દરમિયાન રવિવારે સવારે એક ગ્લાઈડર દુર્ઘટનાગ્રસ્ત (Glider Crashed) થયું, અકસ્માતમાં નેવીના બે કર્મચારીઓના મૃત્યુ થયા છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ અકસ્માતની પુષ્ટિ કરી છે. 

Oct 4, 2020, 02:12 PM IST

NIAને બંગાળ અને કેરળમાં મળી મોટી સફળતા, અલ-કાયદાના 9 સંદિગ્ધ આતંકી પકડાયા

કેન્દ્રીય તપાસ એજન્સી (NIA)એ આજે સવાર સવારમાં કેરળ અને પશ્ચિમ બંગાળમાંથી મોટી દરોડા કાર્યવાહીને અંજામ આપ્યો અને 9 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. કેરળના એર્નાકુલમ અને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ વિસ્તારમાં ખાસ કરીને આ દરોડાની કામગીરીને અંજામ આપવામાં આવ્યો. 

Sep 19, 2020, 10:24 AM IST

રાહુલ ગાંધીએ કેરળના BJP નેતાની મદદ માટે કંઈક એવું કર્યું કે કોંગ્રેસમાં હડકંપ મચી ગયો

કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ ભાજપના નેતાના પુત્ર માટે કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટે ભલામણ કરી. રાહુલ ગાંધીના આ પગલાથી કેરળ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. કોંગ્રેસે તેના પર તપાસ કરવાની વાત કરી છે. 

Sep 15, 2020, 08:06 AM IST

કોઝિકોડે વિમાન દુર્ઘટનાના પાયલટ દીપક સાઠેનું ગુજરાત સાથે ઋણાનુબંધ રહ્યું છે, કચ્છના ભૂકંપમાં કરી હતી કામગીરી

એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Plane crash) ની ફ્લાઈટ દુર્ઘટનામાં માર્યા ગયેલા પાયલટ દીપક વસંત સાઠેના મોત નિપજ્યું હતું. કેરળ (#KozhikodeAirCrash) ના વિમાન અકસ્માતમાં બે પાયલટ સહિત 18 લોકોના મોત નિપજ્યા છે. જેમાં પાયલટ દીપક સાઠે પણ સામેલ હતા. પણ, દીપક સાઠે (captain deepak sathe) નો ગુજરાત સાથે પણ જૂનો નાતો રહ્યો છે. પાયલટ દિપક સાઠેએ ભૂજ એરફોર્સમાં 3 વર્ષ કમાન્ડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવી હતી. છેલ્લા 3 વર્ષ બાદ કચ્છમાં રિટાયર્ડ થયા હતા. ભૂજના હૃદયસમાં હમીરસર સાથે તેઓનું ઋણાનુબંધ રહ્યું હતું.

Aug 9, 2020, 09:22 AM IST

કોઝિકોડ વિમાન અકસ્માતમાં 18ના મોત, 100થી વધુ ઇજાગ્રસ્ત: ZEE NEWS ના 5 પ્રશ્નો

કોઝિકોડમાં થયેલા વિમાન અકસ્માત (Kozhikode Air Crash)માં મૃતકોની સંખ્યા 18 થઇ ગઇ છે. 100થી વધુ લોકોની સારવાર અલગ-અલગ હોસ્પિટલોમાં થઇ રહી છે.

Aug 8, 2020, 04:35 PM IST

કેરળ વિમાન દુર્ઘટના: મૃતકોના પરિજનોને 10 લાખ, ગંભીર રીતે ઘાયલોને 2 લાખનું વળતર

નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કેરળ વિમાન અકસ્માત પર વળતરની જાહેરાત કરી છે. જાણકારી અનુસાર મૃતકના પરિજનોને 10 લાખ રૂપિયા,ગંભીર રીતેગ ઘાયલોને 2 લાખ રૂપિયા અને સામાન્ય ઇજા પહોંચી હોય તેમને 50,000 રૂપિયાથી આર્થિક મદદ આપવામાં આવશે. 

Aug 8, 2020, 03:25 PM IST

કેરળ વિમાન દુર્ઘટના: ક્રૂ મેમ્બર્સની હેલ્થ પર સામે આવ્યું Air India નું નિવેદન, કહી આ વાત

કેરળ (Kerala) માં કોઝિકોડ (Kozhikode) પાસે કારીપુર એરપોર્ટ (Kozhikode International Airport) પર દુર્ઘટનાગ્રત થયેલા એર ઇન્ડિયા (Air India) એક્સપ્રેસ વિમાનના ચાલક દળના ચાર સભ્ય સુરક્ષિત છે. રાષ્ટ્રીય વિમાન કંપનીએ શનિવારે આ જાણકારી આપતાં તેની પુષ્ટિ કરી છે. 

Aug 8, 2020, 01:37 PM IST

કેરળ દુર્ધટના: ક્રેશ વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું, અકસ્માતના કારણોની મળી શકશે જાણકારી

કેરળના કોઝિકોડમાં થયેલા વિમાન અકસ્માત (Kozhikode Air Crash) માં મૃતકોની સંખ્યા 18 થઇ ગઇ છે અને 127 લોકો ઘાયલ થયા છે. એર ઇન્ડીયાનું વિમાન શુક્રવારે સાંજે કોઝિકોડ હવાઇપટ્ટીથી સરકીને ખીણમાં પડી ગયું અને બે ભાગમાં તૂટી ગયું.

Aug 8, 2020, 12:58 PM IST

PHOTOS: રનવે પર ક્રેશ લેન્ડીંગ, બે ટુકડામાં વહેચાઇ ગયું એર ઇન્ડીયાનું વિમાન

વડાપ્રધાને કોઝિકોડમાં એર ઇન્ડીયાના એક્સપ્રેસ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે વહિવટીતંત્ર ઘટનાસ્થળે છે અને તમામ પ્રભાવિતોને મદદ પુરી પાડવામાં આવી રહી છે.

Aug 8, 2020, 11:59 AM IST

કેરળ વિમાન દુર્ઘટના: ક્રેશ લેન્ડીંગના આ છે 3 મોટા કારણો

દુબઇથી કેરળના કોઝિકોડ આવી રહેલું એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન (IX-1344) રનવે પર લપસી ગયું, આ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી 17 લોકોના મોતની પુષ્ટિ થઇ છે. જેમાં પાયલટ પણ સામેલ છે. વિમાનમાં કુલ 191 લોકો સવાર હતા.

Aug 8, 2020, 09:46 AM IST

કેરળ વિમાન દુર્ઘટના: IAFના પૂર્વ પાયલટ દીપક સાઠેના હાથમાં હતી વિમાનની કમાન

કેરળના કોઝિકોડમાં દુબઇથી આવી રહેલું એર ઇન્ડીયા વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. રનવે પર પર સરકી જતાં વિમાન ક્રેશ થયું છે અને બે ભાગમાં ટુકડા થઇ ગયું છે. આ અકસ્માતમાં પાયલોટ દીપક વસંત સાઠેનું મોત થયું છે.

Aug 8, 2020, 08:47 AM IST

ભારતમાં કોઝીકોડ જેવા અન્ય રનવે પણ એવા છે, જ્યાં લેન્ડિંગ છે અતિ ખતરનાક

કોરોના મહામારી દરમિયાન શુક્રવારની સાંજ દુખદ બની હતી. દૂબઈથી આવેલું એર ઈન્ડિયાનું વિમાન કોઝીકોડ એરપોર્ટ (KozhikodeAirCrash) ના રનવે પર લપસી પડ્યું હતું અને આગળ વધીને ઘાટીમાં પડ્યું હતું. ઘટના એટલી ભયાવહ હતી કે, તેની તસવીરોથી જ અંદાજ લગાવી શકાય છે. પ્લેન બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. ઘટનાને લઈને તપાસના આદેશ છૂટ્યા છે. પરંતુ પહેલી નજરમાં આ ભીષણ દુર્ઘટનાનું એક ભૌગોલિક કારણ પણ છે. કોઝીકોડના કારીપુર નામના સ્થાન પર બનેલ આ એરપોર્ટ ઘાટી અને પહાડીઓની વચ્ચે બનેલું છે. એટલે કે, રનવે માટે પૂરતો એરિયા નથી. આવામાં વિમાનને ટેકઓફ કરવા કે લેન્ડિંગ કરવા માટે લાંબો રનવે ટ્રેક મળતો નથી. જેથી અસાવધાની થઈ અને તેનુ પરિણામ આ દુર્ઘટના હતી. 

Aug 8, 2020, 08:46 AM IST

કેરળ વિમાન દુર્ઘટના: ક્રેશ લેડિંગ, પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું ખતરનાક હતું દ્વશ્ય

દુબઇથી આવી રહેલું વિમાન અચાનક ખીણ પડી જવાના સમાચારથે ચોતરફ કીકાયારીઓ, લોહીથી લથપથ કપડાં, ડરેલા ગભરાયેલા બાળકો અને એમ્બ્યુલન્સની સાયરનની આવાજે સમગ્ર વિસ્તારને હચમચાવે દીધો.

Aug 8, 2020, 07:34 AM IST

દુબઇથી કેરળ આવતા એર ઇન્ડિયાના વિમાનના બે ટુકડા, 16 લોકોના મોત, 138 ઘાયલ

કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું વિમાન રનવે પર લપસી ગયું. જેના કારણે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. રનવે પર વિમાનના લપસી જવાથી વિમાન ક્રેશ થયા બાદ એર ઇન્ડિયાના A737 બોઇંગ વિમાનના બે ટુકડા થઇ ગયા છે

Aug 7, 2020, 09:10 PM IST

'વિનાયકી'ના મોત પર સવાલ ઉઠાવ્યો તો કેરળમાં BJP સાંસદ મેનકા ગાંધી સામે FIR નોંધાઈ

'વિનાયકી'ના મોત પર સવાલ ઉઠાવાના કારણે ભાજપના સાંસદ મેનકા ગાંધી (Maneka Gandhi) સામે FIR દાખલ કરવામાં આવી છે. આ FIR કેરળમાં નોંધવામાં આવી છે. મેનકા ગાંધીએ કેરળ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા અને 'વિનાયકી'ના મોત અંગે નિવેદન આપ્યું હતું.

Jun 6, 2020, 12:22 AM IST

#JusticeForVinayaki: માનવતા નેવે મૂકી હાથણીને મારવાની ઘટનામાં એક આરોપી પકડાયો

કેરળના પલક્કડમાં ગર્ભવતી હાથિણીની હત્યા મામલે ZEE NEWS ના અભિયાનની મોટી અસર થઈ છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કેરળના વન વિભાગે આ વાતની પુષ્ટિ કરી છે. ZEE NEWS પર  #JusticeForVinayaki અભિયાન ચલાવ્યા બાદ કેરળ સરકાર જાગી હતી અને આ કેસમાં SIT તપાસના આદેશ આપ્યા છે. શૌરનૂરના ડેપ્યુટી એસપીની આગેવાનીમાં SIT નું ગઠન કર્યું છે. પલક્કડના મન્નરકાડડ પોલીસ સ્ટેશનમાં 3 જૂનના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

Jun 5, 2020, 12:54 PM IST