મેન્સ ડે નિમિત્તે મોતની ભેટ? વિદ્યાર્થીનીએ દુષ્કર્મનો ખોટો આક્ષેપ લગાવતા, આચાર્યનો આપઘાત!
Trending Photos
અંકલેશ્વર : શહેરની સજોદ હાઇસ્કૂલના આચાર્ય પર થોડા દિવસો અગાઉ જ તરૂણીને ગાડીમાં બોલાવીને છેડતી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે અંગેની ફરિયાદ પણ દાખલ થઇ હતી. 49 વર્ષીય આચાર્ય વિરેન ઘડિયાળી વિરુદ્ધ 5 દિવસ પહેલા જ આક્ષેપ થતા તેના પરિવાર માટે જીવવું દુષ્કર બન્યું હતું. ભરૂચ નજીકના ગામમાં આચાર્યનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઇ છે. હવે વિદ્યાર્થીની અને તેના પરિવાર સામે સવાલો ઉઠવા લાગ્યા છે.
અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની હાઇસ્કૂલના આચાર્ય વિરેન ઘડિયાળીએ ધો.10 માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થીનીએ વેકેશનમાં ગણિતનો અભ્યાસ કરાવવાના બહાને પોતાની ગાડીમાં બેસાડીને શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ દાખલ થઇ હતી. જેના પગલે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને તપાસ આદરવામાં આવી હતી. જો કે આ તપાસના કારણે આચાર્ય તથા તેના પરિવારની સમાજમાં થું થું થવા લાગી હતી. પરિવારને ભરૂચમાં રહેવાનું પણ ભારે પડી ગયું હતું.
આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં શનિવારે રાત્રે ફરિયાદ દાખલ થયા બાદ વિરેન ઘડિયાળી અને તેમના પરિવાર પર ગામલોકોએ ધૃણા વરસાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ભરૂચ-ચાવજ રોડ પર 49 વર્ષીય આચાર્યનો વૃક્ષ પરથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે સી ડિવિઝન પોલીસે તપાસ આદરી હતી. ઘટના સ્થળેથી પોલીસને મળેલી ડાયરીમાં આચાર્ય દ્વારા પ્રતિષ્ઠાને લાંછ લાગ્યું હોવા ઉપરાંત ખોટા આક્ષેપ કરીને કેસ દાખલ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે