unique gift

મેન્સ ડે નિમિત્તે મોતની ભેટ? વિદ્યાર્થીનીએ દુષ્કર્મનો ખોટો આક્ષેપ લગાવતા, આચાર્યનો આપઘાત!

શહેરની સજોદ હાઇસ્કૂલના આચાર્ય પર થોડા દિવસો અગાઉ જ તરૂણીને ગાડીમાં બોલાવીને છેડતી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે અંગેની ફરિયાદ પણ દાખલ થઇ હતી. 49 વર્ષીય આચાર્ય વિરેન ઘડિયાળી વિરુદ્ધ 5 દિવસ પહેલા જ આક્ષેપ થતા તેના પરિવાર માટે જીવવું દુષ્કર બન્યું હતું. ભરૂચ નજીકના ગામમાં આચાર્યનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઇ છે. હવે વિદ્યાર્થીની અને તેના પરિવાર સામે સવાલો ઉઠવા લાગ્યા છે. 

Nov 19, 2021, 05:00 PM IST

BHAVNAGAR માં ત્રણ આરોગ્ય કેન્દ્રોને રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞીકે આપી અનોખી ભેટ

જિલ્લાના ગારિયાધાર તાલુકા ત્રણ આરોગ્ય કેન્દ્રો માટે રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક દ્વારા અનુદાનિત ત્રણ એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ત્રણે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ જાહેર સભામાં ભાજપના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીની ઉપસ્થિતિમાં શક્તિસિંહ ગોહિલે સ્પીચ દરમ્યાન કેન્દ્ર સરકાર પર માર્મિક પ્રહાર કર્યા હતા.

Sep 21, 2021, 12:00 AM IST